Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Thursday, 24 July 2025

દિવાસો : સો પર્વનો વાસો એટલે દિવાસો, આજથી સો દિવસ સુધી રહેશે તહેવારોની ઉજાણી

દિવાસો : સો પર્વનો વાસો એટલે દિવાસો, આજથી સો દિવસ સુધી રહેશે તહેવારોની ઉજાણી

અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ (hariyali amavasya) પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી (divaso) જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની (festival) હારમાળા સર્જાય છે. દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી, એટલે કે લગભગ 100 દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે.

દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે. નવપરિણીતાઓ એવરત અને મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠાં વગરનો જ ખોરાક લેવાનો હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે. એવરતમા, જીવરતમાની પૂજા-અર્ચના કરે છે. અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે.

દશા માઁના 10 દિવસીય વ્રતનો આરંભ થશે

દુઃખ હરનારા દશા માઁના 10 દિવસીય ઉત્સવનો ગુરૂવાર અને શુક્રવારથી આરંભ થશે. ઘણાં બહેનો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશા માઁના વ્રતની ઉજવણીનો પ્રારંભ કરતા હોય છે. વ્રતના પ્રારંભે દશા માતાજીની મૂર્તિની વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ સ્થાપન કરી દસ દિવસ દરમિયાન દશા માતાજીની પૂજા-અર્ચના, થાળ, મહાપ્રસાદ, ગરબા-આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી વ્રતની પુર્ણાહૂતિ બાદ દશા માતાજીની મૂર્તિને દરિયા દેવામાં પધરાવવામાં આવશે. દશા માતાના વ્રતને લઈ બજારમાં પૂજાપા, માતાજીના શણગાર સહિતની સામગ્રીની ખરીદીમાં પણ રોનક વધી છે.

TV9 Gujarati 

0 comments:

Post a Comment

Weekly Popular Updates

Catagerios

Our Followers