દશામાંનું વ્રત 10 દિવસ કરવામાં આવે છે.
દશામાં વ્રત તિથિ અને શુભ મુહૂર્ત
24 જુલાઈ ગુરૂવારે દશામાં વ્રતનો થશે પ્રારંભ
દશમ તિથિ પ્રારંભ સવારે 24 જુલાઇ 5:39 કલાકે
દશમ તિથિ સમાપ્ત 25 જુલાઇ સવારે 5:05 કલાકે
આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરે છે.
કેવી રીતે કરવુ દશામાનું વ્રત - દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
 દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
 પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું.
દશામાં વ્રતકથા
સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણોજ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી , પણ રાજા એની વાત કદી ન સાંભળતો.
એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી  કે તમે બધા શું કરો છો. ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું -
 અમે દશામાનું વ્રત કરી એ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર, લઈ દસ ગાંઠ વાળવી . ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા... ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું... કેવી રીતે કરવું વગેરે જણાવ્યું.
દાસીએ  મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું . એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું-
 " આ વ્રત  તો ગરીબ ગુરખા માટે છે, આરે તોઘણી સાહ્યબી છે... ધન દોલત, નોકર  ચાકર,  બાગ-બગીચા  , રાજ-પાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે " . રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને  રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર , ગર્વ અને અભિમ આનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાઅં આવીને 'મા..મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો    'મા .. હે  મા
કળયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહી શકે , માટે આવો કોપ કદી ન કરશો "
 દશામા મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા "તારી વાત કબૂલ કરૂં છું . કળયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે , તેની દશા સદા સારી રહેશે! આમ કહી  દશામા અદૃશ્ય થઈ ગયા.
 રાજા-રાણી બન્ને કુંવરો સાથે પોતાના  રાજ્યમાં આવ્યાં. અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળ્વ્યું હતું  રાજા-રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા
 ' હે દશામાં ! જેવા  રાજા-રાણીને ફ્ળ્યાં, તેમ વ્રત કરનાર સર્વને ફળજો.
 
 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
0 comments:
Post a Comment