Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Wednesday, 13 August 2025

नागचंद्रेश्वर मंदिर : उज्जैन मध्य प्रदेश

श्री नाग चन्द्रेश्वर मन्दिर  प्रत्येक वर्ष नागपंचमी के दिन ही खुलता है मात्र चौबीस घण्टे के लिए यह मन्दिर बाबा महाकाल मंदिर के शिखर पर स्थित है।

जय भोले नाथ की,  जय नागचंद्रेश्वर की

हिंदू धर्म में सदियों से नागों की पूजा करने की परंपरा रही है। हिंदू परंपरा में नागों को भगवान का आभूषण भी माना गया है। भारत में नागों के अनेक मंदिर हैं, इन्हीं में से एक मंदिर है उज्जैन स्थित नागचंद्रेश्वर का,जो की उज्जैन के प्रसिद्ध महाकाल मंदिर की तीसरी मंजिल पर स्थित है।

इसकी खास बात यह है कि यह मंदिर साल में सिर्फ एक दिन नागपंचमी (श्रावण शुक्ल पंचमी) पर ही दर्शनों के लिए खोला जाता है। ऐसी मान्यता है कि नागराज तक्षक स्वयं मंदिर में रहते हैं।

नागचंद्रेश्वर मंदिर में 11वीं शताब्दी की एक अद्भुत प्रतिमा है, इसमें फन फैलाए नाग के आसन पर शिव-पार्वती बैठे हैं। कहते हैं यह प्रतिमा नेपाल से यहां लाई गई थी। उज्जैन के अलावा दुनिया में कहीं भी ऐसी प्रतिमा नहीं है।

पूरी दुनिया में यह एकमात्र ऐसा मंदिर है, जिसमें विष्णु भगवान की जगह भगवान भोलेनाथ सर्प शय्या पर विराजमान हैं। मंदिर में स्थापित प्राचीन मूर्ति में शिवजी, गणेशजी और मां पार्वती के साथ दशमुखी सर्प शय्या पर विराजित हैं। शिवशंभु के गले और भुजाओं में भुजंग लिपटे हुए हैं।

सर्पराज तक्षक ने शिवशंकर को मनाने के लिए घोर तपस्या की थी। तपस्या से भोलेनाथ प्रसन्न हुए और उन्होंने सर्पों के राजा तक्षक नाग को अमरत्व का वरदान दिया। मान्यता है कि उसके बाद से तक्षक राजा ने प्रभु के सान्निध्य में ही वास करना शुरू कर दिया।

लेकिन महाकाल वन में वास करने से पूर्व उनकी यही मंशा थी कि उनके एकांत में विघ्न ना हो अत: वर्षों से यही प्रथा है कि मात्र नागपंचमी के दिन ही वे दर्शन को उपलब्ध होते हैं। शेष समय उनके सम्मान में परंपरा के अनुसार मंदिर बंद रहता है। इस मंदिर में दर्शन करने के बाद व्यक्ति किसी भी तरह के सर्पदोष से मुक्त हो जाता है, इसलिए नागपंचमी के दिन खुलने वाले इस मंदिर के बाहर भक्तों की लंबी कतार लगी रहती है।

यह मंदिर काफी प्राचीन है। माना जाता है कि परमार राजा भोज ने 1050 ईस्वी के लगभग इस मंदिर का निर्माण करवाया था। इसके बाद सिंधिया घराने के महाराज राणोजी सिंधिया ने 1732 में महाकाल मंदिर का जीर्णोद्धार करवाया था। उस समय इस मंदिर का भी जीर्णोद्धार हुआ था।

जय श्री नागेश चन्द्रेश्वर जी महाराज 





To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Tuesday, 12 August 2025

શ્રાવણ માસ માં આવતા મહત્વ ના તહેવારો ,બોળ ચોથ,નાગપંચમી,રાંધણ છઠ,શીતળા સાતમ,જન્માષ્ટમી વિશે જાણો

આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. કેટલાક લોકો તો આખો શ્રાવણ માસ એક ટંક જમે છે. 

ભગવાનનાં મંદિરોમાં ભીડ જોવા મળે છે તો કોઈ તીર્થયાત્રાએ નીકળી પડે છે. ગામમાં કે મોટા શહેરોમાં કથાકારો ભગવાનની કથાઓ કરે છે એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતારણ ઊભું થાય છે. વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. આજથી શરૂ થતાં એમાનાં થોડાંક મહત્વનાં તહેવારો વિશે આજે અછડતું જણાવવાનો પ્રયત્ન કરું પણ જે તે દિવસે વિગતવાર જાણીશું.

બોળચોથ : 

આજે શ્રાવણ વદ ચોથનાં દિવસે આ વ્રત કરવામાં આવે છે. સૂર્યોદયની તિથિ માન્ય ગણાતી હોવાથી અમારાં સિડનીનાં સમય અનુસાર આવતી કાલે ઉજવવી વધુ યોગ્ય ગણાય. બોળચોથનાં દિવસે ગાયમાતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. ગાય બારેય મહિના દૂધ આપે છે, તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ. 

ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે કેમ કે ગાયનાં શરીરમાં તેત્રીસ કોટી દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. અહીંયા કોટી એટલે પ્રકાર કરોડ નહિ. લોકોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓની ખોટી માન્યતા પ્રચલિત છે. આ ૩૩ કોટી એટલે આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઈન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે પણ એના વિશે ઊંડાણથી ફરી ક્યારેક જણાવીશ. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે. ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીનાં રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.

આમ પણ દરેક વ્રત કે તહેવાર પાછળ માત્ર ધાર્મિક મહત્વ જ નથી જોડાયેલું પણ સાથે સાથે વૈજ્ઞાનિક તથ્ય પણ રહેલું હોય છે. આજકાલની ભાગ દોડ ભરી જિંદગીમાં ક્યાં સમય હોય છે કોઈની પ્રત્યે ઋણ અદા કરવાનું આ બહાને આપણે ગાય માતાનું પૂજન કરીએ છીએ અને તેમની તરફનું આપણુ ઋણ અદા કરીએ છીએ.

નાગપંચમીઃ 

શ્રાવણ વદની પાંચમ નાગપંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે 'કુલેર'નો લાડુ બનાવી, નાગદેવતાનું (ફોરામાં અથવા દિવાલ ઉપર) પૂજન કરી આ વ્રત ઉજવાય છે. નાગદેવતા ભગવાન શંકરનાં ગળાનો હાર છે તેથી ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરી પૂજન કરે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાનાં આધાર પર સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે. નાગપંચમી વિશે ઊંડાણમાં જાણવું હોય તો આવતીકાલના સવિસ્તર લેખમાં વધુ જાણવા મળશે.

સાપ એ આપણા ઈકોસિસ્ટમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, આપણી પૃથ્વી સાપના માથા પર ફરે છે, તેથી સર્પોની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેઓ કુદરતી સંતુલન જાળવી રાખે છે. નાગપંચમીનો તહેવાર ચોમાસા દરમિયાન આવે છે, જ્યારે એ ખેતીની મોસમ હોય છે. ખેડૂતો સાપની પૂજા કરે છે, જેથી તેઓ પાકનું રક્ષણ કરી શકે કેમ કે શ્રાવણ માસમાં આ સમયે વરસાદને કારણે ખેતીમાં હાનિકારક જીવજંતુઓ ઉત્પન્ન થાય છે, જેનું નિયંત્રણ સાપ દ્વારા કરવામાં આવે છે, તેથી નાગપૂજાનો આ સમય કૃષિની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. 

રાંધણ છઠઃ 

શ્રાવણ વદ છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. રાંધણ છઠનાં દિવસે લોકો ઘરે-ઘરે નવાં-નવાં પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરનાં ચૂલ્હાની સાફસફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. 

રાંધણ છઠની રાતે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે-ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાનાં આશીર્વાદ આપી બીજાનાં ઘરે જાય છે, માટે રાંધણછઠનાં દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. 


આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નીરોગી બની રહે છે. આના વિશે વધુ એ દિવસના વિગતવાર લેખમાં વૈજ્ઞાનિક તથ્યો સાથે ઊંડાણથી જાણીશું.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. એટલે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ શ્રી બલરામની જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. શ્રી બલરામનું મુખ્ય શસ્ત્ર હળ છે. આ કારણોસર તેમને હળધર પણ કહેવામાં આવે છે અને આ દિવસને  હળષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. જોકે અમુક માન્યતાઓ અનુસાર ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ તિથિએ બલરામ જયંતિ ઉજવવામાં આવે છે.

શીતળા સાતમઃ 

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ચૂલો, સગડી કે ગેસનાં ચૂલા એ તો ઘરનાં દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવનાં ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાનાં સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. 

માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતાં નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. આડકતરી રીતે જોઈએ તો સૂપડું એ સ્વચ્છતાં અને શુદ્ધિનું પ્રતિક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતાં અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતાં અને સુઘડતાં રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમનાં ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.

જન્માષ્ટમીઃ 

શ્રાવણ વદ આઠમની તિથિ એ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોઈ કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમીનાં રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે તો કેટલાક લોકો રોહિણી નક્ષત્ર થવા પર જ જન્માષ્ટમી પર્વ ઉજવે છે. 


અષ્ટમી બે પ્રકારની છે. પહેલી અષ્ટમી અને બીજી જયંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. ભવિષ્યપુરાણનું વચન છે કે શ્રાવણ મહિનાની વદમાં જો તે જ તિથિ રોહિણી નક્ષત્રથી સંબંધિત હોય તો જયંતિનાં નામથી ઓળખવામાં આવે છે. વહ્નિપુરાણનું વચન છે કે કૃષ્ણપક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જયંતિ નામથી જ સંબોધિત કરાશે.

આપ સહુને આજથી શરૂ થતાં શ્રાવણ માસનાં બધા જ તહેવારોની અઢળક શુભેચ્છાઓ..!!


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Saturday, 9 August 2025

નેપાળના કાઠમાંડુમાં આવેલ જીવમાત્રના સ્વામી પશુપતિનાથ મંદીર વિશે જાણો

 નેપાળના કાઠમાંડુમાં આવેલ જીવમાત્રના સ્વામી પશુપતિનાથ

વિશ્વમાં ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગ છે.આ બાર જ્યોર્તિલિંગમાં ભલે નેપાળના પશુપતિનાથ મહાદેવ મંદિરનો સમાવેશ ન થતો હોય પરંતુ આ મંદિરનું હિન્દુ ધર્મમાં અને શિવભક્તોમાં અનેરૂ મહત્વ ધરાવે છે.પશુપતિનાથ મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર હિંદુ મંદિર છે જે નેપાળની રાજધાની કાઠમાંડુ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે દેવપાટન ગામમાં આવેલું છે.આ મંદિર પાંચમી સદીમાં બનેલું છે અને પછી મલ્લ રાજાઓ દ્વારા ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ મંદિરની આસપાસ અન્ય હિંદુ અને બૌદ્ધ દેવતાઓના મંદિર પણ છે.


પશુપતિનાથને લઈને માન્યતા છે કે આ શિવલિંગ ઉત્તરાખંડમાં મંદાકિની નદીના કિનારા ઉપર વસેલાં કેદારનાથ જ્યોતિર્લિંગનો જ અડધો ભાગ છે.પશુપતિનાથને ભગવાન શિવનું માથુ અને કેદારનાથને ભગવાન શિવની પીઠ માનવામાં આવે છે.પશુપતિ શબ્દનો અર્થ થાય છે તમામ જીવમાત્રના સ્વામી. નેપાળના કાઠમાંડુથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે.પશુપતિનાથ મંદિર હિમાલયમાં આવેલા પંચકેદાર સાથે જોડાયેલું છે જેનું વર્ણન સ્કંદપુરાણના કેદારખંડમાં આવે છે.પંચકેદારમાં પ્રથમ કેદારનાથ છે, દ્વિતીય મધ્યમહેશ્વર છે, તૃતીય તુંગનાથ, ચોથા રૂદ્રનાથ અને પાંચમા કલ્પનાથ કે કલ્પેશ્વર છે.


