Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Showing posts with label ભારતીય સંસ્કૃતિ. Show all posts
Showing posts with label ભારતીય સંસ્કૃતિ. Show all posts

Thursday, 21 August 2025

પાળિયા ના પ્રકાર-યોદ્ધાઓના પાળિયા-સતીના પાળિયા-લોકસાહિત્યના પાળિયા

ખાંભી: કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક,

થેસા: પાળિયા નજીકના નાનાં પથ્થરો, 

ચાગીયો:  પત્થરોના ઢગલા,

સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.

સુરધન : આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે 


યોદ્ધાઓના પાળિયા: 


આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.

તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.


આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.


સતીના પાળિયા:

આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.

આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

ખલાસીઓના પાળિયા:

ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

લોકસાહિત્યના પાળિયા:

અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.

પ્રાણીઓના પાળિયા:

પ્રાણીઓ જેવા કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

ક્ષપાળિયાનું રત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..

રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને.. 

'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને.. 

          "બિસ્માર છુ બળવાન માંથી"

એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે.. 

   એ રખેવાળો નુ ઇતિહાસ મા અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામા આવતી આજુબાજુ ના વિસ્તાર મા તેમના તથા તેમના પૂર્વજ નુ માન હતુ.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..

   અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરીછે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..

   તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Sunday, 3 August 2025

શ્રી ચેહર માતાજીનું પ્રાગટ્ય અને ઇતિહાસ

 આ વાત અંદાજે 1000(એક હજાર) વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના “હાલર“ (અથવા હલાડી) ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચેહર મા પ્રગટયાં હતાં.

ચેહરમાનાં પ્રાગટય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહનાં લગ્નને અનેક વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એક વાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું.

શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા-આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો. ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસૂડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી.


શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. જેમાં એક હતાં ગંગાબા, બીજાં હતાં સોનબા અને સ્વયંભૂ કેસૂડાના ઝાડની નીચે મળ્યાં હતાં તે ત્રીજાં ચેહુબા. ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું. જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું. ત્રણ-ત્રણ દીકરીઓ જોઈને રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહર મા જે દિવસે પ્રગટયાં એ મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસને માતાજીનાં પ્રાગટય દિન તરીકે મનાવવામાં આવે છે.

ચેહરબાઈ તો સાક્ષાત્ માતાજીનો જ અવતાર હતાં એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ-તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા ચેહુબા સાત- આઠ વરસના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવરામાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુ નું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા. પણ લોકોને ખબર ન હતી કે, આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે.

આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઔગર્ધ્નાથ (ઓધડનાથ) હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા- પુજા કરવા જતા. ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં. આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે, ચેહુબા રાજપૂત થઇને સાધુની સેવા કરવા જાય છે.

ચેહુબા રોજ આ સાધુની ભકિત કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વીશે અલગ-મલકની વાતો કરવા માંડ્યાં. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉ નહીં.. પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા- ભકિત કરવા જતાં. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વીચાર કર્યો કે, આ બાઇ આપણું કીધું માનતી નથી. આપણે આ બાઇ જોઇએ નહીં. અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાને વાવમાં નાખ્યાં એટલે વાવમાંથી અવાજ આવ્યો કે, અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી. પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે, ચેહર માતા બોલ્યાં હતાં.

પછી ચેહર માતાએ વીચાર કર્યો કે, હું આ કુવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વીચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જુનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.

ચેહર માં રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની  સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે. ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે.

ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે. ચેહર માં નું બીજું નામ “ભવાની” પણ છે (સંસ્કૃત માં ”ભાવ” એટલે ભ્રમણા ની દુનિયા) અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં નો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલ એટલે તે “કેશર ભવાની માં” ના નામે પણ પ્રખ્યાત છે.

