Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Showing posts with label ધાર્મિક વાતો. Show all posts
Showing posts with label ધાર્મિક વાતો. Show all posts

Tuesday, 24 December 2024

રામસેતુ સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો

રામસેતુના નિર્માણને લઈને જાતજાતની માન્યતાઓ સાંભળવા મળે છે. કેટલાકનું માનવું છે કે આ સેતુ વાનરસેનાએ તૈયાર કર્યો છે તો કેટલાકનું કહેવું છે કે આ સેતુ કોલકાતાના  એક વેપારીએ બનાવડાવ્યો  હતો. અહીં આપણે રામસેતુ સાથે જોડાયેલી ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીશું.

1. વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન રામની જ્યારે શ્રીલંકા પહોંચવું હતું ત્યારે વાનરસેનાએ આ સેતુનું નિર્માણ કર્યું હતું.

2. પુરાણો અનુસાર શ્રીલંકામાં જવા માટે બીજો કોઈ રસ્તો જ ન હોવાથી વાનરસેનાએ સમુદ્રમાં પુલ બનાવીને તેને પાર કરવાનો નિર્ણય કર્યો હતો.

3. એક માન્યતા અનુસાર રામસેતુ નિર્માણ પાંચ દિવસમાં થયું હતું. જેમાં પહેલા દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને 23 યોજન નું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક યોજન આશરે ૧૩ થી ૧૫ કિલોમીટર લાંબુ હતું.

4. ધાર્મિક ગ્રંથો અનુસાર રામસેતુની લંબાઈ સો યોજન છે જ્યારે એની પહોળાઈ આશરે દસ યોજનની છે.

5. વાલ્મિકી રામાયણ અનુસાર રામસેતુના નિર્માણનું કામ વિશ્વકર્માના પુત્ર નળે કર્યું હતું. હિંદુ પુરાણોમાં નળને રામસેતુના પ્રથમ શિલ્પકાર એટલે કે એન્જિનિયર માનવામાં આવે છે.

6. રામસેતુ ભારતના દક્ષિણ-પૂર્વમાં રામેશ્વરમ અને  શ્રીલંકાના પૂર્વોત્તરમાં મનના ટાપુની વચ્ચે ઉંચી નીચી ટેકરીઓની એક ચેન છે. સમુદ્રમાં આ ટેકરીઓની ઊંડાઈ પાંચ ફૂટથી લઈને ૩૦ ફૂટ વચ્ચેની છે.

7. કહેવાય છે કે ૧૫મી સદી સુધી રામસેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું પરંતુ ઇ.સ 1480માં આવેલા તોફાનમાં આ પુલ તૂટી ગયો અને પાણીમાં ડૂબી ગયો.

8. રામસેતુ કેટલો પ્રાચીન છે એને લઈને પણ વિવિધ માન્યતાઓ છે. કેટલાક પૌરાણિક ગ્રંથો અનુસાર આ પુલ આશરે 3500 વર્ષ જૂનો છે. તો કેટલાક તેને સાત હજાર વર્ષ જૂનો પણ કહે છે.

9. રામસેતુના નિર્માણ માટે વાનરસેનાએ પથ્થરો, વૃક્ષની ડાળખીઓ અને પાંદડાઓનો ઉપયોગ કર્યો હતો. આ પુલની ખાસ વાત એ હતી કે તેના પથ્થર કદી સમુદ્રમાં ડૂબતા નહોતા.

10. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામસેતુ પુલ બનાવવા માટે જે પથ્થરો વપરાયા હતા તે પ્યુમાઇસ સ્ટોન હતા. આ પથ્થર જ્વાલામુખીના લાવાથી ઉત્પન્ન થાય છે.- અજ્ઞાત

(પ્રાપ્તિ સ્થાન: વોટ્સએપ)


ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાનાં રામેશ્વરમ (પંબન ટાપુ)ના દરિયા કિનારેથી શરૂ થતી સમુદ્રનાં છીછરા તટમાં પથરાયેલી ચૂનાના પથ્થરની શૃંખલા છે, જે બીજે છેડે શ્રીલંકાનાં વાયવ્ય તટ પર આવેલા મન્નાર દ્વીપ સુધી પ્રસરેલી છે. આ ખડક શૃંખલા હિંદુ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. હિંદુ ધર્મના મહત્વના ગ્રંથ રામાયણમાં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એમાં દર્શાવ્યા પ્રમાણે રામસેતુનું નિર્માણ ભગવાન રામની વાનરસેનાએ રાજા રાવણની લંકા પર ચઢાઇ કરવા માટે પથ્થરો વડે કર્યું હતું અને આ સેતુ પરથી રામસેના લંકામાં પહોંચી હતી. ભૂસ્તરશાસ્ત્રીય પુરાવાઓ પરથી એમ ફલિત થાય છે કે આ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચેનું ભૂતપૂર્વ ભૂમિ જોડાણ છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Monday, 4 November 2024

ભાઇબીજની પૌરાણિક કથા,પર્વ મહત્વ

 ભાઈબીજનું ધાર્મિક મહત્ત્વ ઘણું હોય છે. આ તહેવારને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે યમરાજ અને તેમની બહેન યમુનાજી સાથે જોડાયેલી પૌરાણિક કથાને લીધે મહત્ત્વ વધી જાય છે.

ભાઇબીજ તહેવારને હિન્દુ ધર્મમાં ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે કારતક માસની બીજની તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના બે દિવસ પછી ઉજવવામાં આવતો આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ, રક્ષણ અને શુભેચ્છાનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. ભાઈ પણ તેની બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે.

ભાઈબીજનું મહત્ત્વ

આ વર્ષે ભાઈબીજનો તહેવાર 3 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જે ભાઈ આ દિવસે તિલક કરે છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ સાથે જો કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરે તો તેનું આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે. આમ, ભાઈબીજનો તહેવાર પ્રેમ, આશીર્વાદ અને પરિવાર સાથે જોડાયેલા રહેવાનો ખાસ પ્રસંગ છે. ભાઈબીજ કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવે છે, ભાઈ-બહેનના સંબંધોના મહત્ત્વ અને ભાઈ-બહેન વચ્ચેના રક્ષણાત્મક બંધનનું સન્માન કરે છે. ભાઈબીજનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું હોય છે. આ તહેવારને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે યમરાજ અને તેમની બહેન યમુનાજી સાથે જોડાયેલી પૌરાણિક કથાને લીધે મહત્ત્વ વધી જાય છે.

ભાઈબીજ શા માટે ઉજવવામાં આવે છે?

ભાઈબીજનો ઈતિહાસ અને મૂળ વિશે વિવિધ દંતકથાઓ અને પૌરાણિક કથાઓમાં લખવામાં આવ્યું છે. ભાઈબીજ સાથે જોડાયેલી એક લોકપ્રિય પૌરાણિક કથા ભગવાન કૃષ્ણ અને તેમની બહેન સુભદ્રા સાથે જોડાયેલી છે. ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરને પરાજિત કર્યા પછી, તેમની બહેન સુભદ્રાને મળવા ગયા, જેમણે તેમનું આરતીથી સ્વાગત કર્યું, તેમના કપાળ પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. બદલામાં, કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યા અને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું. આ ઘટનાએ ભાઈબીજના તહેવારનો પાયો નાખ્યો. તો ભાઈબીજની ઉજવણી પાછળની બીજી એક પૌરાણિક કથા છે, જે મૃત્યુના દેવ, યમ અને યમુના સાથે જોડાયેલી છે.