પશુપતિનાથ વિશે પૌરાણિક કથા એવી છે કે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા પોતાના ગુરૂઓ તથા સગાસંબંધીઓનો વધ કરવા બદલ ભગવાન ભોલેનાથ પાંડવોથી નારાજ થઈ ગયા હતા.ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી જ પાંડવો ભગવાન શિવ પાસે ક્ષમા માગવા,પાપથી મુક્તિ મેળવવા ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એટલે પાંડવો ભગવાન શંકરની શોધમાં હિમાલય પહોંચ્યા.ભગવાન શિવ એમની ભ્રાતૃહત્યાથી રોષિત હતા એટલે એમને દર્શન આપવા માંગતા ન હોતા તેથી તે અંતર્ધાન થઈ કેદારમાં આવીને વસ્યા.ગુપ્ત કાશીમાં પાંડવોને જોઈને ભગવાન શિવ ત્યાંથી અંર્તધ્યાન થઈ ગયા અને એ સ્થાન ઉપર પહોંચી ગયા જ્યાં હાલ કેદારનાથ આવેલું છે.ભગવાન શિવનો પીછો કરતાં-કરતાં પાંડવો કેદારનાથ પહોંચી ગયા.આ જગ્યાએ પાંડવોને આવેલા જોઈને ભગવાન શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું અને આ વિસ્તારમાં જ ચરી રહેલી બળદોના ટોળામાં સામેલ થઈ ગયા જેથી પાંડવો તેમને ઓળખી ન જાય,એમ છતાં દૈવીશક્તિથી પાંડવોએ એમને ઓળખી લીધા એટલે ભીમે વિશાળ રૂપ ધારણ કરી બે પહાડો પર પોતાના બે પગ ફેલાવી દીધા.બીજા ગાય બળદ પશુઓ તો એ બે પગ નીચેથી નીકળી ગયા પણ બળદ રૂપે પહેલા ભગવાન શિવ ભીમના બે પગની વચ્ચેથી નીકળવા તૈયાર ન થયા એટલે ભીમને ખ્યાલ આવી ગયો કે આ બળદ રૂપે શિવજી જ છે તેથી તે તેમને પકડવા તૈયાર થયો,તે જોઈ ભગવાન શિવ જમીનમાં ઉતરવા લાગ્યા.તેમના શરીરનો નીચલો ભાગ ભૂમિમાં ઊંડે ઊતરી ગયો તેમ છતાં ભીમે એ બળદની ત્રિકોણ આકારની પીઠનો ભાગ પકડી લીધો તેમની હ્રદયપૂર્વક સ્તુતિ કરી અને સગાસબંધીઓની હત્યાના પાપ બદલ ક્ષમા માંગી અને એમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી.ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને પાપમુક્ત થવા બતાવેલો ઉપાય સફળ થયો.ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઇ તેમણે દર્શન આપી એમને પાપ મુક્ત કર્યા.ભગવાન શિવ ત્યાં એ જ સ્વરૂપે એવા જ શિવલિંગ આકારે બળદની પીઠ પરના ત્રિકાણાકાર આકારના શિવલિંગે રૂપે બિરાજમાન થઈ ગયા.

ભગવાન શિવ બળદના રૂપમાં જમીનમાં અંતર્ધાન થયા ત્યારે તેમના ધડનો ઉપરનો મસ્તકનો ભાગ નેપાળના કાઠમાંડુમાં પશુપતિનાથ રૂપે પ્રગટ થયો,એમની ભૂજાઓ તુંગનાથમાં,મુખ રૂદ્રનાથમાં,નાભિ મધ્ય મહેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થઈ એટલે આ ચાર સ્થાનો સાથે કેદારનાથ ધામને પંચકેદાર કહેવામાં આવે છે.

બીજી એક લોક માન્યતા એવી છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કાઠમાંડુ ઘાટીમાં આવ્યા હતા અને બાગમતી નદીના કિનારે વિશ્રામ કર્યો હતો.આ જગ્યાનું કુદરતી સૌંદર્ય તેમને પસંદ આવ્યું એટલે તેમણે હરણ અને હરણીનું રૂપ લઈ ત્યાંના જંગલમાં ફરવાનું શરૂ કર્યું અને થોડો સમય ત્યાં નિવાસ કર્યો. દેવોએ ભગવાન શિવ-પાર્વતીને શોધવા છતાં ના મળ્યા અને અહીયાં તેમનાં દર્શન થયાં.તે સમયે ભગવાન શિવે જાહેરાત કરી કે બાગમતી નદીના કિનારે હરણના રૂપમાં તે રહ્યા હતા એટલે તેમને અહી પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવશે.

એકવાર કામધેનુ ચંદ્રવન પર્વત ઉપરથી દરરોજ નીચે આવી જ્યાં ભગવાન શિવનું શિવલિંગ હતું ત્યાં પોતાના દૂધથી શિવલીંગ ઉપર અભિષેક કરતી હતી.લોકોને આ જોઇ કૌતુહલ થયું અને લોકોએ ખોદકામ કર્યું તો તેમને ત્યાં શિવલિંગ મળી આવ્યું હતું.અહીં ભગવાન શિવજીની પાંચ મુખવાળી મૂર્તિ મળી આવી,આ પાંચે મુખ અલગ અલગ ચાર દિશા અને ગુણોનો પરિચય આપે છે.ઓમકારની ઉત્પત્તિ ભગવાન શિવજીના આ પાંચ મુખથી થઈ છે જે પંચમહાભૂતોનું રૂપક છે.દક્ષિણ તરફના મુખને અધોર મુખ,પશ્ચિમ તરફના મુખને સદ્યોજાત,પૂર્વ તરફના મુખને તત્પુરુષ,ઉત્તર તરફના મુખને અર્ધનારીશ્વર અને ઉપર તરફના મુખને ઈશાન મુખ કહેવામાં આવે છે.પશુપતિનાથનું શિવલિંગ ચમત્કારિક છે.તે પારસ પથ્થર જેવું છે જે દૈવી શક્તિથી વ્યક્તિમાં ગુણાત્મક પરિવર્તન લાવી દે છે. થોડા સમયમાં પણ અહી યોગ સાધના કરે તો સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

પશુપતિનાથ મંદિર વિશે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ મંદિરના દર્શન કરે છે તેનો પશુ યોનિમાં જન્મ થતો નથી.નેપાળમાં તેમને રાષ્ટ્રીય દેવતા માનવામા આવે છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, 6 August 2025

સોમનાથની મુલાકાત લ્યો ત્યારે એના પટાંગણમાં ઊભેલી હમીરજી ગોહિલની પ્રતિમાને શિશ નમાવવાનું ભુલતા નહિ જાણો સંપૂર્ણ માહિતી

 હવે શ્રાવણ માસ શરૂ થયો છે.આથી ભગવાન શિવને માનનાર લાખો ભક્તો પ્રભુ સોમનાથના દર્શને જશે

 સોમનાથની મુલાકાત લ્યો ત્યારે એના પટાંગણમાં ઊભેલી હમીરજી ગોહિલની પ્રતિમાને શિશ નમાવવાનું ભુલતા નહિ.એ પ્રતિમાને નજર અંદાજ કરતા નહિ.તમે ત્યાં આનંદ કરજો....સમંદરને ખોળે મહાલજો....ફોટોશુટ કરાવજો....બધું કરજો પણ પહેલાં બે ઘડી હમીરજીની મુર્તિ સામે ઊભા રહી,એને વંદન કરી અને બે ઘડી તમારી આંખ ભીની કરજો.જો આટલું કરશો ને તો અંદર બિરાજેલ મહાદેવ પણ રાજી થશે.

સોમનાથ મંદીર વિશે જાણવા માટે ક્લિક કરો 

 

યાદ રાખજો....અરઠીલા લાઠીના આ રાજપૂત કોઇ કોમ માટે, કોઇ જાત માટે નો'તા લડ્યા....એ લડ્યા હતા આપણાં માટે ! આપણા ધર્મ માટે....આપણી જન્મભોમકા માટે.પાપી, નિર્દયી ઝફરખાન જ્યારે સોમનાથને નષ્ટ કરવા આવેલ ત્યારે આ નરવીર વેગડા ભીલનો સાથ લઇને તમામ કોમના લોકોને લઇને સૌમેયાદાદાને બચાવવા,હિંદુ ધર્મને રક્ષવા લડ્યો હતો અને શહિદ થયો હતો.