💐🌹જય ચેહર માં 🌹💐


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Saturday, 2 August 2025

દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા

 દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા

આ મંદિર રામ-રાવણ યુદ્ધ અને અહિરાવણ સાથે જોડાયેલું છે. મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે. રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, ત્યારબાદ અહિરાવણે એક ચાલાકી કરી અને પોતાનું રૂપ બદલીને રામની સેનામાં દાખલ થઇ ગયો. ત્યારબાદ રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે અહિરાવણે પોતાની શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને બેભાન કરી દીધા અને તેમનું અપહરણ કર્યું. તે તેમને પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયો અને જયારે વાનર સેનાને આ વાતની જાણ થઈ તો ચારેબાજુ ગભરાટ ફેલાઈ ગયો. 


હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણની શોધમાં પાતાળલોક પહોંચ્યા અને ત્યાં અહિરાવણને મારીને ભગવાન રામ અને લક્ષ્મણને પાછા લાવ્યા. એવું માનવામાં આવે છે કે સાંવેર તે જ સ્થાન હતું જ્યાંથી હનુમાનજી પાતાળલોકમાં ગયા હતા. તે સમયે હનુમાનજીના પગ આકાશ તરફ અને માથું ધરતી તરફ હતું. જેના કારણે તેમના ઉલટા સ્વરૂપની પૂજા મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને આ તે જ સ્થાન છે.

આ મંદિર ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર સાંવેરમાં આવેલું છે. જો તમે મંદિરના દર્શન કરવા આવો છો, તો ઈન્દોરથી અહીં પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં બજરંગબલી માથું ઊંધુ રાખીને ઉભા છે. એટલે કે તેમની પ્રતિમા ઉલટી છે. આ મધ્યપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે.

જય હનુમંત મહારાજ


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Monday, 28 July 2025

સુંદર પિચાઈ: મધ્યમવર્ગીય પરિવારથી બિલિયોનેર સુધીની પ્રેરણાદાયી સફર

સુંદર પિચાઈ, ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના સીઈઓ, એક એવા ભારતીય મૂળના વ્યક્તિ છે જેમની સફળતાની કહાણી દરેકને પ્રેરણા આપે છે. 10 જૂન 1972ના રોજ તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા સુંદરનો ઉછેર મધ્યમવર્ગીય પરિવારમાં થયો. તેમના પિતા રેગુનાથા પિચાઈ એક ઇલેક્ટ્રિકલ ઇજનેર હતા, જ્યારે માતા લક્ષ્મી સ્ટેનોગ્રાફર હતાં. ઘરની આર્થિક સ્થિતિ મર્યાદિત હોવા છતાં, સુંદરે 17 વર્ષની ઉંમરે આઈઆઈટી ખડગપુરમાં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેમણે મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. ડિગ્રી હાંસલ કરી.

તેમની સફળતાની શરૂઆતમાં એક નોંધપાત્ર પ્રસંગ એ હતો જ્યારે 1993માં તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. તેમના માતા-પિતાએ તેમના હવાઈ ટિકિટ માટે $1,000થી વધુ ખર્ચ કર્યા, જે તેમના પિતાની વાર્ષિક આવકથી પણ વધુ હતું. આ ઘટના તેમના પરિવારના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને ત્યાગને દર્શાવે છે. સ્ટેનફોર્ડમાંથી માસ્ટર ડિગ્રી અને પછી વ્હાર્ટન સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યા બાદ, સુંદરે 2004માં ગૂગલમાં જોડાયા.

ગૂગલમાં, તેમણે નવીનતા અને નેતૃત્વ દ્વારા ઝડપથી પ્રગતિ કરી. 2015માં તેઓ ગૂગલના સીઈઓ બન્યા અને 2019માં આલ્ફાબેટના સીઈઓની જવાબદારી સંભાળી. જુલાઈ 2025 સુધીમાં, તેમની સંપત્તિ $1.1 બિલિયન સુધી પહોંચી છે, જે મોટાભાગે આલ્ફાબેટના શેરોમાંથી આવે છે. 