ભાઈબીજની કથા

પૌરાણિક અનુસાર, સૂર્યદેવની પત્નીનું નામ છાયા હતું. તેમને એક પુત્ર યમરાજ અને પુત્રી યમુના હતી. યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાએ વારંવાર યમરાજને તેના ઘરે આવવા કહ્યું, પરંતુ વધુ પડતા કામના ભારને કારણે તેઓ તેમની બહેનને મળવા જઈ શકતા ન હતા. એક દિવસ યમુનાએ યમરાજ પાસેથી વચન લીધું કે તેઓ કારતક માસની દ્વિતિયા તિથિએ તેમના ઘરે આવશે. પરંતુ યમરાજને યમુનાના ઘરે જવામાં થોડો સંકોચ થવા લાગ્યો, કારણ કે યમ લોકોના જીવ લે છે, તેથી કોઈ તેમને તેમના ઘરે બોલાવતું નથી.

પરંતુ તેમણે તેમની બહેનને આપેલા વચનને કારણે તેઓ યમુનાના ઘરે જાય છે. યમુના પોતાના ભાઈ યમને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેમનું આતિથ્ય સત્કાર કરે છે. યમુના તેમના ભાઈ માટે ઘણી વાનગીઓ પણ બનાવે છે. પોતાની બહેનની સેવા ભાવના જોઈને યમરાજ ખૂબ જ ખુશ થયા અને તેમને યમુના પાસેથી વરદાન માંગવા કહ્યું.

યમુનાએ તેમની પાસેથી વચન લીધું કે તેઓ દર વર્ષે આ તિથિ એટલે કે કારતક માસની દ્વિતિયાના દિવસે તેમના ઘરે ભોજન માટે આવશે. યમરાજે પણ તથાસ્તુ કહ્યું અને તેમને ઘણી ભેટ આપી. યમ તેમની બહેનના સ્નેહથી એટલા પ્રસન્ન થયા કે તેમણે જાહેર કર્યું કે આ દિવસે જે પણ ભાઈને તેમની બહેન તિલક કરશે, તે લાંબુ આયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. તેથી જ આ દિવસને ‘યમ દ્વિતિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસથી ભાઈબીજની પરંપરા શરૂ થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે જે પણ ભાઈ આ દિવસે યમુના નદીમાં સ્નાન કરીને પોતાની બહેનનું આતિથ્ય સ્વીકારે છે અને બહેન પાસેથી તિલક કરાવે છે, તેને યમનો ભય નથી રહેતો. જો ભાઈઓ અને બહેનો આ દિવસે પવિત્ર યમુના નદીમાં સ્નાન કરે છે, તો તેઓને લાંબા આયુષ્ય પ્રાપ્ત થાય છ.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, 23 October 2024

માં તુળજા ભવાનીની પ્રાગટ્ય કથા

માં તુળજા ભવાનીની પ્રાગટ્ય કથા 

પ્રાચીન કાળમાં કોઇ એક નગરમાં કરદમ નામનો એક ભલો બ્રાહ્મણ રહેતો હતો.એ બ્રાહ્મણને અનુભૂતિ નામની અત્યંત સ્વરૂપવાન,સુશીલ અને સંસ્કારી પત્ની હતી.બંનેનું ગૃહસ્થ જીવન પ્રભુભક્તિના સંગે સુંદર રીતે ચાલતું હતું.પણ વિધાત્રીને આ મંજુર નહોતું….! કોઇ કારણોસર કરદમ મૃત્યુ પામ્યો.ભરજોબને અનુભૂતિનો ગૃહસ્થાશ્રમ પડી ભાંગ્યો.તે કલ્પાંત કરવા લાગી અને પછી તેણે પતિ પાછળ સતી થવાની તૈયારી કરી.પણ લોકોએ તેને વારી.કારણ કે,તે ગર્ભવતી હતી અને તેના ઉદરમાં કુમળુ બાળ આકાર લઇ રહ્યું હતું.એને જીવતા બાળી દેવું એ ક્યાંનો ન્યાય ? ધર્મશાસ્ત્રો પણ આ પાપને વખોડી કાઢે છે.

 આથી અનુભૂતિ સતી થવાનો વિચાર છોડી માં મંદાકિની અર્થાત્ ગંગા કિનારે જતી રહી અને તપશ્વર્યા કરવા લાગી.નાનકડી પર્ણકુટીર બાંધી ફળ-ફળાદિ પર રહી એકદમ સાદું જીવન જીવવા લાગી.


