પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.
25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?
પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:
1. 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો.
50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ.
2. 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો.
તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.
3. 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો.
રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે.
જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.
4. 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.
5. 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી.
તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.
6. 🏦 લોન લો ત્યારે એને "એસેટ - મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં.
✔️ એસેટ તરીકેની લોન:
ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન
ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)
હોમ લોન –
ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય
❌ લાયબિલિટી તરીકેની લોન:
લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)
લક્ઝરીયસ કાર ખરીદવી - કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.
વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન
7. 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.
8. 💸 ખર્ચ ઘટાડવાના રીતો:
ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.
મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.
શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે.
આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો.
9. 🎉 "YOLO - You Only Live Once - જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો" જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો.
આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.
નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.
જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.
0 comments:
Post a Comment