સુંદર પિચાઈની આ સફર એ દર્શાવે છે કે મહેનત, પ્રતિભા અને પરિવારના સમર્થનથી કોઈ પણ મુશ્કેલીઓને પાર કરી શકે છે. તેમની કહાણી યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત છે, જે શિક્ષણ અને સમર્પણનું મહત્વ દર્શાવે છે.

#SundarPichai#InspiringJourney #FromMiddleClassToBillionaire #GoogleCEO #AlphabetInc#IndianAchievers #IITToSiliconValley#TechLeadership #RoleModel#SuccessStory #EducationMatters#DreamBig #HardWorkPaysOff#GlobalIndian #SelfMadeBillionaire#WhartonGraduate #StanfordAlumni#InnovationLeader #MotivationalStory #YouthInspiration


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Friday, 28 March 2025

નરસિંહ મહેતા કોણ....???

કંસના મ્રુત્યુ પછી કંસની બે પત્ની અસ્તિ અને પ્રાયસિ પિયર જઈ પિતા જરાસંઘને પોતાના પતિને ભાણેજ કૃષ્ણએ મારી નાખ્યો એ વાત વિગતવાર કહી. અને જરાસંઘે ક્રોધે ભરાઈને કાલયવન નામના મહાબળવાન યવનને લઈ જરાસંઘ લડવા આવ્યો ત્યારે મથુરાવાસીઓએ ભગવાનને વિનંતી કરી કે લડાઈ જોઈ અમે થાકી ગયા છીએ તો તમારે લડાઈ કરવી જ હોય તો મથુરાની બહાર જાવ. નહિતર અહીં શાંતિથી રહો. ભગવાન પહેલા રાજસ્થાન ગયા.ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે ઘડીના છઠ્ઠા ભાગમાં દ્વારિકા બનાવી.મથુરા આવી દેવકી,વાસુદેવ,યદુવંશીઓને લઈને દ્વારિકા જવાનું નક્કી કર્યું.આ બાજુ જરાસંઘ અક્છૌહિણી સેના લઈ મથુરા યુધ્ધ કરવા આવ્યો.કાલયવન ભયંકર હતો.ભગવાન એકલા હતા.કાલયવનને વરદાન હતું કે યદુવંશીઓ તેને મારી શકશે નહી.આ વરદાન સાચું કરવા માટે ભગવાને કાલયવનને મારવાને બદલે પગમાંથી મોજડી કાઢીને દોડવા માંડ્યું.કાલયવનને એમ કે કૃષ્ણ મારાથી ડરીને ભાગે છે.તે પાછળ દોડ્યો.ભગવાન તેને ગિરનારની ગુફા સુધી લઈ આવ્યા.ગુફામાં એક માણસ સૂતો હતો.કૃષ્ણએ પોતાની કામળી તેના પર ઓઢાડી દીધી.કાલયવને જોયુ કે કૃષ્ણ કામળી ઓઢીને સૂતા છે.અને તેણૈ સૂતા માણસને પાટું માર્યુ.પાટુ મારતાની સાથે જ એ પુરૂષ ઉભો થયો. કાલયવન બળીને ભસ્મ થયો.કૃષ્ણએ આ બધુ નજરે જોયુ.તો પુરૂષને પુછ્યુ કે તુ કોણ છે. તો પુરૂષ કહે કે હું માંધાતાનો દિકરો મુચૂકુંદ છું.મેં દેવતાઓને વિજય અપાવ્યો તેથી દેવોએ મને વરદાન આપ્યુ.મેં સુખપૂર્વકની નિંદ્રા માગી. અને મને જે ઉઠાડે તે બળીને ભસ્મ થાસે. કૃષ્ણ એ કહ્યુ હું દેવકી વાસુદેવનો પુત્ર કૃષ્ણ છું.તે મારૂં કામ કર્યુ છે.મને બચાવ્યો છે.તું વરદાન માગ.ત્યારે મુચુકુંદ કહે કે મારે કંઈ જ જોઈતુ નથી. છતાં પણ કૃષ્ણએ વરદાન આપ્યુ કે આવતે જન્મે આ જ ભૂમિ(જુનાગઢ) ઉપર એક બ્રાહ્મણ તરીકે જન્મ લઈશ. અને ઈશ્વરભક્તિ કરતાં તને મોક્શ મળશે.