 વિચાર કરો મિત્રો ! ધર્મ અને ધરાને રક્ષવા આ સિંહ કુરબાન થયા એ કોના માટે ? આપણાં માટે જ ને ! કૃપા કરી તમે અત્યારના નાત જાતના ભેદ કમસેકમ સોમનાથમાં જતી વેળાં ભુલી જજો અને જઇને હમીરજીની પ્રતિમા આગળ બે ઘડી શીશ નમાવીને આંખોમાં અશ્રુ સાથે એટલું તો જરૂર કહેજો કે - " ધન્ય છે તને હમીર ! તમારા જેવા શહિદોની કુરબાનીને લીધે જ આજે સોમનાથ અડીખમ ઊભું છે. કોઇ કાફરનો એને હવે ડર નથી, તમારા પ્રતાપે ! "

ધન્ય છે હમીરજી ગોહિલ ને અને વેગડાજી ભીલને ! બસ, ઉપરની એક વિનંતી જરૂરથી સ્વીકારજો અને હાં....જો તમને યોગ્ય લાગે તો એ ખાંભી પાસે એકાદ અગરબત્તી જરૂર પ્રગટાવજો.એ વીરનો આત્મા જરૂરથી રાજી થશે કે હજી મને કોઇ ભુલ્યાં નથી. ફરી એકવાર વિનંતી કે જો સોમનાથની મુલાકાત લો તો આટલું જરૂર કરજો. એ શહિદ માટે આટલું કરવું એ તો આપણી ફરજીયાત ફરજ કહેવાય,આટલું તો કરી શકીએ ને !

 આ પોસ્ટ વધુમાં વધુ શેર કરજો. દેશના એક સપૂતને વધુ લોકો સુધી પહોંચાડજો. જેથી વધુમાં વધુ લોકો હમીરજીની ખાંભી સામે શીશ નમાવે અને આ રીતે હમીરજીને આપણે થોડી શ્રધ્ધાંજલી જરૂરથી આપી શકીશું.


👉 || જય સોમનાથ ||


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Sunday, 3 August 2025

રઢુના કામનાથ મહાદેવ" ખેડા-ધોળકા હાઇવે રોડ રઢુ

 "રઢુ ના કામનાથ મહાદેવ"

આપ સહુએ શિવ ભક્તોની ઘણીય વાતો સાભળી હશે...

આજે એક એવા ભક્તની વાત કરીએ......

ખેડા-ધોળકા હાઇવે રોડ ઉપર રઢુ ગામ આવેલ છે. જે ગામની દક્ષિણે વાત્રક નદી આવેલ છે. જે પાંચ નદીનો સંગમ છે. તેની નજીક શ્રી કામનાથ મહાદેવનું પવિત્ર મંદિર આવેલ છે. આ મંદિર સં.૧૪૪૫માં બનાવેલ અને આ મહાદેવજીની જ્યોત રઢુના પટેલ જેસીંગભાઇ હીરાભાઇ લાવેલ છે.  તેઓને એવો નિયમ હતો કે મહાદેવજીનાં દર્શન કર્યા વિના કોઇ વસ્તુ લેવી નહીં. તે સમયે આ ગામે મહાદેવજીનું મંદિર નહોતું. જેથી તેઓ વાત્રક ઓળંગી નદીના સામે કિનારે પુનાજ ગામે મહાદેવનાં દર્શન કરવા નિયમિત જતા હતા.મહાદેવજીનાં દર્શન કર્યા વિના કોઇ વસ્તુ લેવી નહીં.પુનાજ રઢુથી આઠ કી.મી.જેટલુ દુર હતુ. તે સમયે રઢુ ગામે મહાદેવજીનું મંદિર નહોતું. જેથી તેઓ વાત્રક ઓળંગી નદીના સામે કિનારે પુનાજ ગામે મહાદેવનાં દર્શન કરવા નિયમિત જતા. એકવાર વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું. જેથી દર્શન કરવા જઇ શકાય તેમ ન હતું. નદીના પાણી સાત આઠ દિવસ સુધી રહ્યાં ત્યાં સુધી તેઓ આઠ દિવસ ઉપવાસ પર રહ્યા. તેઓને આઠમી રાત્રે સ્વપ્ન આવ્યું અને પુનાજના મહાદેવજીએ કહ્યું કે, ‘તું મને અહીંયાથી તારે ગામે ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઇ જા.’ બીજા દિવસે સવારના બધાને વાત કરી અને ગામના માણસો સાથે ત્યાં ગયા અને ત્યાંથી દાદાનો દીવો પ્રગટાવી નીકળ્યા. 

તે દિવસે શ્રાવણ વદ-૧૨,  તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાની દયાથી અહીં સુધી અખંડ આવ્યો. પછી નાની દેરી બનાવી તેમાં તે દીવાની સ્થાપના સંવત ૧૪૪૫માં કરી. અને ફરીથી મોટું મંદિર બનાવી તેમાં મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા અને અખંડ જ્યોત જે જેસીંગભાઇએ કરી ત્યારથી એ જ સ્થિતિમાં છે. આજ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે. 

આ ગામમાં નિયમ હતો કે જે ઘેર ભેંસ અથવા ગાયનું વિયાણ થાય તેનું પહેલું વલોણું કરી તેનું ઘી મહાદેવજીના દીવા માટે પૂરી જતા હતા.  જે ઘીનો ફક્ત દીવા સિવાય ઉપયોગ થતો નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે. આજે ઘીની ૬૪૦ ગાગરો ( પ્રતિ ગાગર બે-મણ વજન ) ભરેલી છે. જે ઘીનો ફક્ત દીવા સિવાય ઉપયોગ થતો નથી. ભક્તોએ એક વાર આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા જેવી છે.





To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

શ્રી ચેહર માતાજીનું પ્રાગટ્ય અને ઇતિહાસ

 આ વાત અંદાજે 1000(એક હજાર) વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના “હાલર“ (અથવા હલાડી) ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચેહર મા પ્રગટયાં હતાં.

ચેહરમાનાં પ્રાગટય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહનાં લગ્નને અનેક વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એક વાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું.

શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા-આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો. ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસૂડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી.


શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. જેમાં એક હતાં ગંગાબા, બીજાં હતાં સોનબા અને સ્વયંભૂ કેસૂડાના ઝાડની નીચે મળ્યાં હતાં તે ત્રીજાં ચેહુબા. ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું. જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું. ત્રણ-ત્રણ દીકરીઓ જોઈને રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહર મા જે દિવસે પ્રગટયાં એ મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસને માતાજીનાં પ્રાગટય દિન તરીકે મનાવવામાં આવે છે.

ચેહરબાઈ તો સાક્ષાત્ માતાજીનો જ અવતાર હતાં એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ-તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા ચેહુબા સાત- આઠ વરસના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવરામાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુ નું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા. પણ લોકોને ખબર ન હતી કે, આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે.

આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઔગર્ધ્નાથ (ઓધડનાથ) હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા- પુજા કરવા જતા. ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં. આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે, ચેહુબા રાજપૂત થઇને સાધુની સેવા કરવા જાય છે.

ચેહુબા રોજ આ સાધુની ભકિત કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વીશે અલગ-મલકની વાતો કરવા માંડ્યાં. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉ નહીં.. પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા- ભકિત કરવા જતાં. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વીચાર કર્યો કે, આ બાઇ આપણું કીધું માનતી નથી. આપણે આ બાઇ જોઇએ નહીં. અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાને વાવમાં નાખ્યાં એટલે વાવમાંથી અવાજ આવ્યો કે, અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી. પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે, ચેહર માતા બોલ્યાં હતાં.

પછી ચેહર માતાએ વીચાર કર્યો કે, હું આ કુવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વીચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જુનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.

ચેહર માં રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની  સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે. ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે.

ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે. ચેહર માં નું બીજું નામ “ભવાની” પણ છે (સંસ્કૃત માં ”ભાવ” એટલે ભ્રમણા ની દુનિયા) અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં નો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલ એટલે તે “કેશર ભવાની માં” ના નામે પણ પ્રખ્યાત છે.

💐🌹જય ચેહર માં 🌹💐


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

શિવની અવતાર કથાઓ

 શિવની અવતાર કથાઓ 

શિવ મહાપુરાણમાં ભગવાન શિવના ઘણા અવતારો વર્ણવેલ છે, પરંતુ આ અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના 19 અવતારો હતા. 


1- વીરભદ્ર અવતાર (વીરભદ્ર અવતાર): –

ભગવાન શિવનો આ અવતાર ત્યારે થયો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતીએ પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું. ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે ક્રોધથી પોતાના માથા ઉપરથી એક જતા ઉખાડી અને પર્વત ઉપર પછાડી હતી. આ જાતના પૂર્વ ભાગમાંથી મહાભયંકર પ્રગટ થયો હતો. શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષનું શિરચ્છેદ કરીને તેને મૃત્યુ દંડ આપ્યો.

2- પીપ્પલાદ અવતાર: –

ભગવાન શિવનો પીપ્પલાદ અવતાર માનવ જીવનમાં ખૂબ મહત્વનો છે. પીપ્પલાદની કૃપાથી જ શનિની પીડાથી મુક્તિ મેળવી શકાય છે. એક કથા છે કે પીપ્પલાદે દેવોને પૂછ્યું – એવું કારણ શું છે કે મારા પિતા દધીચિએ મને જન્મ પહેલાં તરછોડી દીધો હતો? દેવતાઓએ કહ્યું કે શનિના દર્શનને કારણે આવી કોઈ ગેરસમજ ઉભી થઈ છે. આ સાંભળીને પીપ્પલાદ ખૂબ ગુસ્સે થયો. તેણે શનિને નક્ષત્રમાંથી પડી જવાનો શ્રાપ આપ્યો. શ્રાપના પ્રભાવ હેઠળ શનિ એક  સમયે આકાશમાંથી પડવાનું શરૂ કર્યું. દેવતાઓની પ્રાર્થનાઓ પર, પીપ્પલાદે  શનિને એ શરતો  પર માફ કરી દીધો કે શનિ જન્મથી 16 વર્ષ સુધીની કોઈ વ્યક્તિને  મુશ્કેલી ન આપે. ત્યારથી, ફક્ત પીપ્પલાદને યાદ કરીને શનિની પીડા દૂર થાય છે. શિવ મહાપુરાણ અનુસાર બ્રહ્માએ ખુદ શિવના આ અવતારનું નામ આપ્યું છે.

3- નંદી અવતાર (નંદી અવતાર): –

ભગવાન શંકર બધા જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શંકરનો નંદીસ્વરા અવતાર પણ આ જ સંદેશને અનુસરે છે અને તમામ જીવને પ્રેમનો સંદેશ આપે છે. નંદી (બળદ) એ કર્મનું પ્રતીક છે, જેનો અર્થ થાય છે કે કર્મ જીવનનો મૂળ મંત્ર છે. આ અવતારની કથા નીચે મુજબ છે – શીલાદ મુનિ બ્રહ્મચારી હતા. પોતાના વંશને ખતમ થતા જોઇને તેમના પિતાએ શીલાદને સંતાન પેદા કરવા કહ્યું. શીલાદે અયોનિ અને મૃત્યુહીન બાળકની કામના સાથે ભગવાન શિવની આરાધના કરી, ત્યારે ભગવાન શંકરે ખુદ શીલાદને પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું. થોડા સમય પછી, જમીન ખેડતા, શીલાદને જમીનમાંથી એક બાળક મળી આવ્યું હતું. શીલાદે તેનું નામ નંદી રાખ્યું. ભગવાન શંકરે નંદીને તેમનો ગણાધ્યક્ષ  બનાવ્યો. આ રીતે નંદી નંદીશ્વર બન્યા. નંદીએ મરુતની પુત્રી સુયશા સાથે લગ્ન કર્યા.


4- ભૈરવ અવતાર (ભૈરવ અવતાર): –


શિવ મહાપુરાણમાં, ભૈરવને પરમ શંકરનું પૂર્ણ રૂપ કહેવામાં આવ્યું છે. એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઇ ને બ્રહ્મા અને વિષ્ણુ પોતાને એક બીજા કરતા શ્રેષ્ઠ માનવા લાગ્યા. ત્યારે ત્યાં તેજપુંજ વચ્ચે એક પુરુશાકૃતિ દેખાવા લાગી. તેમને જોઈને બ્રહ્માએ કહ્યું – ચંદ્રશેખર તમે મારા પુત્ર છો. તો મારા શરણમાં આવો. ભગવાન શંકર બ્રહ્માની આવી વાત સાંભળીને ગુસ્સે થયા. તેમણે તે પુરુષ આકૃતિને કહ્યું, તમે કાળની માફક સુંદર છે. તમે સાચા કાળરાજ છો. ભયંક હોવાથી ભૈરવ છે. ભગવાન શંકર પાસેથી આ વરદાન મળ્યા બાદ કાલભૈરવે, આંગળીના નખથી બ્રહ્માનું પાંચમું માથું  કાપી નાખ્યું. બ્રહ્માના પાંચમા માથાનો શિરચ્છેદ થવાને કારણે ભૈરવ બ્રહ્મહત્યાના પાપ માટે દોષિત બન્યા. કાશીમાં ભૈરવને  બ્રહ્મચર્યના પાપથી મુક્તિ મળી હતી. કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ ફરજિયાત હોવાનું કહેવાય છે.


