રામસેતુના નિર્માણને લઈને જાતજાતની માન્યતાઓ સાંભળવા મળે છે. કેટલાકનું માનવું છે કે આ સેતુ વાનરસેનાએ તૈયાર કર્યો છે તો કેટલાકનું કહેવું છે કે આ સેતુ કોલકાતાના એક વેપારીએ બનાવડાવ્યો હતો. અહીં આપણે રામસેતુ સાથે જોડાયેલી ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીશું.
1. વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન રામની જ્યારે શ્રીલંકા પહોંચવું હતું ત્યારે વાનરસેનાએ આ સેતુનું નિર્માણ કર્યું હતું.
2. પુરાણો અનુસાર શ્રીલંકામાં જવા માટે બીજો કોઈ રસ્તો જ ન હોવાથી વાનરસેનાએ સમુદ્રમાં પુલ બનાવીને તેને પાર કરવાનો નિર્ણય કર્યો હતો.
3. એક માન્યતા અનુસાર રામસેતુ નિર્માણ પાંચ દિવસમાં થયું હતું. જેમાં પહેલા દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને 23 યોજન નું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક યોજન આશરે ૧૩ થી ૧૫ કિલોમીટર લાંબુ હતું.
4. ધાર્મિક ગ્રંથો અનુસાર રામસેતુની લંબાઈ સો યોજન છે જ્યારે એની પહોળાઈ આશરે દસ યોજનની છે.
5. વાલ્મિકી રામાયણ અનુસાર રામસેતુના નિર્માણનું કામ વિશ્વકર્માના પુત્ર નળે કર્યું હતું. હિંદુ પુરાણોમાં નળને રામસેતુના પ્રથમ શિલ્પકાર એટલે કે એન્જિનિયર માનવામાં આવે છે.
6. રામસેતુ ભારતના દક્ષિણ-પૂર્વમાં રામેશ્વરમ અને શ્રીલંકાના પૂર્વોત્તરમાં મનના ટાપુની વચ્ચે ઉંચી નીચી ટેકરીઓની એક ચેન છે. સમુદ્રમાં આ ટેકરીઓની ઊંડાઈ પાંચ ફૂટથી લઈને ૩૦ ફૂટ વચ્ચેની છે.
7. કહેવાય છે કે ૧૫મી સદી સુધી રામસેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું પરંતુ ઇ.સ 1480માં આવેલા તોફાનમાં આ પુલ તૂટી ગયો અને પાણીમાં ડૂબી ગયો.
8. રામસેતુ કેટલો પ્રાચીન છે એને લઈને પણ વિવિધ માન્યતાઓ છે. કેટલાક પૌરાણિક ગ્રંથો અનુસાર આ પુલ આશરે 3500 વર્ષ જૂનો છે. તો કેટલાક તેને સાત હજાર વર્ષ જૂનો પણ કહે છે.
9. રામસેતુના નિર્માણ માટે વાનરસેનાએ પથ્થરો, વૃક્ષની ડાળખીઓ અને પાંદડાઓનો ઉપયોગ કર્યો હતો. આ પુલની ખાસ વાત એ હતી કે તેના પથ્થર કદી સમુદ્રમાં ડૂબતા નહોતા.
10. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામસેતુ પુલ બનાવવા માટે જે પથ્થરો વપરાયા હતા તે પ્યુમાઇસ સ્ટોન હતા. આ પથ્થર જ્વાલામુખીના લાવાથી ઉત્પન્ન થાય છે.- અજ્ઞાત
(પ્રાપ્તિ સ્થાન: વોટ્સએપ)
ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાનાં રામેશ્વરમ (પંબન ટાપુ)ના દરિયા કિનારેથી શરૂ થતી સમુદ્રનાં છીછરા તટમાં પથરાયેલી ચૂનાના પથ્થરની શૃંખલા છે, જે બીજે છેડે શ્રીલંકાનાં વાયવ્ય તટ પર આવેલા મન્નાર દ્વીપ સુધી પ્રસરેલી છે. આ ખડક શૃંખલા હિંદુ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. હિંદુ ધર્મના મહત્વના ગ્રંથ રામાયણમાં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એમાં દર્શાવ્યા પ્રમાણે રામસેતુનું નિર્માણ ભગવાન રામની વાનરસેનાએ રાજા રાવણની લંકા પર ચઢાઇ કરવા માટે પથ્થરો વડે કર્યું હતું અને આ સેતુ પરથી રામસેના લંકામાં પહોંચી હતી. ભૂસ્તરશાસ્ત્રીય પુરાવાઓ પરથી એમ ફલિત થાય છે કે આ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચેનું ભૂતપૂર્વ ભૂમિ જોડાણ છે.
0 comments:
Post a Comment