અને આ જ રાજા તે બીજા જન્મમાં કોઈ નહી પણ આપણા નરસિંહ મહેતા.



To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Saturday, 15 February 2025

હાલ માં ચાલી રહેલ પ્રયાગરાજ કુંભ મેળાનો મહિમા વિશે રોચક જાણકારી

 હાલ માં ચાલી રહેલ કુંભ મેળાનો મહિમા અંગેની થોડી માહિતી રજૂ કરું છું.   

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ ચાર વેદ ઉપરાંત પુરાણો, પ્રાચિન સંસ્કૃત ગ્રંથો ઉપરાંત જ્યોતિષીય ગ્રંથોમાં ‘કુંભ’ના ઉલ્લેખ સાથે કુંભ મેળાની ઉત્પત્તિ અનાદિ કાળમાં થઈ હોવાનું મનાય છે. હિંદુ પૌરાણિક માન્યતા મુજબ દેવ-દાનવોએ સાથે મળી સમુદ્ર મંથન કરતા અમૃત કુંભ નિકળતા દેવ-દાનવો વચ્ચે તે મેળવવા સંઘર્ષ થતા ઇન્દ્રદેવ પુત્ર જયંત અમૃત કુંભ લઇ આકાશ માર્ગે ભાગતા દાનવોએ તેનો પીછો કર્યો. એ વખતે થયેલ ઝપાઝપીમાં પ્રયાગરાજ નજીક ગંગા-યમુના-સરસ્વતી નદી સંગમક્ષેત્ર, ગંગા નદી હરિદ્વાર, ગોદાવરી નદી નાસીક અને શિપ્રા નદી ઉજ્જૈનમાં કુંભ છલકાતા અમૃત જમીન પર પડતા આ ચારેય પવિત્ર સ્થળોએ દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. આ અંગે ઋગ્વેદમાં પ્રયાગરાજ સ્નાન યાત્રાનો ઉલ્લેખ છે. મહર્ષિ વેદ વ્યાસ મહાભારત ગ્રંથમાં પાપકર્મોના દોષોથી મુક્ત થવા પ્રાયશ્ચિત સાથે નિર્મળ ભાવે પ્રયાગમાં સ્નાન કરવાનો મહિમા બતાવ્યો છે. તો બૌદ્ધ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં પણ ભગવાન બુદ્ધે પાયાગા (પ્રયાગ)માં સ્નાનની વાત કરી છે.