5- અશ્વથમા અવતાર: –


મહાભારત મુજબ પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા કાલ, ક્રોધ, યમ અને ભગવાન શંકરનો અવતાર હતો. ભગવાન શંકરને પુત્રના રૂપમાં મેળવવા આચાર્ય દ્રોણે તીવ્ર તપશ્ચર્યા કરી હતી અને ભગવાન શિવએ તેમને પુત્ર તરીકે અવતાર લેવાનું વરદાન આપ્યું હતું. સમય જતાં, સાવંતિક રૂદ્રા તેના ભાગથી દ્રોણનો શક્તિશાળી પુત્ર, અશ્વત્થામા તરીકે અવતાર થયો. એવું માનવામાં આવે છે કે અશ્વત્થામા અમર છે અને તે હજી પણ પૃથ્વી પર રહે છે. શિવમહાપુરાણ (શત્રુદ્રસમહિતા-37)) અનુસાર, અશ્વત્થામા હજી જીવંત છે અને ગંગાના કાંઠે વસે છે પરંતુ તે ક્યાં રહે છે તે જણાવવામાં આવ્યું નથી.


6- શર્ભવતાર : –


શર્ભવતાર ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે. શર્ભવતાર માં ભગવાન શંકર અર્ધ-હરણ (હરણ) અને બાકીના શર્ભ પક્ષી (પુરાણોમાં ઉલ્લેખિત આઠ પગવાળા પ્રાણી જે સિંહ કરતા વધુ મજબૂત હતા) નું સ્વરૂપ હતું. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત કર્યો હતો. લિંગપુરાણમાં શિવના શર્ભવતાર ની દંતકથા અનુસાર, તેમના કહેવા મુજબ – ભગવાન વિષ્ણુ હિરણ્યકશિપુને મારી નાખવા માટે નૃસિંહવતારને લઈ ગયા હતા. હિરણ્યકશિપુના વધ પછી પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ન થયો ત્યારે દેવ શિવજી સુધી પહોંચ્યા. ત્યારબાદ ભગવાન શિવએ આકાર લીધો અને તે આ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને તેમની પ્રશંસા કરી, પણ નરસિંહનો ક્રોધ શાંત થયો નહીં. આ જોઈને ભગવાન શિવએ શર્ભના રૂપમાં નરસિંહને તેની પૂંછડીમાં લપેટીને ઉડી ગયા. પછી ક્યાંક ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થયો. તેમણે શર્ભવતાર પાસે માફી માંગી અને ખૂબ નમ્ર રીતે તેમની પ્રશંસા કરી.


7- ગૃહપતિ અવતાર: –


ગૃહપતિ ભગવાન શંકરનો સાતમો અવતાર છે. આ વાર્તા આ પ્રમાણે છે: નર્મદાના કાંઠે ધર્મપુર નામનું એક શહેર હતું. વિશ્વાનાર અને તેની પત્ની શુચિશ્મતી નામના મુનિ રહેતા હતા. લાંબા સમય સુધી નિસંતાન રહ્યા બાદ એક દિવસ તેના પતિ પાસેથી શિવ જેવો પુત્ર મેળવવાની ઇચ્છા રાખતી શુચિશ્મતી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે મુનિ વિશ્વાનર કાશી આવ્યા હતા. અહીં તેમણે ભારે તપશ્ચર્યા દ્વારા ભગવાન શિવના વીરેશ લિંગની પૂજા કરી. એક દિવસ મુનિએ વીરેશ લિંગ વચ્ચે એક બાળક જોયું. મુનિએ બલરૂપધારી શિવની ઉપાસના કરી. તેમની ઉપાસનાથી પ્રસન્ન ભગવાન શંકરે શુચિશ્મતીના ગર્ભાશયમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. પાછળથી, શુચિશ્મતી ગર્ભવતી થઈ અને ભગવાન શંકર શુચિશ્મતીના ગર્ભાશયમાંથી પુત્ર તરીકે અવતર્યા. એવું કહેવામાં આવે છે કે પિતા બ્રહ્માએ તે બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું.


8- ઋષિ દુર્વાસા અવતાર: –


ભગવાન શંકરના વિવિધ અવતારોમાં ઋષિ દુર્વાસાનો અવતાર પણ મુખ્ય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, સતી અનુસૈયાના પતિ મહર્ષિ અત્રિએ બ્રહ્માની સૂચના અનુસાર, તેમના પુત્રની સાથે રક્ષાકુળ પર્વત પર ઘોર તપશ્ચર્યા કરી હતી. તેની તપસ્યાથી  પ્રસન્ન થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય તેમના આશ્રમમાં આવ્યા. તેણે કહ્યું – અમારા ભાગથી તમને ત્રણ પુત્રો થશે, જે ત્રિલોકમાં પ્રખ્યાત થશે અને માતાપિતાની ખ્યાતિ વધારશે. જ્યારે સમય આવ્યો ત્યારે બ્રહ્માજીના ભાગથી ચંદ્ર ઉત્પન્ન થયો. વિષ્ણુના ભાગથી ઉત્તમ સંન્યાસ પદ્ધતિનો અભ્યાસ કરનાર દત્તાત્રેયનો જન્મ થયો હતો અને મુનિવર દુર્વાસનો જન્મ રૂદ્રના ભાગથી થયો હતો.


9- હનુમાન અવતાર: –


ભગવાન શિવનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવતારમાં ભગવાન શંકરે વાનરનું રૂપ લીધું હતું. શિવમહાપુરાણ અનુસાર, વિષ્ણુને મોહિની અવતારમાં  દેવતાઓ અને રાક્ષસોને અમૃત વહેંચતા જોઈ  શિવજી કામાતુર બન્યા હતા. અને વીર્યપાત થયો હતો. સપ્તઋષીએ તે વીર્યને પાંદડામાં સંગ્રહિત કર્યું. જ્યારે સમય આવ્યો, ત્યારે સપ્તઋષિ એ વનરાજ કેસરીની પત્ની અંજનીના કાન દ્વારા ગર્ભમાં ભગવાન શિવનું વીર્ય સ્થાપિત કર્યું, જેના થાકી ખૂબ તેજસ્વી અને શક્તિશાળી શ્રી હનુમાનજીનો જન્મ થયો.


10- વૃષભ અવતાર: –


ભગવાન શંકરે ખાસ સંજોગોમાં વૃષભને અવતાર આપ્યો હતો. ભગવાન શંકરે આ અવતારમાં વિષ્ણુ પુત્રોનો વધ કર્યો હતો. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા પાતાળ લોક ગયા જ્યાં તેમણે અનેક ચંદ્ર જેવી સ્ત્રીઓ જોઇ. તેની સાથે વિષ્ણુ રમણ કરવા લાગ્યા અને ઘણાં બધા પુત્રો નો જન્મ થયો. વિષ્ણુના આ પુત્રોએ પાતાળ થી લઈને  પૃથ્વી પર ભારે ઉત્પાત મચાવ્યો હતો. તેમના ડરથી બ્રહ્માજી ઋષિમુની સાથે શિવજી પાસે ગયા અને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. તે પછી ભગવાન શંકરે વૃષભનું સ્વરૂપ ધારણ કર્યું અને વિષ્ણુ પુત્રોનો વધ કર્યો.


