Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Sunday, 3 August 2025

શ્રી ચેહર માતાજીનું પ્રાગટ્ય અને ઇતિહાસ

 આ વાત અંદાજે 1000(એક હજાર) વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના “હાલર“ (અથવા હલાડી) ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચેહર મા પ્રગટયાં હતાં.

ચેહરમાનાં પ્રાગટય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહનાં લગ્નને અનેક વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એક વાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું.

શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા-આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો. ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસૂડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી.


શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. જેમાં એક હતાં ગંગાબા, બીજાં હતાં સોનબા અને સ્વયંભૂ કેસૂડાના ઝાડની નીચે મળ્યાં હતાં તે ત્રીજાં ચેહુબા. ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું. જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું. ત્રણ-ત્રણ દીકરીઓ જોઈને રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહર મા જે દિવસે પ્રગટયાં એ મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસને માતાજીનાં પ્રાગટય દિન તરીકે મનાવવામાં આવે છે.

ચેહરબાઈ તો સાક્ષાત્ માતાજીનો જ અવતાર હતાં એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ-તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા ચેહુબા સાત- આઠ વરસના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવરામાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુ નું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા. પણ લોકોને ખબર ન હતી કે, આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે.

આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઔગર્ધ્નાથ (ઓધડનાથ) હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા- પુજા કરવા જતા. ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં. આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે, ચેહુબા રાજપૂત થઇને સાધુની સેવા કરવા જાય છે.

ચેહુબા રોજ આ સાધુની ભકિત કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વીશે અલગ-મલકની વાતો કરવા માંડ્યાં. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉ નહીં.. પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા- ભકિત કરવા જતાં. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વીચાર કર્યો કે, આ બાઇ આપણું કીધું માનતી નથી. આપણે આ બાઇ જોઇએ નહીં. અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાને વાવમાં નાખ્યાં એટલે વાવમાંથી અવાજ આવ્યો કે, અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી. પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે, ચેહર માતા બોલ્યાં હતાં.

પછી ચેહર માતાએ વીચાર કર્યો કે, હું આ કુવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વીચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જુનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.

ચેહર માં રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની  સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે. ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે.

ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે. ચેહર માં નું બીજું નામ “ભવાની” પણ છે (સંસ્કૃત માં ”ભાવ” એટલે ભ્રમણા ની દુનિયા) અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં નો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલ એટલે તે “કેશર ભવાની માં” ના નામે પણ પ્રખ્યાત છે.

💐🌹જય ચેહર માં 🌹💐


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

0 comments:

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *