ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ના અવતાર રામ અને સીતા, રાજા દશરથના અવસાન પછી તેમના પિંડદાન હેતુ બિહારમાં આવેલ બોધ ગયા પહોચ્યાં. એ સમયે કઈક એવી ઘટના બની કે માતા સીતા એ ચાર લોકોને એવો શ્રાપ આપ્યો કે જેનો પ્રભાવ આજ સુધી છે. તમને અમે અહી જણાવીશું કે કોણ છે એ ચાર લોકો જે આજ પણ માતા સીતા એ આપેલ શ્રાપ ભોગવે છે.
બોધ ગયા પહોચ્યાં પછી ભગવાન રામ અને લક્ષ્મણ પિંડ દાન ની સામગ્રી લેવા ગયા પરંતુ સમાન લઈને આવવામાં તેઓને ઘણો સમય લાગ્યો અને પિંડદાન નો સમય પસાર થઈ રહ્યો હતો એ સમયે ત્યારે અચાનક રાજા દશરથે દર્શન આપ્યા અને પિંડદાન કરવા માટે કહ્યું, એમને કહ્યું કે એમને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે સીતાએ કહ્યું કે એમને તેમના પુત્રોના આવવાની રાહ જોવી પડશે જેથી એ રોખા અને તેલના પિંડ બનાવીને દાન કરી શકે, પણ દશરથે રાહ જોવાની ના પાડી દીધી. અને માતા સીતાને ફલ્ગુ નદીના કિનારે રેતીના પિંડ બનાવીને દાન કરવાનું કહ્યું.
ત્યારે રામ અને લક્ષ્મણના આવ્યા પહેલા માતા સીતાએ બધી જ વિધિ પ્રમાણે પિંડદાન કરી દીધું. એ સમયે ત્યાં જે પાંચ સાક્ષી હતા મતલબ કે માતા સીતાને પિંડદાન કરતાં જોઇ રહ્યા હતા એ ક્રમશઃ વડનું વૃક્ષ, ફલ્ગુ નદી, એક ગાય, એક તુલસીનો છોડ અને એક બ્રહમાણ હતા.
જ્યારે રામ અને લક્ષ્મણ પરત ફર્યા અને પિંડદાનના વિષયમાં પુછ્યું ત્યારે માતા સીતાએ સમયનું મહત્વ બતાવતા કહ્યું કે, તેઓએ પિંડદાન કરી દીધું છે. પોતાની કહેલી આ વાત ને સાબિત કરવા માટે સીતાએ એ પાંચેયને રામને સત્ય બતાવવા કહ્યું પરંતુ વડના વૃક્ષ સિવાય નદી, ગાય, બ્રહમાણ અને તુલસી બધાએ અસત્ય કહ્યું કે સીતાએ કોઈ પિંડદાન નથી કર્યું. ત્યારે સ્વયમ રાજા દશરથની આત્મા એ પ્રગટ થઈને ભગવાન રામ અને લક્ષ્મણ સામે એ સ્વીકાર્યું કે સીતાએ વિધિપૂર્વક એમને પિંડદાન કરેલ છે ત્યારે સીતાજીએ કહેલ સત્ય સાબિત થયું.
પરંતુ આ વાત અહી પૂરી નથી થતી એ ચારેયને શ્રાપ આપ્યો. ફલ્ગુ નદીને માતા સીતાએ શ્રાપ આપ્યો કે ગયા માં ફલ્ગુ નદી ફક્ત પૃથ્વીની નીચે જ વહેશે અને ઉપર થી સદાય સુખી જ રહેશે. ગાયને શ્રાપ મળ્યો કે ગાય ની દરેક ઘરમાં પુજા તો થશે પણ તેણે હંમેશા એઠું ખાવાનું જ ખાવું પડશે. તુલસીને શ્રાપ મળ્યો કે ગયામાં કોઈપણ તુલસીનો છોડ નહીં ઊગે. બ્રહમાણ ને શ્રાપ મળ્યો કે ગયા ના બ્રહમાણ ક્યારેય જીવનમાં સંતુષ્ઠ નથી થાય અને કાયમ દરિદ્રતા માં જ જીવન જીવશે. અને અંતમાં સીતાજીએ વડના વૃક્ષને વૃક્ષને વૃક્ષને વરદાન આપ્યું કે જે કોઈ પણ ગયા માં પિંડદાન કરવા આવશે એ વડના વૃક્ષને પણ પિંડદાન કરશે. તો આ રીતે સીતા માતાનો શ્રાપ ત્યાં હાજર ચારેય સાક્ષી આજે પણ ભોગવી રહ્યા છે.
0 comments:
Post a Comment