11- યતિનાથ અવતાર: –


ભગવાન શંકરે યતિનાથ અવતાર લઈને અતિથિનું મહત્ત્વ નિભાવ્યું હતું. તેમણે આ અવતારમાં મહેમાન તરીકે ભીલ દંપતીની કસોટી લીધી, જેના કારણે ભીલ દંપતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ધાર્મિક ગ્રંથો અનુસાર, અર્બુદાચલ પર્વતની નજીક, ભક્તો આહુક-આહુકા ભીલ દંપતી રહેતા હતા. એકવાર ભગવાન શંકર યતિનાથના  વેશમાં તેમના ઘરે આવ્યા. તેમણે ભીલ દંપતીના ઘરે રાત વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી. આહુકા તેના પતિને ગૃહસ્થની ગૌરવની યાદ અપાવે છે, અને યેતિને ઘરમાં આરામ કરવા અને પોતે બહાર ધનુષ લઈને રખેવાળી કરવાનો પ્રસ્તાવ મુકે છે. આ રીતે આહુક ધનુષ લઈને બહાર ગયો. સવારે આહુકા અને યેતીએ જોયું કે જંગલી પ્રાણીઓએ આહુકને મારી નાખ્યા છે. આ વાતથી યતિનાથ ખૂબ જ દુખી થયા. ત્યારબાદ આહુકાએ તેમને શાંત પાડ્યા અને તેઓને દુ: ખ ન કરવાનું કહ્યું. અતિથિ સેવામાં જીવનનું બલિદાન એ ધર્મ છે. અને તેનું પાલન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ.  જ્યારે આહુકા તેના પતિના અંતિમ સંસ્કારમાં બળવા લાગી, ત્યારે શિવજીએ તેને ધર્ષણ આપીને પછીના જીવનમાં ફરીથી તેના પતિની સાથે મિલન કરાવવાનું વરદાન આપ્યું હતું.


12- કૃષ્ણ દર્શન અવતાર: –


ભગવાન શિવએ આ અવતારમાં યજ્ઞ  વગેરે ધાર્મિક કાર્યોનું મહત્વ જણાવ્યું છે. આમ, આ અવતાર સંપૂર્ણ ધર્મનું પ્રતીક છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, રાજા નાભનો જન્મ ઇક્ષ્વાકુવંશી શ્રદ્ધાદેવની નવમી પેઢીમાં થયો હતો. અભ્યાસ કરવા ગુરુકુળ ગયા, જ્યારે નાભા લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેમના ભાઈઓએ રાજ્યને અરસપરસ વહેંચી દીધું. જ્યારે નાભાને આ વાતની જાણ થઈ ત્યારે તે તેના પિતા પાસે ગયો. પિતાએ નાભને પૂછ્યું કે તેણે યજ્ઞ પરાયન બ્રાહ્મણોની લાલચને કાબુ કરીને તેમના યજ્ઞ ને પૂર્ણ કરી તેમની સંપત્તિ મેળવવી જોઈએ. ત્યારબાદ નાભ યજ્ઞ ભૂમિ પહોંચ્યા અને વૈશ્ય દેવ સૂક્તના સ્પષ્ટ ઉચ્ચારણથી યજ્ઞ કર્યો. અન્ગારિક બ્રાહ્મણ યજ્ઞ ની શેષ સંપત્તિ નાભ ને આપી સ્વર્ગમાં ગયા. તે જ સમયે, શિવ કૃષ્ણદર્શનના રૂપમાં દેખાયા અને કહ્યું કે યજ્ઞ શેષ પૈસા પર તેમનો અધિકાર છે. જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણદર્શન રૂપધારી શિવજીએ તેમને તેમના પિતા પાસેથી નિર્ણય લેવાનું કહ્યું. નાભને પૂછતાં શ્રદ્ધાદેવે કહ્યું – તે માણસ ભગવાન શંકર છે. બલિદાન યજ્ઞમાં રહેલ શેષ પદાર્થ તેમની પોતાની છે. પિતાની વાતનું પાલન કરીને, નાભે  શિવની પ્રશંસા કરી.


13- અવધૂત અવતાર: –


ભગવાન શંકરે અવધૂતનો અવતાર લીધો અને ઇન્દ્રના અહંકારને તોડ્યો. ધાર્મિક ગ્રંથો અનુસાર, ઇન્દ્ર, ગુરુ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન ઇન્દ્ર શંકરને જોવા કૈલાસ પર્વત પર ગયા હતા. ઇન્દ્રની ચકાસણી કરવા માટે, શંકરજી અવધૂતનું રૂપ લઈ તેમના માર્ગને અવરોધિત કર્યા. ઇન્દ્રએ તે માણસને વારંવાર અવજ્ઞાપૂર્વક વારંવાર તેને પરિચય પૂછ્યું. તો પણ તે મૌન રહ્યો. આ વાતથી ગુસ્સે થઈને, ઈન્દ્ર અવધૂતને પ્રહાર કરવા વ્રજ છોડવા જતાં જ તેનો હાથ સ્થંભીત થઈ ગયો. આ જોઈને, બૃહસ્પતિએ શિવને ઓળખી લીધા અને અવધૂતના શ્લોકોમાં પ્રશંસા કરી, જેનાથી પ્રસન્ન થઈ ને શિવજીએ ઇન્દ્રને માફ કરી દીધા.


14- ભિક્ષુ અવતાર: –


ભગવાન શંકર દેવોના દેવ છે. વિશ્વમાં જન્મેલો દરેક પ્રાણી જીવનનો રક્ષક પણ છે. ભગવાન શંકરનો અવતાર આ સંદેશ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, વિદર્ભ રાજા સત્યરથની દુશ્મનો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેની સગર્ભા પત્નીએ દુશ્મનોથી છુપાઇને પોતાનો જીવ બચાવ્યો. સમય જતાં, તેણે એક પુત્રને જન્મ આપ્યો. જ્યારે રાણી તળાવ પર પાણી પીવા ગઈ ત્યારે મગરે તેને શિકાર બનાવી. પછી તે બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો. તે દરમિયાન શિવની પ્રેરણાથી એક ભિખારણ  ત્યાં આવ્યો. ત્યારબાદ શિવજીએ ભીખારીનું રૂપ લીધું અને તે ભિખારણને બાળકની ઓળખાણ આપી.  અને તેને જાળવવાની સૂચના આપી અને એમ પણ કહ્યું કે આ બાળક વિદ્રભ નરેશ સત્યરથનો પુત્ર છે. આ બધું કહીને સાધુ શિવે ભિખારણને પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું. શિવના આદેશ અનુસાર, ભિખારણએ બાળકને ઉછેર્યો. મોટા થતાં, તે બાળકએ શિવની કૃપાથી તેમના શત્રુઓને હરાવી અને તેમનું રાજ્ય પાછું મેળવ્યું


