રામાપીર પાટ પૂજા
*સરસ્વતી મંત્ર*
ઉઠે ગુરુજી સરસ્વતી માયતીને જુગ જાણી, હંસ ચડી સુનાવે વાણી. તેરી વાણી લિખ દો ચાર, વિદ્યા દો મોહિ બાંહ પ્રસાર, ખેતે કરુ ન બણજે જાઉ, વિદ્યા કે બલ બૈઠો ખાવું. મોહિ બસે શનિશ્વર દેવ, દ્રવ્ય કિસી કે લાવું હથેલી હ હનુમાન બંસ, મેરુ બસે કપાલ. સરસ્વતી જાપ સંપૂર્ણ ભયા, ગાદી પર બૈઠ ગુરુ ગોરખનાથજીને કહા.
*ભગવા ભેશ કા ગુરુ મંત્ર*
3ૐ ગુરુજી અરબે નિર્ભય ધંધુકારા. શિવ-શક્તિ મિલ કિયા પસારા. આવો શક્તિ ઐસા કીજે, નખ સે ચીરા અંદર દીજે, ચીરા દેકર ભંગ બનાયા, જિનમેં નિકળ્યા ગેરું પાણી, સવા હાથના ભગવા રંગિયા, દત્તજી ચલે દિસવારા કરિયા,
ભગવા ભેશ, દત્ત દિગમ્બર, ગોરખબાલા લીના અલખ તણા ઉપદેશ. ભગવા કા ગુરુ મંત્ર જાપ સહી તો સદા શિવજીને કહા.
અલખનો મંત્ર
*ગુરુજી આવો*
અલખ શિવભક્તિ પરમ જ્યોત અપારા. ધરું ધ્યાન અલખ કો, જપુ અજંપા જાપ. અલખ નો શ્વાસામે સિમરણ ઘટમે.
*કળશ સ્થાપન મંત્ર*
ગુરુજી અસંખ્ય જુગા પહેલે સુનાકાર, સુનાકારમે જલ, જલ પર થલ, થલ કે ઉપર પાદકીયા, પાદકીયા કે ઉપર સાદકીયા, સાદકીયા કે ઉપર કોરમ, કોરમ પર બાસક, બાસક પર ધોલ, ધોલ પર સિંગ, સિંગ પર રાઈ, રાઈ પર ઉભ્યાસ ક્રોડ પૃથ્વી કરાઈ. આદિ પુરુષને કલશ સ્થાપીયા પિંડ બ્રહ્માંડ કા ક્રિયા વિચાર. સપ્તઋષિ મિલ ભલે બૈઠા. અઠોતર ક્રિયા લીની સુધારે.
થાપું બ્રહ્મા થાપું ઈન્દ્ર, થાણું સહસ્ર કલા ગોવિંદ. દુર્વાસાજી થાપે દોય કર જોડ, બૈઠા સાધુ સુર તેતીસ ક્રોડ. કલશ થાપને કા જાપ સહી ઋષિ દુર્વાસાજીને કહા.
જ્યોત પ્રગટાવાનો મંત્ર
शुरु જલમાં થલ, થલમેં ધરતી, ધરતીમેં પાટ, પાટમાં મોતી, મોતીમાં ચકરી, ચકરીમે, પાન, પાનમે અંત, અંત મે કલી, કલીમે કપૂર,
*કપૂરમાં જ્યોત, જ્યોતમાં મહાજ્યોત,
બાલા સુંદરી પીર રામદેવજીએ પ્રગટાવી. તબ તો જ્યોત અખંડ ભઈ*
ઈશ્વરી હર નમું પીડ બ્રહ્માંડ વચન નમું, અને નમું સુરતા રાણી. તબ બ્રહ્માજીએ જ્યોત જગાઈ.
જ્યોત કારણ આવ્યા. બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ અને આવ્યા તેત્રીસ કોટી દેવ અને વહે ગતમાં નિર્મળ નીર,
*ગંગા-જમના સરસ્વતી રહ્યા જ્યોતિર્મય. જ્યોતમંત્ર સંપૂર્ણ હુવા*
અનંતકોટી સિદ્ધોમાં બેઠકર શિવ-શક્તિને કહા.
