પવિત્ર ૫૧ શક્તિ પીઠ મા બહુચર માતાજી મંદિર નો સમાવેશ થાય છે.
બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.
અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે
ધાર્મિક માહાત્મ્યઃ
હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ (કર) પડ્યા હોવાનું મનાય છે.
ઐતિહાસિક માહાત્મ્યઃ ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કર્યા અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા.
આમાંથી સતી માતાના કર (હાથ) બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.
બહુચર માતાજીને કૂકડાની સવારી કરતા દર્શાવાયા છે, જે સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું. જેમનું એક સમયે ગર્જરધરા પર એકચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય 3 મંદિર છે. પહેલું છે આદ્યસ્થાન, બીજું છે મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન એ છે જ્યાં હાલનું મુખ્ય મંદિર આવેલું છે જેની પર બાળ યંત્ર જડેલું છે.
આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસૂરી અંબાજી માતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અમુક લોકોનું માનવું છે કે બહુચર માતાનું અસલ મંદિર શંખલપુરમાં છે, જે આ મંદિરથી 3 કિમીના અંતરે છે. આ કારણે તેઓ બહુચરાજી જાય ત્યારે શંખલપુર બહુચરાજીના દર્શને પણ અવશ્ય જાય છે.
0 comments:
Post a Comment