Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Weekly Popular Updates

Search This Website

Friday, 14 February 2025

મહાકાલની નગરી ઉજ્જૈન મહાકાલેશ્વર મંદીર વિશે જાણો માહિતી

 ઉજ્જૈન વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ. પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું.

ઉજ્જૈન તેના મંદિરોના સિવાય પણ સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના કારણે પ્રખ્યાત છે. વિશ્વ પ્રસિધ્ધ નાટ્યકાર કાલિદાસે તેઓના જીવનના 50 વર્ષ અહીંયા જ વિતાવ્યાં હતાં.

ઉજ્જૈન (ujjain) માં પવિત્ર નદી ક્ષિપ્રા પણ વહે છે. ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ. આ નદીના કિનારે બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

જોવા જઈએ તો મ.પ્ર. ભારતનું હ્રદય સ્થળ છે અને મ.પ્ર.ની વચ્ચે આવેલું છે ઉજ્જૈન. અવંતિપુરી એટલે કે ઉજ્જૈનનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. ઇ.સ. પૂર્વે પાંચમી છઠ્ઠી સદીમાં સોળ જનપદો અને રાષ્ટ્રોમાંથી એક અવંતિ જનપદનો ઉલ્લેખ હતો. કાળગણનાનાં ક્ષેત્રમાં ઉજ્જૈન નગરનું યોગદાન અવિસ્મરણીય છે. સ્ટાન્ડર્ડ ટાઇમ માટે આજે જે મહત્તા ગ્રીનવીચ કરી છે તે ક્યારેક ઉજ્જૈનની હતી.

ધર્મ અને કર્મના આ નગરના પ્રમુખ આકર્ષણ:

મહાકાલ મંદિર  : શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.


મહાકાલનું શિવલિગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે. તંત્રની નજરે આને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, વર્તમાન મંદિર મરાઠાકાલિન માનવામાં આવે છે. આનો જીર્ણોધ્ધાર આજથી લગભગ 250 વર્ષ પહેલા સિંધીયા રાજઘરાનાનાં દિવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો. મહાકાલ શિવલીંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે.

ભસ્મ આરતીના સમયે શિવજીને ગાયના છાણથી બનેલ રાખથી સજાવવામાં આવે છે. પહેલા અહીયાં મડદાની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ અહીયાં ગાયના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો. અહીંયાં સોમવારે અને શ્રાવણ મહિનામાં લાખો શ્રધ્ધાળુઓ આવે છે. શ્રાવણમાં અહીંયા ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં પંડિત જસરાજ મહારાજથી લઈને પંડિત બીરજૂ મહારાજ જેવા ખ્યાતિમાન કલાકારો ભાગ લે છે.

કાલભૈરવ મંદિર: આશ્ચર્ય અને આસ્થાનું અદભૂત મિશ્રણ છે કાલભૈરવ મંદિર. અહીંયા ભૈરવબાબાની મૂર્તિ દારૂ પીવે છે. આને લઈને ઘણી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ રીતે એ જાણવા નથી મળ્યુ કે આખરે દારૂ ક્યાં જાય છે. વામમાર્ગી તાંત્રીકોનું આ પ્રમુખ મંદિર માનવામાં આવે છે. અહીંયા ઘણા પ્રકારની તંત્ર ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ઉજ્જૈન આવનાર દરેક મહાકાલ બાદ તુરંત જ આ મંદિરે જાય છે.

મંગલનાથ મંદિર: સ્કંધ પુરાણના અવંતિકા ખંડમાં આ મંદિરના જન્મથી જોડાયેલ કથા છે. કથા અનુસાર અંધાકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રાક્ષસ જન્મ લેશે. આ રાક્ષસોના અત્યારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુધ્ધ થયું .

તાકાતવર દૈત્ય સામે લડતાં લડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી બે ભાગોમાં ફાટી ગઈ અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રાક્ષસનો અંત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.

હરસિદ્ધી મંદિર: મહાકાલ વનમાં આવેલ હરસિધ્ધ માતાની ગણના 51 શક્તિપીઠોમાં કરવામાં આવે છે. અહીંયાદેવી સતીનાં જમણા હાથની કોણીનો ભાગ પડ્યો હતો. અહીં કાલીદાસની આરાધ્ય દેવી પણ આવેલ છે. મહાકાલી મંદિર ઉજ્જૈનનાં ગઢ વિસ્તારમાં આવેલ છે.

ભૂખીમાતા મંદિર: આ મંદિરમાં રાજા વિક્રમાદિત્યના રાજા બનવાની કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે ભૂખી માતાને રોજ એક જવાન યુવાનની બલી ચડાવવામાં આવતી હતી. પહેલા તેને ઉજ્જૈનનો રાજા ઘોષીત કરવામાં આવતો હતો ત્યાર બાદ ભૂખી મતા તેને ખાઇ જતી હતી. એક વાર એક દુખી માનો વિલાપ જોઇને વિક્રમાદિત્યએ વચન આપ્યુ કે તેના દિકરાની જગ્યાએ તે નગરનો રાજા અને ભૂખી માતાનો ભોગ બનશે.

રાજા બનતા જ વિક્રમાદિત્યએ આખા શહેરને સુગંધીત ભોજનથી શણગારવાનો આદેશ આપ્યો. દરેક જ્ગ્યાએ છપ્પન ભોગ સજાવી દેવામાં આવ્યાં. ભૂખી માતાની ભૂખ વિક્રમાદિત્યને પોતાનો આહાર બનાવતા પહેલા જ ખત્મ થઈ ગઈ અને તેઓએ વિક્રમાદિત્યને પ્રજાપાલક ચક્રવર્તી સમ્રાટ થવાના આશીર્વાદ આપી દીધા. ત્યારે વિક્રમાદિત્યએ તેમના સન્માનમાં આ મંદિરની સ્થાપના કરી.

કાલીદેહ મહેલ: આ મહેલનું નિર્માણ સિંધિયા ઘરાનાએ કરાવ્યું હતું. દંતકથા છે કે ઉજ્જૈનનો ફક્ત એક જ મહારાજા હતો અને તે હતો મહાકાલ. આ સિવાય બીજા કોઇ પણને ઉજ્જૈનમાં રાત ગાળવાની અનુમતી નહોતી. જો તે ઉજ્જૈનમાં રાત ગાળી લે તો જલ્દી તેનું રાજપાઠ નષ્ટ થઈ જાય. આ દંતકથાને લીધે સીંધીયા રાજાઓએ પોતાના રહેવા માટે આ મહેલને બનાવડાવ્યો હતો.


સાંદિપની આશ્રમ: ઉજ્જૈન ફક્ત ધાર્મિક રાજધાની નથી પરંતુ પ્રાચીન કાળમાં શૈક્ષણીક રાજધાની પણ માનવામાં આવતી હતી. દ્વાપર યુગમાં અહીયાં સાંદીપની નામે પ્રમુખ ગુરૂકુળ હતું. અને આ તે જ ગુરૂકુળ છે જ્યાં શ્રીકૃષ્ણ અને સુદામાએ વિદ્યા મેળવી હતી.

અન્ય આકર્ષણ: આ સિવાય અહીયાં વેદશાળા, ભતૃહરીની ગુફા, ચિંતામણી ગણેશ મંદિર, નવગ્રહ મંદિર, રામઘાટ, ગોપાલ મંદિર. ચરધામ મંદિર, ગઢકાલિકા મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર વગેરે જોવાલાયક છે.




To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

0 comments:

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *