જુનાગઢ મહા શિવરાત્રી નો મેળો મહા વદ નોમ થી મહા વદ તેરશ ની મહા શિવરાત્રી સુધી 5 દિવસ માટે ગિરનાર તળેટીમાં ભવનાથ વિસ્તારમાં ભરાય છે જેમાં મહા વદ નોમ ના પહેલા દિવસે શ્રી ભવનાથ મહાદેવ ખાતે મંદિર ઉપર નવી ધ્વજા જી નું આરોહણ થાય છે અને મેળો ખુલ્લો મુકવામાં આવે છે.
આ મેળા ની એક વિશિષ્ટતા એ છે કે આખા વિશ્વમાં રહેલા નાથ, નાગા, અઘોર, દશ નામી વગેરે તમામ સાંપ્રદાય ના સાચા સાધુઓ ધ્વજા રોહણ થાય ત્યાર થી ભવનાથ ખાતે ઉપસ્થિત થઈ જાય છે અને તેમનાં ધૂનa ચાલુ થઈ જાય છે. તે મહા શિવરાત્રી ને દિવસ રાત્રે 12:00 વાગે ભવનાથ મંદિર ખાતે આવેલ મૃગી કુંડમાં મહા સ્નાન કરી ભવનાથ મહાદેવ માં મહાપૂજા અને મહા આરતી કર્યા બાદ ગુપ્ત રીતે ગામમાં નાગર વાડા માં આવેલ શ્રી માંગનાથ મહાદેવ મંદિર ખાતે મહા આરતી કરી વિદાય લે છે. પણ અજાયબી અને આશ્ચર્યો એ છે કે આ માનો એક પણ સાધુ ક્યારેય કોઈને ટ્રેન, બસ, રીક્ષા જેવા એક પણ વાહન માં આવતા કે જતા દેખાતાં નથી. તેઓ ક્યાંથી, ક્યારે, કઈ રીતે આવે છે અને જાય છે તે એક રહસ્ય જ છે. શ્રી માંગનાથ મંદિર એ માંગ ભગત ને ભવનાથ મહાદેવ એ આપેલ વરદાન થી પ્રગટ થયેલ સ્વયંભૂ લિંગ છે જેની પૂજા કરવા સંતો મહા શિવરાત્રી ની રાત્રે પધારે છે.
શાસ્ત્ર માં ત્રણ રાત્રિ ઓ નું માહાત્મ્ય છે. કાલ રાત્રિ એટલે કાળીચૌદસ જે માતાજી સાથે સંલગ્ન છે, મહા રાત્રિ કે જે ભગવાન શિવ ના લગ્ન અને વિષ પાન સાથે સંકળાયેલ છે અને મોહ રાત્રિ એટલે કે જન્માષ્ટમી. આમ મહા શિવ રાત્રિ ની રાત્રિ એ ભગવાન શિવ ના પૃથ્વી ઉપર ના અવતરણ અને લીલા ની રાત્રિ છે અને એમ કહેવાય છે કે આ પાંચ દિવસ ભોળાનાથ પોતે જુનાગઢ ભવનાથ ની ભૂમિ માં હોય છે અને મૃગી કુંડમાં મહા સ્નાન કરવા જેટલા સાધુઓ ડૂબકી મારે તેમાં થી એક ઓછા બહાર આવે છે જે ભોળાનાથ સ્વયં હોય છે એટલે જુનાગઢ માં કાયમી રહીશ વ્યક્તિ ઓ એ આ પાંચ દિવસ દરમ્યાન જુનાગઢ ની આસપાસ ના 12km નાં પરિઘ માથી બહાર જવું નહીં કારણ ભગવાન શિવ પોતે ત્યાં હાજરા હજૂર હોય છે જેની ઓરા અને ઊર્જા અનુભવાય છે
