*🌸🍂 શિખંડી ની કથા-1*🍂🌸
પાંચાલ નરેશ દ્રુપદ ને દશ રાણીઓ હતી. પણ બધી સંતાન રહીત હતી.દશમી અણ માનેતી રાણી ને ગર્ભ રહ્યો એ ખબર મળતાં રાજા દ્રુપદ ખુબ ખુશ થયા, અણમાનેતી રાણી નાં માન વધી ગયાં.
નવમે માસે રાણીએ સુંદર કન્યા ને જન્મ આપ્યો પણ રાણીએ પુત્ર જન્મ્યો એવાં ખોટા સમાચાર આપ્યા. પુત્રી ને પુત્ર જાહેર કર્યો એ બેજ વ્યક્તિ જાણે છે એક રાણી અને બીજી સુયાણી જે રાણીને વફાદાર હતી.
આખા પાંચાલ પ્રદેશ માં મંગળ અવસર ઉજવાયો. સુયાણી પુત્ર ને મહારાજ પાસે લઈ આવી પણ જેવો પુત્ર ખોળામાં આપ્યો એવો જ સુયાણી એ ચૂટીયો ખણ્યો એટલે બાળક રડવા માંડ્યું એટલે તરત રાજાએ પુત્ર ને પાછો આપી દીધો જેથી રહસ્ય જળવાઈ રહ્યું.
સમય સરતો ગયો પુત્રી શિખંડીની નું લાલન પાલન પુત્રની જેમ થયું અસ્ત્ર શસ્ત્ર માં નિપુણ કરવામાં આવી એક મહારથી ગણાવા માંડી યુદ્ધ માં ભલભલા મહારથીઓ ને માત એવી શૌર્યવાન હતી શિખંડીની.
યુવાન થઈ એટલે લગ્ન લીધાં શિખંડી એ માં ને ખુબ સમજાવી કે એક સ્ત્રી ને બીજી સ્ત્રી સાથે લગ્ન શક્ય નથી પણ માં ડર ના કારણે ન માની ને ધામધૂમથી એક રાજકુમારી સાથે લગ્ન થયા. પેલી રાત્રિ એ જ રાજકુમારી જાણી ગઇ પોતાનો પતિ સ્ત્રી છે. એને પોતાનું જીવન બરબાદ થયું જાણી કોઇને કીધું નઇ અને દશૈયુ નાહી ને પાછી પિયર આવી દીકરીએ માં ને બધી વાત કરી , એટલે માં એ મહારાજ ને કીધું ,
"દ્રુપદે આવડું મોટું કપટ કર્યું" હવે પાંચાલ ઉપર ચડાઈ કરવા નો આદેશ આપ્યો. પણ પ્રધાન બહું બુદ્ધિશાળી હતો. એણે કીધું,
"મહારાજ ઉતાવળ ન કરો આપણે એને પહોંચી શકીએ તેમ નથી પહેલા જમાઇ ને અહીં તેડાવો પછી પરીક્ષા કરો જો વાત સત્ય સાબીત થાય તો યુદ્ધ કરવું તો બીજા રાજ્યો પણ આપણને સહાય કરશે માટે હમણાં જાહેર ન કરો અને જમાઇ ને તડવા નો સંદેશ મોકલો."
મહારાજ ને વાત યોગ્ય લાગી એટલે દ્રુપદ ને સંદેશો મોકલ્યો કે,
"મહારાજ દ્રુપદ અને અમારા જમાઇ સહ પરિવાર તમારી પત્રવધુ ને તેડવા પધારો."
શિખંડી સમજી ગઈ કે આ નિમંત્રણ મારી પરીક્ષા માટે છે, જો હું ત્યાં જઈશ તો બંને વચ્ચે જરૂર યુદ્ધ થવાનું ને યુદ્ધ નું કારણ હું બનીશ. એક મારાં કારણે હજારો માણસો નો વધ થશે, એ પાપ મારાં શિરે હશે. માટે લાવ હું જ મરી જાઉં તો ન રહેવા બાંસ ન બજેગી બાંસુરી. એમ વિચારી શિખંડી કોઈ ને કીધાં વિના ઘોડો લઇ નિકળી ગયો.શિખંડી ઘણે દૂર નીકળી ગ્યો છે.
