જન્મદિવસ : ૨૯ ઓગસ્ટ ૧૯૦૫
●જન્મ : પ્રયાગરાજ-ભારત.
● હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ થયા.
● પદ્મભૂષણ થી સન્માનિત થયા.
એક સંવાદને જાણીએ....
હિટલર : જ્યારે તમે હોકી નથી રમતા હોતા ત્યારે બીજું શું કરો છો?
ધ્યાનચંદ : હું ભારતીય સેનામાં છું.
હિટલર : જર્મની આવો અમે તમને શ્રેષ્ઠ પદ આપીશું.
ધ્યાનચંદ : ભારત મારો દેશ છે અને હું અહીં સુખી છું.
ઉપરોક્ત સંવાદ ઉપર વિચાર કરીએ તો ધ્યાનમાં આવે છે કે...
સ્વાભિમાની-દિશાભિમાની વ્યક્તિ સ્વાર્થ-લાલચ અને લોભમાં આવતો નથી. તેના માટે તો રાષ્ટ્ર સદૈવ સર્વપ્રથમ હોય છે.
શ્રીરામ:
जननी-जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।
જનની અને જન્મભૂમિનું સ્થાન સ્વર્ગથી પણ ઉપર છે.
આપણે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવીએ છીએ.
આપણી રાષ્ટ્રીય રમત હોકી છે.
સ્વાભિમાન અને આત્મગૌરવ સાથે હોકીને પ્રાધાન્ય આપીએ.
🔸️ ભગિની નિવેદિતા ના ક્રિકેટ વિશેના વિચારો જાણવા જેવા છે. ક્રિકેટ કરતાં હોકી-કબડ્ડી-ફૂટબોલ વિશે માન જાગશે.
#રાષ્ટ્રીય_વિમર્શ .... રાષ્ટ્ર સર્વપ્રથમ
0 comments:
Post a Comment