*: શ્રી રામદેવ પીરનો પાટ, પૂજા-વિધિ અને મંત્રો :*
ગુજરાતમાં રામદેવજી મહારાજના પાટ-પૂજાનું વિશેષ મહત્વ છે. ગુજરાતનાં ગામડે ગામડે હર એક ઘરોમાં રામદેવજીની ભક્તિ અને ઉપાસના થાય છે. રામદેવજીના ઉપાસકો માટે પાટ-પૂજા એક વિશેષ મહત્વની છે.
ગુજરાતમાં અત્યારે રામદેવજીની પાટ-વિધિ બે પ્રકારે થાય છે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડદે પાટ થાય છે. જ્યારે ગુજરાત વિસ્તારના ઘણાં ગામડાઓમાં ખુલ્લો પાટ થાય છે. તેના બધાં દર્શન કરી શકે છે. ગમે તે ધર્મનો હોય તે પણ દર્શનનો લાભ લઈ શકે છે. જ્યારે પડદે પાટ-વિધિમાં પોતાના શિષ્યો-સતી સેવકો પાટ-દર્શનનો લાભ લઈ શકે છે.
બીજ, આ પાટ-પૂજાનો ઉત્સવ ખાસ કરીને સુદ અગિયારસ અને પૂનમના પવિત્ર દિવસે કરવામાં આવે છે. જે |
યજમાનને પાટ-પૂજાનો ઉત્સવ કરવાનો હોય ત્યારે પ્રથમ પોતાના ગુરુ પાસે પાટ-વિધિ માટે તિથિ (દિવસ) નક્કી કરાવે છે અને ત્યાર પછી યજમાન પોતાના સગાં-સંબંધીઓને પાટ પૂજાના ઉત્સવની કંકોત્રીઓ મોકલાવે છે. અગાઉના જમાનામાં આ ધર્મના ગત મંડળમાં વાયક આપવામાં આવે છે. આ વાયક લઈ જનાર કોટવાળ કહેવાય છે. કોટવાળ કંકુવાળા ચોખા લઈને વાયક આપવા જાય છે અને તે કંકુવાળા ચોખા ગતું મંડળમાં આપે છે. વાયક લીધા પછી તેમણે ફરજિયાત પાટ વિધિમાં જવું પડે છે. પાટ ઉપર તે કંકુ-ચોખાથી પાટ વધાવવમાં આવે છે. આ થઈ આપણા ધર્મની પ્રથમ વિધિ. કોટવાળ વાયક દેવા કંકુ-ચોખા લઈ આવે છે ત્યારે આપણા ધર્મની રીતે તેને પ્રશ્ન પૂછવામાં આવે છે.
*પ્રશ્ન :*
કોણે દીધા કંકુ ચોખા, કોણે દીધી છડી, કોણે દીધી ચાદર પછેડી, કેમ આવ્યા આડા ફરી.
*ઉત્તર :*
ઉૐ ગુરુજીએ દીધા કંકુ ચોખા, ગત ગંગાએ દીધી છડી. સત્ય દીધી ચાદર-પછેડી, ગુરુ વચને આવી ઊભો આડો ફરી.
ઉપરની રીત પ્રમાણે વાયક આપવા આવેલ કોટ- વાળની ધાર્મિક મર્મથી પરીક્ષા લેવામાં આવે છે. પછી કોટવાળનું સ્વાગતત કરી ભેટ-પૂજા દક્ષિણા આપવામાં આવે છે. જો પાટ-પૂજામાં જઈ શકાય એમ ન હોય તો કંકુ-ચોખા લેવામાં આવતા નથી. જો કંકુ-ચોખા લેવામાં આવે તો લગ્ન કંકોત્રીની જેમ અવશ્ય જવું પડે. આ ધર્મનો કડક નિયમ
શ્રી રામદેવ પાટ-પૂળ
છે. નિજીયા ધર્મના ઉપાસકો સંસારી જ હોય છે. એટલે સ્ત્રી અને પુરુષ બંનેએ સાથે જ જવાનું હોય છે. પાટ-પ્રસાદીના દિવસે જ્યારે પોતાના ઘરેથી નીકળીએ ત્યારે શુભ શુકન માટે નીચે પ્રમાણે મંત્રનું સ્મરણ કરવામાં આવે છે.