ત્યાં જંગલમાં એણે ઍક શિવાલય જોયુ, ને બાજુમાં એક કૂવો જોયો, સુનસાન જંગલમાં કોઈ નહોતું એટલે શિખંડી ને થયું આં કૂવામાં પડી હું પ્રાણ ત્યાગી દઉં, એમ વિચારી એ કૂવામાં પગ લટકાવી કાંઠા ઉપર બેઠો. એને એમ હતું કે અહીં કોઈ જોતું નથી પણ શિવાલય ની બાજુમાં એક ગુફામાં જયમંગળ નામનો શિવનો ગણ રહેતો હતો. એ ગણ શિખંડી ને જોતો હતો ગણે વિચાર્યું કે આ કોઈ દુઃખિયારું છે જે આપઘાત કરવાં માટે આ કૂવામાં પડશે તો કૂવો ગોઝારો થશે.
અને નજર સામે કોઈને મરવા કેમ દેવાય. ગણ કૂવા પાસે આવ્યો,
"એ ભાઇ શું ઈરાદો છે ? મરવું હોય તો ક્યાંક બીજે મરજે આ કૂવાનું પાણી ગોઝારું કરીશ માં અને મરે છે શુ કામ." ગણે પુછ્યું.
"મરવું તો છે અહીં નઈ તો બીજે મર્યા વિના છૂટકો જ નથી." શિખંડીની બોલી
"કેમ ભાઇ એવાં કયાં મોટા દુખનાં ડુંગર માથે પડ્યાં કે આત્મ હત્યા જેવું પાપ કરે છે." ગણ બોલ્યો.
"મારું દુઃખ કોઈ ભાંગી શકે તેમ નથી પછી કઈને શો ફાયદો.?" શિખંડીની બોલી.
"અરે તું કેતો ખરો કંઇક ઉપાય હશે તો કરશું." ગણે કીધું. ગણે ભાર દઈને કીધું. એટલે શિખંડી એ પોતાની પુરી કથા કીધી. "હવે સાસરે જાઉં તો ખબર પડી જાય કે હું પુરૂષ નથી સ્ત્રી છું તો યુદ્ધ ફાટી નીકળે એટલે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી."
શિવ ગણ ને દયા આવી એણે ખુબ વિચારી ને કીધું,
"એક ઉપાય છે જે કરવાથી તારું દુઃખ ટળે." ગણ ,બોલ્યો..
"જો હું ભગવાન શિવજી નો ગણ છું તારી કરૂણ કથની સાંભળી મને દયા આવી છે તારૂં દુઃખ મટાડવા હું તને મારૂં પુરુષત્વ ઉછીનું આપું, પણ એક શરતે?" ગણે કીધું.
"અરે ભગવાન હું આપ કહો તે શરત માનવા તૈયાર છું." હરખમાં આવી જઇ શિખંડી એ કીધું.
"જો હું મારૂં પુરુષત્વ છ મહિના માટે તને આપું અને તારું સ્ત્રેણત્વ હું લઇ લઉં પણ છ મહિને તારે મારૂ પુરુષત્વ મને પાછું આપવું પડશે એ મહાદેવ ના સૌગંધ ખાઇને કહેવુ પડશે." ગણે ઉપાય બતાવ્યો...
"હું મહાદેવ ના સૌગંધ ખાઇને કહું છું કે જો તમે મને તમારૂં પુરુષત્વ આપશો તો હું છ મહિને મારુ સ્ત્રેણત્ત્વ પાછું લઈ ને આપનું પુરુષત્વ પાછું આપીશ." શિખંડી એ સૌગંધ ખાઇને કીધું.