સન 644માં બૌદ્ધ ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે અસંખ્ય મંદિરો સાથે બૌદ્ધ વિહારોથી શોભતી રાજા હર્ષવર્ધનની રાજધાની પ્રયાગની મુલાકાત લેતા અહીં ગંગા, યમુના અને સરસ્વતિ નદી સંગમ સ્થળે ભરાયેલા કુંભ મેળાનો ઉલ્લેખ કર્યો હોઇ જે કુંભ મેળાનો ઐતિહાસિક પુરાવો  છે, જોકે ‘કુંભ મેળા’ની હાલની પરંપરા ઇસુની આઠમી સદીમાં મહાન તત્વ ચિંતક જગતગુરુ શંકરાચાર્યજીએ શરૂ કરાવી હોવાનું મનાય છે. સનાતન ધર્મને  પુનર્ગઠીત સાથે ચેતનવંતો કરવા ચાર જ્યોતિર્મઠ શૃંગેરી, પુરી, જોષીમઠ અને દ્વારકામાં સ્થાપના સાથે મહાનિર્વાણી, અટલ, નિરંજની, આનંદ, જૂના, આવાહન અને અગ્નિ એમ 7 શૈવ અને નિર્વાણી, દિગંબર અને નિર્મોહી એમ 3 વૈષ્ણવ અખાડા સાથે દશનામી અખાડાઓની સ્થાપના કરી સનાતન ધર્મ રક્ષાની જવાબદારી સોંપી હતી, જોકે સમયાંતરે બડા પંચાયતી ઉદાસીન, છોટા પંચાયતી ઉદાસીન અને નિર્મલ એમ 3 અખાડાનો ઉમેરો થતા હાલ 13 અખાડા છે. જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપેલ ચાર જ્યોતિર્મઠની શંકરાચાર્યજીના અધ્યક્ષ સ્થાને 13 અખાડાઓના સહયોગ સાથે સનાતન ધર્મના દરેક સંપ્રદાયો અને શાખાઓ કુંભ મેળામાં ભાગ લે છે. હિંદુ પંચાગ મુજબ ગુરુ, સૂર્ય, ચંદ્ર તેમજ ગ્રહો અને નક્ષત્રોની જ્યોતિષીય સ્થિતિ આધારે દર 12 વર્ષે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય છે,  કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ સનાતની શ્રદ્ધાળુઓને આત્મશુદ્ધિની તક આપતા નિર્મળ ભાવથી મેળામાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી સંગમક્ષેત્રમાં સ્નાન કરવાથી પાપોનો નાશ સાથે મોક્ષ પ્રાપ્તિનો છે. કુંભ મેળો ઋષિઓ, સાધુ-સંતો, ગુરુઓ અને ભક્તોનો સામુહિક મેળાવડો છે, જ્યાં લોકો ભક્તિ, જ્ઞાન સાથે સેવાની આપલે કરે છે. કુંભ મેળો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન માટે ઉત્તમ મનાય છે. 

પ્રયાગ કુંભ મેળાનો ઉલ્લેખ સંત તુલસીદાસ કૃત રામચરિત માનસ, મુસ્લિમ ગ્રંથ આઈન-એ-અકબરી (સન 1590, તબાકત-એ-અકબરી (16મી સદી)માં થયેલો છે. જોકે કુંભ મેળામાં  દશનામી અખાડાઓ વચ્ચે પ્રથમ સ્નાન કોણ કરે ? તે અંગે વિવાદો સાથે હિંસક અથડામણો થતા સન 1760 અને 1796 હરિદ્વાર તેમજ 1789માં નાસિક કુંભ મેળામાં હજારો સાધુઓ માર્યા ગયા હતા. જોકે સન 1870થી તેર અખાડાનો સ્નાન ક્ર્મ ગોઠવી દેવામાં આવતા સ્નાન ક્રમના કારણે હિંસા અટકી છે. એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા અનુસાર કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો મનાય છે, જેને યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે બિરદાવ્યો છે. 