ૐ ગુરુજી અમો ઘરેથી ચાલીયા અને ગુરુજીએ દીયા ઉપદેશ, ડગલે ડગલે રક્ષા કરજો ગૌરીનંદ ગણેશ.
ઉપર પ્રમાણેના મંત્રનું સ્મરણ કરતા કરતા જવાનું. પાટ-પૂજાના સ્થાનને અલખ દ્વાર કહેવામાં આવે છે. જ્યારે આપણે પહોંચીએ ત્યારે દ્વાર બંધ હોય છે. દ્વાર બંધ હોવાથી પોકાર પાડવામાં આવે છે.
ૐ ગુરુજી ઘુઘરીઆળો ઝાંપલો અને રત્ન જડિત-કમાડ.
સંત આવ્યા પરોણલે ખોલો ધર્મના દ્વાર.
ઉપર પ્રમાણેનો પોકાર પાડવાથી તે પોકાર કોટવાળ સાંભળે છે, ત્યારે કોટવાળ આવનારની ખાતરી કરવા પ્રશ્ન પૂછે છે.
પ્રશ્ન :
ૐ ગુરુજી કોનસે તેરી આવન-જાવન કોન તેરી સાથ. કોન પ્રતાપે ડગ ભરે, કોન તેરી જાત. આવનાર ઉત્તર આપે છે. ગુરુજી અલખપુર સે આવન-જાવન ગતુ ગોઠી અમારી સાથ.
ગુરુ પ્રતાપે ડગ ભરું જાગ્રત સંત અમારી વાત.
પ્રનું :
ગુરુજી કોણ તેરી ઉત્પત્તિ કોન તેરી જાત, કોણ તમારા સતગુરુ કિસકે ધરીયા હાથ.
ઉત્તર :
ૐ ગુરુજી અલીલ અમારી ઉત્પત્તિ પવન અમારી જાત, અલખ અમારા સતગુરુ નિરંજને ધર્યા હાથ.
આવી રીતે સવાલ-જવાબ આપ્યા પછી અલખ દ્વાર ખોલવામાં આવે છે. ત્યારે પ્રથમ ઉમરામાં દર્શન થાય છે. એટલે ઉમરા પાસે ઊભા રહી નમન કરી ઉમરાની સ્તુતિ કરવામાં આવે છે.
‘ઉમરા તું સોહામણો વર્યો, તું અલખ તણો દરબાર.' પછી પાટનાં દર્શન કરી બેઠેલ ગત ગંગાને જુહાર
કરવામાં આવે છે. નરનારી પાટ આગળ પાથરેલ બંને આસન ઉપર બેસી, શ્રીફળ તથા સોપારી અને પોતાની શક્તિ પ્રમાણે ધન ધરવામાં આવે છે અને પ્રેમપૂર્વક નમન કરી મંત્ર બોલવામાં આવે છે.
ઉઠે ગુરુજી પાટ પૂજું ઠાઠ પૂજું અને પૂજું પાટકા ચાર પાયા. આજ્ઞા આપો તો બેસું જ્યોતિ છાયા.
ૐ ગુરુજી ભુરૂ-ભુરૂ બાબરી અને લાંબા લાંબા કેશ આખા ચડાવું-અડધા ચડાવું. ગણેશ, માતા જોગણી ઉમૈયા રક્ષા કરો વારંવાર ૐ નમો રામદેવાય નમઃ
આ રીતે ચાર નમન કરવામાં આવે છે. પહેલું નમન : નિરાકાર ઈશ્વરને