15- સુરેશ્વર અવતાર: –


ભગવાન શંકરનો સુરેશ્વર (ઇન્દ્ર) અવતાર ભક્ત પ્રત્યેના તેમના પ્રેમને પ્રતિબિંબિત કરે છે. આ અવતારમાં, ભગવાન શંકરે નાના છોકરા ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા, અને તેને પોતાની અવિરત ભક્તિ અને અમર પદનું વરદાન આપ્યું. ધાર્મિક ગ્રંથો અનુસાર, વ્યાગપ્રદનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે મોટો થયો હતો. તે હંમેશા દૂધની ઇચ્છાથી પરેશાન રહેતો. તેની માતાએ તેમને તેની ઇચ્છા પૂરી કરવા માટે શિવના આશ્રય પર જવા કહ્યું. આના પર, ઉપમન્યુ જંગલમાં ગયો અને ‘ઓમ નમ:  શિવાય’ નો જાપ કરવા લાગ્યો. શિવજીએ સુરેશ્વર (ઇન્દ્ર) નું રૂપ ધારણ કર્યું અને પ્રગટ થયા અને અનેક રીતે શિવજીની નિંદા શરૂ કરી. આના પર ઉપમન્યુ ગુસ્સે થયો અને ઈન્દ્રને મારી નાખવા ઉભો થયો. ઉપમન્યુની પ્રબળ શક્તિ અને પોતાની ઉપરની અચળ વિશ્વાસ જોઈને શિવજીએ તેમને તેમનું સાચું રૂપ દેખાડ્યું અને ક્ષીરસાગર જેવું અમર સમુદ્ર આપ્યું. તેમની પ્રાર્થના સમયે કૃપાળુ શિવે તેમને સર્વોચ્ચ ભક્તિનું પદ પણ આપ્યું.

16- કીરાત અવતાર: –

કીરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુપુત્ર અર્જુનના શૌર્યની કસોટી કરી હતી. મહાભારત મુજબ, કૌરવોએ છેતરપિંડી કરીને પાંડવોના રાજ્ય પર કબજો કર્યો હતો અને પાંડવોને વનવાસ પર જવું પડ્યું હતું. વનવાસ દરમ્યાન, જ્યારે અર્જુન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલા મુદ નામના રાક્ષસે અર્જુનને મારવા શુઅર (ડુક્કર) નું રૂપ લીધું.

અર્જુને તીર વડે ડુક્કર પર પ્રહાર કર્યો. તે જ સમયે ભગવાન શંકરે કીરાટ વેશ ધારણ કરીને ડુક્કર પર તીર ચલાવ્યું હતું. શિવની માયાને કારણે અર્જુન તેને ઓળખી ન શક્ય. અને કહેવા લાગ્યો કે સુઅર તેના તીરથી માર્યું છે. આ અંગે તેમની વચ્ચે વિવાદ થયો હતો. અર્જુને કીરાત વેષાધારી શિવ સાથે લડ્યા. અર્જુનની બહાદુરીને જોઇને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમના સાચા સ્વરૂપમાં આવ્યા અને અર્જુનને કૌરવો ઉપર વિજયનો આશીર્વાદ આપ્યો.

17- સુનટ નર્તક અવતાર: –

પાર્વતીના પિતા હિમાચલ પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે શિવજીએ સુનટનર્તક વેશ ધારણ કર્યો હતો. હાથમાં ડમરૂ લઈને શિવજી હિમાચલના ઘરે પહોંચ્યા અને નૃત્ય કરવા લાગ્યા. નટરાજા શિવજીએ એટલું સુંદર અને મનોરંજક નૃત્ય કર્યું કે દરેકને આનંદ થયો. હિમાચલે નટરાજને ભિક્ષા માંગવા કહ્યું ત્યારે નટરાજા શિવે પાર્વતીને ભિક્ષામાં માંગ્યા. હિમાચલ ક્રોધાવેશ આના પર ખૂબ ગુસ્સે થયો. થોડા સમય પછી નટરાજ વેશધારી શિવે પાર્વતીને પોતાનું અસલી સ્વરૂપ બતાવી ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મૈના અને હિમાચલને દૈવી જ્ઞાન પ્રાપ્ત થયું અને પાર્વતીને શિવને આપવાનું નક્કી કર્યું.

18- બ્રહ્મચારી અવતાર: –

દક્ષના યજ્ઞમાં પોતાનો જીવ બલિદાન આપ્યા પછી જ્યારે હિમાલયમાં સતીનો જન્મ થયો, ત્યારે તેમણે શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ધ્યાન કર્યું. પાર્વતીની કસોટી કરવા માટે, શિવજીએ બ્રહ્મચારીનો પોશાક પહેર્યો અને તેમની પાસે ગયા. પાર્વતીએ વિધિવત રીતે બ્રહ્મચારીની પૂજા કરી. જ્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેની તપસ્યાના હેતુ માટે પૂછ્યું અને જાણ્યા પછી, તેમણે શિવની નિંદા શરૂ કરી અને તેમને સ્મશાન અને કપાલિક પણ કહ્યા. પાર્વતી આ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ. પાર્વતીની ભક્તિ અને પ્રેમ જોઈને શિવએ તેનું સાચું રૂપ બતાવ્યું. પાર્વતી આ જોઈને ખૂબ જ આનંદિત થયિ.

19- યક્ષ અવતાર: –

યક્ષ અવતાર દેવતાઓના અન્યાયી અને ખોટા અભિમાનને દૂર કરવા માટે શિવજીએ આ અવતાર ધારણ કર્યો હતો. ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે દેવ અને રાક્ષસ દ્વારા સમુદ્રમંથન દરમિયાન ભયંકર ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શંકરે તે ઝેર પી લીધું હતું અને તેને પોતાના ગાળામાં ઘાટમાં રોકી દીધું હતું. આ પછી અમૃત કલાશ બહાર આવ્યો. અમૃતપાનનું સેવન કરવાથી, બધા દેવો અમર થઈ ગયા હતા અને સાથે સાથે તેઓને ગર્વ થયો હતો કે તેઓ સૌથી શક્તિશાળી છે. દેવતાઓના આ અભિમાનને તોડવા માટે, શિવએ યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની સામે એક તણખલું મુક્યું અને તેને તોડવા માટે કહ્યું. તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યા પછી પણ, દેવતાઓ આ તણખલું કાપી શક્યા નહીં. તે પછી આકાશવાણી થઈ હતી કે આ યક્ષ ભગવાન શંકર છે, જે સર્વ ગૌરવનો નાશ કરનાર છે. બધા દેવોએ ભગવાન શંકરની પ્રશંસા કરી અને પોતાની ભૂલ બદલ માફી માંગી.



To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *