👉નીલકંઠધામ, પોઈચાઃ અહીં શિખરબધ્ધ મંદીરમાં નિલકંઠવર્ણીન્દ્ર (ભગવાન સ્વામીનારાયણ)ની મુર્તી સ્થાપિત કરેલી છે.
🌹આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું.
🌹નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે, જે ભરૂચથી આશરે ૮૦ કિ.મી. અને વડોદરાથી ૬૦ કિમી દૂર છે.
આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે સાથે સાથે આ અર્વાચીન નીલકંઠ મંદિર ભારતીય પ્રાચીન સંસ્ક્રુતીનું દર્શન કરાવે છે.
�🌹ઐતિહાસિક માહાત્મ્ય: સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ 21 દીવસનો મહોત્સવ અને મહાયજ્ઞ સાથે મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાનને પશ્ચિમનું પ્રયાગ પણ કહેવામા આવે છે.
🌹મંદિરની વાસ્તુકલા જોવા લાયક છે. અહીંના મંદિરમાં આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે.
🌹લગભગ 105 એકરમાં ફેલાયેલું આ મંદિરમાં રજાના દિવસોમાં મેળા જેવો માહોલ હોય છે. આ સમગ્ર મંદિર નીલકંઠધામ અને સહજાનંદ યુનિવર્સ એમ બે ભાગોમાં વહેંચાયેલું છે. મંદિરના દ્વાર પર ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ છે. તો મંદિરની અંદર વિશાળ સરોવર બનેલું છે. જેની વચ્ચે, શિવલિંગ, ગણેશજી, હનુમાનજીના મંદિર સાથે અન્ય ઘણા નાના-નાના મંદિરો છે.
🌹અહીં સાંજની આરતી સમયે રોજ હાથી સાથે સવારી નીકળે છે. આ શોભાયાત્રા જોવાનો લહાવો એકવાર લેવા જેવો છે.
🌹અહીં 108 ગૌમુખી ગંગાથી વહેતી નર્મદા નદીના જળમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની ભીડ સવારથી લઈને સાંજ સુધી હોય છે.
🌹પોઈચા ધામથી નર્મદા નદીના સામે કિનારે કરનાળી ગામ આવેલું છે.જ્યાં કુબેર ભંડારીનું મંદિર આવેલું છે. નર્મદાનદીમાં હોડકા દ્વારા સામે કિનારે કુબેર ભંડારી મંદિરે દર્શન કરવા જઈ શકાય છે. તથા રોડ દ્વારા આશરે ૧૪-૧૫ કિ. મી. ના અંતરે આ મંદિરે જઈ શકાય છે.
🌹કેવી રીતે પહોંચશો?
વિમાન દ્વારાઃ નજીકનું હવાઈ મથક વડોદરા છે, જે 65.8 કિલોમીટર દૂર છે.
ટ્રેન દ્વારાઃ નજીકનું રેલવે વડોદરા છે, જે લગભગ 61.9 કિલોમીટર દૂર છે.
રોડ માર્ગ દ્વારાઃ
નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર અમદાવાથી પોઈચા નીલકંઠધામ 169 કિલોમીટર દૂર આવેલું છે. કાર દ્વારા તમે માત્ર પોણા ત્રણ કલાકમાં પોઈચા પહોંચી જશો.
ભરૂચથી આશરે 80 કિ.મી. અને વડોદરાથી 60 કિ.મી. દૂર આવેલું છ્.
🌹રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થાઃ
અહીં રહેવા માટે હોટલ જેવી સુંદર અતિથિ ભુવનની વ્યવસ્થા છે.
જમવા માટે ભોજન કક્ષમાં સુંદર પૌષ્ટિક ભોજન/ અલ્પાહારની ખૂબ જ કિફાયતી દરે સરસ વ્યવસ્થા છે.
આરતી સમયઃ
સવારે 05:00 વાગ્યે.
સાંજે : 06:00 વાગ્યે.
મંદિરમાં દર્શનનો કરવાનો સમયઃ
મંદિર દર્શન - સવારે 9:30 થી 8.00,
અભિષેક દર્શન સવારે- 5:30 થી 06:00,
લાઇટ શૉ દર્શન - 7:00 થી 10:00
0 comments:
Post a Comment