કુંભ મેળામાં 1820માં હરિદ્વાર, 1954માં પ્રયાગરાજ, 1986માં નાસિક તેમજ 2025 પ્રયાગરાજમાં  નાસભાગને કારણે શ્રદ્ધાળુઓના મોત થયા છે. કુંભ મેળાએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી. સન 1906 પ્રયાગ કુંભમાં સનાતન ધર્મ સભા આયોજન વખતે મદન મોહન માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાનો સંકલ્પ કર્યો, તો 1964 હરિદ્વાર કુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી. કુંભ ઉત્સવ ભવ્યતા સાથે ભાઈચારા અને પ્રેમના સંદેશ સાથે લાખો લોકો શાંતિપૂર્ણ સુમેળભર્યા વાતાવરણમાં સમભાવના સહિયારા પ્રયાસથી ધાર્મિક એકતાની ગહન ભાવનાને ઉત્તેજન આપે છે. મેળા દરમિયાન ઉત્પન્ન થતી સામૂહિક ઉર્જા સામાજિક બંધનો મજબૂત બનાવી વ્યક્તિગત અને સાંપ્રદાયિક ચેતનાને ઉન્નત કરે છે, હકિકતમાં કુંભ મેળો હિંદુ ધર્મની સાધુ, સંસ્કૃતિ અને સમાજને જોડાતો પવિત્ર ત્રિવેણી સંગમ છે. કુંભ મેળા દરમિયાન સાધુ-સંતો સાથે શ્રદ્ધાળુઓ ત્રિવેણી ક્ષેત્રમાં  સ્નાન કરી ધન્યતાની લાગણી  અનુભવતા વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવમય બની જાય છે. કુંભ મેળા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ નદી કિનારે એકાંતમાં રહે છે, જેને ‘કલ્પવાસ’ કહેવામાં આવે છે. 






To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Thursday, 10 October 2024

બોન્સાઈ વૃક્ષ એટલે એવુ વૃક્ષ જે એક થી દોઢ ફુટ ની સરેરાશ ઉંચાઇ વાળુ હોય જાણો માહિતી

 બોન્સાઈ વૃક્ષ એટલે એવુ વૃક્ષ જે એક થી દોઢ ફુટ ની સરેરાશ ઉંચાઇ વાળુ હોય... બોન્સાઇ એ આમતો કોઇ એક વૃક્ષનુ નામ નથી પણ આપણી આસપાસ માં ઉગતા વૃક્ષો ને જે ટેક્નિક વાપરીને નાના કદમાં ઉગાડવામાં આવે છે તે કળાનુ નામ છે બોન્સાઇ. અને મોટા સિટીમાં લોકો હવે અલગ અલગ બોન્સાઇ ટ્રી ને પોતાના ઘરે ડેકોરેશન માટે લગાવતા થયા છે તો ધીમેધીમે તેનુ માર્કેટ પણ સારુ એવું ડેવલપ થવા માંડ્યુ છે.

બોન્સાઇ કળા શિખવા માટે યુટઉબ પર વિડિઓ મળી જશે અને બાકીનો જરુરી સાધન-સામગ્રી એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર છે! અને તૈયાર બોનસાઇ ટ્રી પણ ઓનલાઇ વેચાઇ છે! તો એવુ પણ નહિ કે સ્ટોર હોવો જરુરી છે મોટા સિટી મા... બોન્સાઇ જાપાનની એક કળા છે જેમાં નાના કન્ટેનરમાં વૃક્ષોને ઉગાડવામાં આવે છે. બોન્સાઈનો અર્થ છે “ટ્રે પ્લાન્ટિંગ”. બોન્સાઈ વૃક્ષો સામાન્ય રીતે નાના કદના હોય છે અને તેમને ખાસ રીતે કાપીને અને આકાર આપીને બનાવવામાં આવે છે.

બોન્સાઈ વૃક્ષો નો ઉછેર કરવા માટે આટલી વાત ધ્યાન માં રાખવી પડે:

• માટીની પસંદગી: બોન્સાઈ માટે ખાસ માટીનો ઉપયોગ થાય છે જે સારી ડ્રેનેજ અને પોષક તત્વો પૂરા પાડે

• પાણી આપવું: બોન્સાઈને નિયમિત રીતે પાણી આપવું જરૂરી છે, પરંતુ વધારે પાણી ન આપવું.

• કાપકૂપ: વૃક્ષને યોગ્ય આકારમાં રાખવા માટે નિયમિત કાપકૂપ કરવી પડે.

• પ્રકાશ: બોન્સાઈને પૂરતો પ્રકાશ મળવો જોઈએ, પરંતુ સીધા તાપમાં ન રાખવું.

બોન્સાઈ વૃક્ષો ઉગાડવા માટે ધીરજ અને કળા બંનેની જરૂર પડે છે.









To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *