અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું શાંતીપૂર્ણ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળ-સાબલી ધામ (મીની પાવાગઢ)
અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં એક અદ્વિતીય અને આહલાદક હિલ સ્ટેશન આવેલું છે, જે પ્રકૃતિના શાંતીસભર વાતાવરણ અને સુંદર દ્રશ્યો માટે અને મીની પાવાગઢ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થળે પહાડી પર શક્તિસ્વરૂપે માતા મહાકાળીનો સ્વયંભૂ પ્રગટ થયેલ પ્રાચીન મૂર્તિસ્થાન છે, જે હજારો વર્ષ જૂનું છે. તેની અલૌકિક શક્તિ અને વિશિષ્ટ મહત્વને કારણે આ સ્થળને 'મિની પાવાગઢ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર સ્થાન શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ હંમેશા જોવા મળે છે, અને એક ભક્તિમય તેમજ આનંદમય માહોલ સર્જાય છે.
-શ્રદ્ધાનું પ્રાથમિક કેન્દ્ર: શ્રી કાળભૈરવ દાદાનું મંદિર
માતા મહાકાળીનું દર્શન કરવા જતાં પહેલાં દાદાશ્રી કાળભૈરવજીનું મંદિર નીચે આવેલું છે. આ મંદિર ગુજરાતનું પ્રથમ અને પ્રાચીનતમ મંદિર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં દાદાશ્રીના દર્શન કરીને ઉપર માતા મહાકાળીના દર્શન માટે જાય છે, જે આ યાત્રાનું મુખ્ય આકર્ષણ છે.
-નવું આકર્ષણ: આદિયોગી મહાદેવની પ્રતિમા
હાલમાં, આ સ્થળ પર નદી અને ડુંગર વચ્ચે ભગવાન મહાદેવના આદિયોગી સ્વરૂપની ભવ્ય પ્રતિમા અને એક કોરિડોરનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા આ સ્થળ વધુ આકર્ષક બનશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે નવા અભિગમ વધારશે.
-પરિવારમાં તહેવારમય પ્રવાસ:
આ સ્થાનોનું મહત્વ માત્ર ધાર્મિક દર્શન સુધી મર્યાદિત નથી, પરંતુ આ સ્થળ પરિવાર અને મિત્રો સાથે શાંતીપૂર્ણ સમય ગાળવા માટે ઉત્તમ છે. માતા મહાકાળીના દર્શનથી જીવનમાં ધન્યતા અનુભવી શકાય છે અને આ સ્થળની પ્રકૃતિ સાથેનો સાનિધ્ય એક અલગ જ આનંદ અને શાંતીનો અનુભવ કરાવે છે.
આ શાંતીમય અને આહલાદક સ્થળ ગુજરાતની ધર્મપ્રિય પ્રજા માટે અત્યંત પ્રિય છે અને પ્રત્યેક વ્યક્તિ માટે જોઈને હર્ષ અનુભવવાનો અવકાશ પૂરો પાડે છે.
આ ધર્મ અને પ્રકૃતિનો મિશ્રણ પ્રદેશ ગુજરાતના હૃદયમાં સ્થિત છે, જ્યાં દરેક પ્રવાસી શાંતી અને આનંદ અનુભવે છે. પરિવાર સાથે અથવા મિત્રમંડળ સાથે આ સ્થળની મુલાકાત લઈને જીવનમાં નવી તાજગી અને શક્તિ પ્રાપ્ત થાય છે.
હું પોતે પાછો પ્રકૃતિપ્રેમી અને મનને આકર્ષિત કરતી પ્રાકૃતિક સૌંદર્ય
ને નિહાળવું અને શાંતિના સાનિધ્યમાં ખોવાઈ જવું મને વધારે ગમે અને સાથે એ સમયગાળા દરમ્યાન તે પળોને કેપ્ચર કરવી મને બહુ ગમે એનો હું આનંદ માણું છું આવા સ્થળો હંમેશા એક ફ્રેશ ઊર્જા અને તાજગી નો અહેસાસ કરાવે છે
અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં વસેલું આ સ્થળ માત્ર શ્રદ્ધા માટે જ નહીં, પરંતુ તેની અદ્વિતીય પ્રકૃતિ માટે પણ પ્રસિદ્ધ છે. અહીંની લીલીછમ ધરતી, શાંત નદીઓ અને ઉંચા પર્વતો એક અનોખી શાંતી અને આનંદની અનુભૂતિ કરાવે છે. ડુંગરોથી આવતા ઠંડા પવનના ઝોકા મનને તાજગી આપે છે, જ્યારે ચારે તરફ ફેલાયેલી હરિયાળી પ્રકૃતિપ્રેમીઓની સાથે આપના પરિવાર અને મિત્રોને અદભૂત દ્રશ્ય માણવાનું આમંત્રણ આપે છે.
સ્થળ - હિંમતનગર થી 25 કિમી ના અંતરે
0 comments:
Post a Comment