ચકલેશ્વર મહાદેવ મંદિર રાયપુર દરવાજા ખાડિયા અમદાવાદ ગુજરાત
અમદાવાદમાં ચકલેશ્વર મહાદેવનું 450 વર્ષ જૂનું શિવાલય, મીરાબાઈએ મંદિરમાં રોકાણ કર્યાની વાયકા
અમદાવાદની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં રાયપુર દરવાજા પાસે ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, શિવાલય આશરે 450 વર્ષ જુનું છે.
ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. દરેક મંદિરનુ અલગ અલગ મહાત્મય હોય છે અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સાડા ચારસો વર્ષ જૂનુ છે. મહાદેવના મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અમદાવાદની મધ્યમાં આવેલા ખાડિયા વિસ્તારમાં રાયપુર દરવાજા પાસે ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શિવાલય આશરે 450 વર્ષ જુનું છે. તેની સ્થાપના પેશ્વાકાળમાં કરવામાં આવી હતી. પેહલા નાની દેરી બનાવવામાં આવી હતી બાદમાં બીજીવાર કાચનું મંદિર બનાવવામાં આવ્યું હતુ અને 70 વર્ષ પહેલા ત્રીજીવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ચકલેશ્વર મહાદેવ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જેનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
પેશ્વાકાળમાં બનાવવામાં આવેલા આ મંદિરનો દેરીની રૂપમાંથી સ્થાનિક લોકોએ ત્રીજીવાર જીર્ણોદ્ધાર કર્યો ત્યારે મંદિરને મોટુ બનાવ્યું. ભારતી આશ્રમના અવન્તિકા ભારતી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી ભાણાભાઈ ત્રિવેદીએ ટ્રસ્ટી મંડળ સાથે મળી ગિરનારની પ્રતિકૃતિ જેવુ કલાત્મક મંદિર બનાવ્યુ.ચકલેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન છે. મંદિરમાં પ્રભુના શિવલિંગની પાસે એક તરફ ગણેશજી છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન છે વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે જેમાં સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવે છે અને દેશના નામી સંગીતકારો વિના મુલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે.
સુંદરકાંડની ઉપાસનાનું પણ આયોજન કરાય છે.
ચકલેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ,જળ, કળા તલ, બિલિપત્ર ચડાવવામાં આવે છે. ચકલેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત આવેલી છે. એ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે. ચકલેશ્વર શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને સુંદર શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાં બીજે સ્થળાંતર થયા બાદ વારે તહેવારે ચકલેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવે જ છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ જામે છે મંદિરમાં લઘુરુદ્ર તથા મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે સંગીતમય સુંદરકાંડની ઉપાસનાનું પણ આયોજન કરવામાં આવે છે અને આનંદના ગરબા તથા ભજનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. જેનો દરેક દર્શનાર્થી લાભ લઈ ધન્ય થાય છે.
આ પણ વાંચો: અમિત ચાવડાનો મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિધાનસભા સત્ર બોલાવવા કરી માગ.
ૐ નમઃ શિવાયની અખંડ ધૂન
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મંદિરે આવતા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે બટાકાની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, કઢી અને શીરો આપવામાં આવે છે. સાથે ગીત-સંગીત સંધ્યાનો પ્રોગ્રામ અને ૐ નમઃ શિવાયની અખંડ ધૂનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. હાલ જ્યાં મહાદેવનુ મંદિર છે તે જગ્યા પેશ્વાકાળમાં સાબરમતીના તટ પર હતી અને મીરાબાઈએ પણ આ મંદિરે રાત્રી રોકાણ કરી ભજન કર્યાની લોકવાયકા છે. છેલ્લા 100 વર્ષથી ચકલેશ્વર મહાદેવની નગરયાત્રા નિજ મંદિરેથી નીકળે છે. જે મદન ગોપાલ, માણેકચોક, ફુવારા, ગાંધીરોડ, બાલા હનુમાન, ખાડિયા ચાર રસ્તા, ખાડિયા જૂના ગેટ થઈ રાયપુર નિજ મંદિર પરત ફરે છે. આ નગરયાત્રામાં વેપારીઓ શ્રી શંકર ભગવાનની આરતી ઉતારી, ફૂલહાર ચડાવીને દર્શનનો લાભ અને પ્રસાદ લેય છે. શહેરીજનો વર્ષોથી ચકલેશ્વર મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે. ચકલેશ્વર મહાદેવનું શિવાલય અમદાવાદના રાયપુર વિસ્તારમાં સ્થિત છે. કહેવાય છે કે, શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. ભક્તો ભોળાનાથને જળ, દૂધ, ફુલ અને બીલીપત્ર ચઢાવીને પૂજા કરે છે. સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરતંર જાપ કરી આધિ, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે.
0 comments:
Post a Comment