સૂર્ય મંદિર – મોઢેરા
મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે
કોણાર્કના સૂર્યમંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર, એ ગુજરાતનાં અન્ય મંદિરો કરતાં શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે.
ઇ.૧૧ મી સદીમાં નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરથી ૩૦ કિ.મી.દૂર મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં રુપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીનાં ડાબા કાંઠે આવેલું છે.
સોલંકી રાજા ભીમદેવ-૧(૧૦૨૨-૧૦૬૩ ઇ.) ના શાસનકાળ દરમ્યાન આ મંદિર પૂર્વાભિમુખ,ઉત્કૃષ્ટ જગતી પર બનાવેલું છે.
સ્કન્ધ પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ ‘ભાસ્કરક્ષેત્ર’ નાં નામથી દર્શાવેલ છે. મંદિર સંકુલ એ ત્રણ અલગ વિભાગોનું મિશ્રણ છે. એટલે કે પ્રદક્ષિણા સાથેનું ગર્ભ-ગૃહ. ગર્ભમંડપ અને તોરણદ્વાર સાથેનો સભામંડપ અથવા નૃત્યમંડપ.
તોરણની સામે ૧૭૫'X૧૨૦' ફુટનો એક વિશાળ લંબચોરસ ફૂંડ, ઘણી સંખ્યાનાં લઘુમંદિરોથી સુશોભિત છે. જે સ્થાનિક લોકો માં ‘રામકૂંડ’ ના નામથી પ્રચલીત છે. કૂંડમાંઉતરવા માટે ચારેબાજુમાં પગથીયા બનેલાં છે. હૂંડમાં લગભગ ૧૦૮ નાનાં મંદિરો છે. જે અલગ અલગ દેવી-દેવતાઓ જેવાં કે ગણેશ, શેષશાયી વિષ્ણુ, નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓથી સુશોભિત છે.
ગર્ભગૃહનું નિર્માણ શણગારાત્મક તોરણ કમાનવાળા સુંદર
લાલિત્યસભર ઊંચા સ્તંભોથી કરાયેલું છે. ગર્ભગૃહની બહારની દિવાલો, બારીઓમાં દર્શાવેલા બાર સૂર્યો, આઠ દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ, ગૌરીનાં વિવિધ સ્વરુપો, નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વિગેરે વિશિષ્ટતાથી છવાયેલી છે.
સ્થંભોવાળા અષ્ટકોણીય સભામંડપમાં પ્રવેશ કમાનો છે. જે ચારેબાજુથી સ્થંભોના ઉપરનાં ભાગ પર શિલ્પકૃતિઓ કોતરાયેલી છે. બહારની દિવાલો પર દેવતાઓનાં વિવિધ સ્વરુપોને ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલાં છે. ત્યાં અંદરની દિવાલો પર રામાયણ અને મહાભારાતમાં દર્શાવેલી ઘટનાઓનું નિરુપણ કરેલ છે.
સભામંડપની સામે ગૂઢમંડપ અને ગર્ભગૃહ છે. જયાં ભગવાન સૂર્યની બાર મૂર્તિઓ કોતરેલી છે. ગૂઢમંડપ અને ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે. ગર્ભગૃહમાં કોઇ મૂર્તિ નથી. બ્રહ્માં, શેષશાયી વિષ્ણુ, વિષ્ણુનાં અલગ અલગ અવતાર જેવાંકે વરાહ, ત્રિવિક્રમ,નરસિંહ શીવાય, ઉમા-મહેશ્વર,નૃત્ય કરતા ગણેશ તથા દુર્ગાની મૂર્તિઓ કોતરાયેલી છે.
મંદિરની બાહર દિવાલો પર વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ સીવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ, વાંજિત્રો વગાડતા વાધકારો તથા ગાંધવોની મૂર્તિઓનાં શિલ્પો છે.
👉કુંડ
જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે.અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.
👉ગૂઢમંડપ
ગૂઢમંડપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે મંડપ અને ગર્ભગૃહ એમ બે ભાગમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ આકારના છે. ગર્ભગૃહ અંદરથી ૧૧ ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્યસંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે અને દક્ષિણાયન (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.
👉સભામંડપ
સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે.
(માહિતી સ્ત્રોતઃ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તથા વિકિપીડિયા
0 comments:
Post a Comment