અને મહાદેવ નાં મંદિરમાં બેય આવ્યા. અને ગણે ભગવાન શિવની આરાધના કરી હાથમાં ગંગાજળ લઈ કીધુ,
"હે મહાદેવ! મારા એક હજાર વર્ષનું તપ આ શિખંડી ને આપું છું તેને મારૂં પુરુષત્વ આપો એનું
સ્ત્રેણત્વ મને આપો." બોલી ગણે ગંગાજળ શિખંડી ઉપર છાંટ્યું ને ચમત્કાર થયો શિખંડી સ્ત્રી માંથી પુરૂષ થઇ ગયો ને ગણ સ્ત્રી બની ગયો.
ગણ નો આભાર માની ને મર્દ શિખંડી પાછો રાજ્યમાં આવ્યો એનું નવું રૂપ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા.
હાથી,ઘોડા, ઊંટ,સિગરામ,રથ,ગાડા,ને પગપાળા આખો રસાલો શિખંડી ના સાસરે આવ્યો બહાર ડેરા તંબુ તાણ્યા છે. એક પછી એક લોકો મળવા આવે છે
મહારાજ, મહારાણી અને રાજકુમારી ત્રણેય મહારાજ દ્રુપદ ને મળવા આવ્યા છે અને
શિખંડી ને રાજમહેલમાં આવવા નું નિમંત્રણ આપ્યું છે અને શિખંડી તૈયાર થઈ મહેલે આવ્યો છે. એનું શરીર સૌષ્ઠવ જોઇ રાજકુમારી આભી બની ગઇ.
ચાર દાસીઓ કુમાર શિખંડી નેં સ્નાન ઘરમાં લઈ આવે ગુલાબ જળ ની કુંડીઓ માં સ્નાન કરાવે છે ખુદ રાજકુમારી અંદર આવેછે અને શિખંડી નેં પુર્ણ પુરૂષ જોઇ અચંભો પામે છે.
રાજમહેલમાં સૌ ને ખબર પડી જાય છે કે જમાઇ પુર્ણ પુરૂષ છે
પંદર દિવસ રોકાઇને રસાલો પાછો ફરે છે. કૌપીલ્ય નગરમાં આવેછે
શિખંડી ના મહેલમાં શિખંડી ની રાણી શિખંડીની રાહ જુએ છે.
પુર્ણ પુરૂષ ની જેમ શિખંડી આવ્યો રાણી સાથે રંગરાગ ખેલ્યાં. છેવટે રાણીએ પૂછ્યું,
" સ્વામી આ પરિવર્તન કંઈ રીતે શક્ય બન્યું માત્ર હું જ જાણતી હતી કે તમે સ્ત્રી છો તો આ પુરુષત્વ ક્યાંથી આવ્યું?" રાણીએ માફી માંગી ને પુછ્યું.
"ભગવાન શિવ નાં ગણે આપ્યું વધું કહેવાની મનાઈ છે હવે આગળ નો પૂછતાં" શિખંડી એ કીધું.
રાણી મૌન બની ગઇ ઇશ્વર નાં ખેલ કંઈ અનેરા જ હોય છે. હવે પેલાં ગણ નું શું થયું હશે એ જોઈએ.
જય મંગળ ગણ જે ગુફામાં રહેતો હતો ત્યાં થી એક ત્રણ ચાર શિવ ગણો નીકળ્યા, એમાં એક શિવ ગણ બોલ્યો,
"અરે અહીં તો નજીકની ગુફામાં આપણે જય મંગળ રહે છે ઘણા સમયથી મળ્યા નથી હાલો આજે તો એનાં મહેમાન બનીએ."
"અરે હા ચાલો આટલે આવ્યા છીએ તો મળતાં જઈએ." બીજો ગણ બોલ્યો.
અને બધાં જય મંગળ ને મળવા ગુફા પાસે આવ્યા ગુફા બહાર એક સેવક ઉભો હતો એણે બધાને અંદર જતાં રોક્યા.
ક્રમશઃ
ગોપાલ બારોટ લોકસાહિત્યકાર
0 comments:
Post a Comment