બીજું આશ્ચર્ય એ છે કે જાણ્યા અજાણ્યા અસંખ્ય ભંડારા ઓ, દાતાઓ અને સ્વયં સેવક ઠેર ઠેર થી આવે છે અને સવાર ના ચા, નાસ્તા થી માંડીને આખી રાત ભાt ભાતના ભાવતા ભોજન આગ્રહ કરીને પીરસta હોય અને આટલાં ભોજન ખુલ્લા માં બનીને પીરસવામાં આવતા હોવા છતાં ક્યારેય કોઈને કોઈ ભંડારા માં ફૂડ પોઇજનીગ થયું હોય, ખાવાનું ખૂટયું હોય કે કોઈ ભૂખ્યું સૂતું કે ઉઠયું હોય તેવું બન્યું નથી. માલપૂઆ, દૂધપાક, જલેબી, ભજીયા, થી માંડીને ખીચડી કઢી, રોટલો, ઓળો સુધીની વાનગી માગતા ભૂલો એવા પ્રેમ અને આદર થી 24 કલાક પીરસવામાં આવે છે જે આતિથ્ય સત્કાર અમૂલ્ય અને માત્ર ને માત્ર સોરઠી વિવેક અને સંસ્કાર મા જ શક્ય છે. આવું j અન્ય આશ્ચર્ય ઉતારા ઓ નું છે. અસંખ્ય જ્ઞાતિ ઓ ના અને સાર્વજનિક ઉતારા ભાવિકો ને માત્ર રોટલો j નહીં ઓટલો પણ પૂરો પાડે છે અને ખુલ્લા જંગલ માં તમ્બુ ના ઉતારા માં પણ કોઈ ને સિંહ દિપડા તો ઠીક પણ મચ્છર પણ કરડ્યા દાખલો નથી એ પણ એક ચમત્કાર છે
આ ઉપરાંત હજારો ફેરિયાઓ, દુકાનદારો, પાથરણા વાળા, ચકડોળ વગેરે રાઇડર્સ, વાહનો, જુનાગઢ ના વેપારી ઓ વગેરે ને બાર મહિનાની રોજી પૂરી પાડે છે કારણ જુનાગઢ માં કોઈ ઉદ્યોગ ધંધા ન હોય ગિરનાર પરિક્રમા અને મેળો એ j જુનાગઢ જિલ્લા ni જીવાદોરી છે.
એક વિશિષ્ટતા જે હું વર્ષો થી અનુભવું છું કે આપની આસપાસ કે સાવ બાજુમાં આખી રાત ગમે તેટલા મોટા અવાજે માઇક માં ભજન, ડાયરો વગેરે ચાલતા હોય તેમ છતાં આપણે ઘસઘસાટ ઊંઘી જઈ શકીએ છીએ. અને જાણે ટ્રાન્સ માં જતા રહ્યા હોઈએ તેટલી શાંતિ અને ગાઢ નિદ્રા, કદાચ સમાધિ અવસ્થા માં પહોંchay છે જે કદાચ ઘરમાં થોડા અવાજ માં પણ શકય નથી. લાખો ની ભીડ વચ્ચે પણ સ્વ સાથેનું તાદાત્મ્ય સતત રહે છે જે સ્વાનુભવ થી જ સમજવું શકય છે
સામાન્ય રીતે મહા શિવરાત્રી માં અને તેમાં પણ ભવનાથ તળેટીમાં ઠંડી ખૂબ હોય છે તેમાં શરીર ઉપર માત્ર ભભૂતિ અને રુદ્રાક્ષ ધારણ કરેલ સંપૂર્ણ નિર્વસ્ત્ર સાધુઓ પાસે પહેરવાનું તો ઠીક પણ રાત્રે કઈ ઓઢવાનું પણ હોતું નથી અને ઇચ્છતા એમને તો ઠીક પણ આપણ ને પણ એક છીંક પણ આવતી નથી કે એમaના કોઈને જ જોઈ ને અબાલ વૃધ્ધ ને મનમાં પણ કોઈ વિકાર ઉત્પન્ન થાતો નથી.
નરસિંહ મહેતા ધામ ની બાજુમાં તેની પહેલાં ગોરખ નાથ નો આશ્રમ છે જેને દ લી ચો કહે છે તેમાં રહેતા નાથ સંપ્રદાયના સાધુઓ ને તેની બહાર નીકળવાની મનાઈ છે. તેઓ રવાડી માં પણ ભાગ લેતા નથી. તેનો તમામ ખર્ચ શેરનાથજ
જી ના આશ્રમ એ ભોગવવા નો હોય છે તેની સેવા જોઈ ને કાન વીંધ્યા બાદ તેને અલગ અલગ સેવા ફાળવવા માં આવે છે જે તેને કાયમ કરવાની રહે છે તેનો કોષાધ્યક્ષ દર વર્ષે બદલાય છે જે બહારથી આવે છે.
દશનામી અખાડો કે જે ભવનાથ મંદિર પાછળ છે તેના અધ્યક્ષ ને થાણા પતિ કહે છે અને તમામ અખાડા ઓ ને કોઈ પણ સંદેશ, આમંત્રણ વગેરે માત્ર ને માત્ર આ થાણા પતિ મારફત જ પહોંચાડવામાં આવે છે હાલમાં પૂજ્ય બુદ્ધ ગિરિ બાપુ થાણા પતિ છે જેનો બીજો આશ્રમ ગેંડા અગd રોડ ઉપર છે. આ સાચા સંત છે જેનો ફોટો આ સાથે છે.
રવાડી માં ત્રણ પાલખી હોય છે. ગુરુ દત્તાત્રેય જી ની ગણેશ જી ની અને ગાયત્રી જી ની જેને ભક્તો ઉપાડે છે અને જે દશ ના મી અખાડા માં હોય છે
મૃગી કુંડમાં સાધુઓ ના સ્નાન પછી ભાવિકો સ્નાન કરે છે પછી મેળો વિખેરાય છે અને બીજે દિવસે તમામ સાધુઓ ભવનાથ થી સત્તાધાર અને સોમનાથ જાય છે જ્યાં તેનો ભંડારો અને ભેટ પૂજા થાય છે ત્યાંથી તેઓ વિખેરાઈ સ્વ સ્થાને સીધા વે છે પણ સત્તાધાર અને સોમનાથ પણ ક્યાંય કોઈ વાહન માં ક્યારેય કોઈને કોઈ એ જતા આવતા જોયા નથી એ પણ એક આશ્ચર્ય અને તેમનું સત છે.
ભંડારા ઓ માં મુખ્યત્વે શેર નાથ આશ્રમ, પ્રેરણા ધામ, આપા ગીગા નો ઓટલો, ગાયત્રી મંદિર, દુધેશ્વર ખોડીયાર, લક્ષ્મણ ગઢવી, દોલત રામ બાપુ, પ્રજાપતિ સમાજ, અગ્નિ અખાડો, આહવાન અખાડો વગેરે વગેરે છે જેમાં રોટલી ના મશીન થી માંડીને જાત જાતના આધુનિક યંત્રો આવી ગયા છે. લીલા શાક ભાજી, દૂધ, દહીં , છાશ વગેરે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મોટે ભાગે દેશી શુદ્ધ ઘી, મગફળી નું તેલ વગેરે શુદ્ધ ખાધ સામગ્રી હોય છે. આટલે બધે થી આટલો શ્રમ કરીને પૈસા j ખર્ચવા આવનાર નબળું શું કામ આપે? હા, જુનાગઢ ગામમાં ત્યારે શાક, દૂધ, બધાની અછત થઈ જાય છે. અને હવે તો ગામના પણ મોટા ભાગના લોકો ઓછામાં ઓછા એક દિવસ તો ભંડારા નો પ્રસાદ લેવા અચૂક જાય છે. સામાજિક, અને વૈજ્ઞાનિક રીતે પ્રગતિ પામેલ માણસ એ રીતે ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ કદાચ ઉન્નત બન્યો છે. સારા સારા ઘરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ પાંચ દિવસ કામ ધંધો મૂકી ને ભંડારા માં સેવા કરવા પણ ખૂબ જાય છે. સમૂહ જીવન, સાંસ્કૃતિક પરંપરા અને વીરાસત્ નું આ એક નોંધનીય જમા પાસું છે. ધર્મો રક્ષતી રક્ષિત:!
આપણે પણ બે દિવસ વહેલા જઈ ને કે નરસિંહ મહેતા ધામ માં કે ક્યાંય પણ રોકાઈ ને કોઈ પણ ભંડારા માં શકય તેટલી છેવટ બે કલાક પણ સેવા અને યથા શક્તિ દાન કરી શકીએ. બહેન તૃપ્તિ અને સોનલ માંકડ વર્ષો થી દુધેશ્વર માં સેવા આપે છે.
0 comments:
Post a Comment