શ્રાવણ માસ – ભક્તિ અને ઉપવાસનો પવિત્ર સમય
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ એ એક પવિત્ર અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો સમયગાળો છે. પંચાંગ અનુસાર શ્રાવણ માસ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન આવે છે અને ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ ધરાવે છે.
શ્રાવણ માસનું મહત્વ
પુરાણો અનુસાર, સમુદ્રમંથન દરમિયાન જ્યારે હલાહલ વિષ નીકળ્યું ત્યારે ભગવાન શિવે જગતના કલ્યાણ માટે એ પીધું અને નિલકંઠ તરીકે ઓળખાયા. દેવો એ શિવની તાપશક્તિ શાંત કરવા માટે જળાભિષેક શરૂ કર્યો – જે રિવાજ આજે શ્રાવણ માસમાં પણ ચાલે છે.
શિવ ભક્તિ અને પૂજા વિધિ
- પ્રતિદિન સવારે સ્નાન કરીને મંદિર જવું
- શિવલિંગ પર દૂધ, પાણી, ઘી, મધ, શુદ્ધ જળથી અભિષેક કરવો
- બિલ્વપત્ર, ધતૂરો, અક્ડો ચઢાવવો
- મંત્રોચ્ચાર: “ઓમ નમઃ શિવાય”, “મહામૃત્યુંજય મંત્ર”
સોમવારના ઉપવાસનું મહત્ત્વ
શ્રાવણ માસના દરેક સોમવારે ભક્તો ઉપવાસ રાખે છે. સોમવાર ભગવાન શિવનો દિવસ ગણાય છે. મહિલાઓ શુભ પતિ માટે તથા પુરૂષો સંતાન સુખ, આરોગ્ય અને શાંતિ માટે ઉપવાસ કરે છે.
શ્રાવણ માસમાં આવતા મહત્વપૂર્ણ તહેવારો
- દિવાસો
- દશામાં વ્રત
- નાગ પંચમી
- રાંધણ છઠ
- શીતળા સાતમ
- રક્ષા બંધન
- શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
શ્રાવણ માસ અને સ્વાસ્થ્ય
આ મહિનામાં સરળ અને શુદ્ધ આહાર લેવાથી શરીર શુદ્ધ થાય છે. ફળાહાર, ઉપવાસ અને દુધ-પાણી થી શરીર ડિટોક્સ થાય છે અને મનમાં શાંતિ મળે છે.
ઉપસંહાર
આ શ્રાવણ માસમાં આપણે ભક્તિથી શિવજીની ઉપાસના કરીએ, ધાર્મિક વ્રતો પાળીએ અને શાંતિમય જીવન તરફ આગળ વધીએ.
0 comments:
Post a Comment