 એવામાં એક વખત એ પ્રદેશનો રાજા કૂકર અનુભૂતિ રહેતી હતી તે બાજુ ફરતો ફરતો આવી ચડ્યો.તેણે અનુભૂતિને જોઇ.વલ્કલ વસ્ત્રોમાં પણ તેનું લાવણ્ય સુંદર રીતે દિપતું હતું.કૂકર એનાં રૂપને જોઇ ભાન ભુલ્યો અને તેની તરફ આકર્ષાયો.

 અનુભૂતિ તો સતી હતી.તેણે કૂકરની વાત કાન પર જ ધરી નહી અને આથી કૂકર બળજબરી કરવા લાગ્યો.હવે એક અબળાને કોની સહાય ? અનુભૂતિએ જગતજનની જગદંબાની પ્રાર્થના કરવા માંડી.અનુભૂતિની નિ:સહાય સ્થિતીથી અને એની પ્રાર્થનાથી જગદંબા પ્રસન્ન થયા.અને કૂકર સાથે તેણે યુધ્ધ કર્યું.તુમુલ સંઘર્ષ થયો.લડતાં લડતાં પિશાચી શક્તિઓના જાણકાર એવા કૂકરે મહિષ [ પાડા ]નું રૂપ ધારણ કર્યું.અને “મહિષાસુર” બન્યો.પણ અધર્મની ઘોડી કદી એના ઠેકાણે પહોંચી છે ! જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને એ દિવસ “વિજયાદસમી” તરીકે ઓળખાયો.અનૂભુતિની ત્વરિત રક્ષા કરવા ઉપસ્થિત થનાર અને મહિષાસુર સંહારનાર જગદંબા “ત્વરિતા” તરીકે ઓળખાયા.”ત્વરિતા” શબ્દને મરાઠી ભાષામાં “તુળજા” કહેવાય છે.આથી શક્તિનું નામ “તુળજા ભવાની” પડ્યું.

✽ મંદિરો 

ભારતમાં તુળજા ભવાનીનું પ્રસિધ્ધ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લાના તુળજાપુરમાં આવેલ છે. જે મંદિર શિવાજીના કુળદેવીનું છે અને ઘણું પ્રાચીન છે. કહેવાય છે કે,યુધ્ધમાં જતાં પૂર્વ શિવાજી અચુકપણે અહિં દર્શન કરવા આવતા….! વળી,એક વાયકા એવી પણ છે કે શિવાજીની “ભવાની તલવાર” અહિંથી જ સાક્ષાત્ તુળજા ભવાનીએ આપેલી….! જે હાલ લંડનના મ્યુંઝીયમમાં હોવાનું કહેવાય છે.આજે પણ તુળજા ભવાનીનું આ મંદિર શ્રધ્ધાળુઓથી ધમધમતું રહે છે.

તુળજાપુર સુધી જવા માટે બધી રીતે વાહનોની સગવડ મળી રહે છે. દક્ષિણથી આવનારા યાત્રી નાલદુર્ગ સુધી સરળતાથી બાય રોડ જઈ શકે છે, જે ફક્ત ઉત્તરી અને પશ્ચિમી રાજ્યોથી આવનારા તીર્થયાત્રી સોલાપુરના રસ્તે તુળજાપુર સુધી આવી શકે છે. જ્યારે કે પૂર્વના રાજ્યો તરફથી આવનારા યાત્રીઓ નાગપુર કે લાતૂરના રસ્તે અહીં આવી શકે છે.

રેલમાર્ગ – તીર્થયાત્રી સોલાપુર સુધી રેલ્વે દ્વારા આવી શકે છે જે તુળજાપુરથી ફક્ત 44 કિલોમીટરના અંતરે આવેલુ છે.

વાયુમાર્ગ – તુળજાપુર સુધી આવવા માટે અહીંથી સૌથી નજીકનુ હવાઈમથક પુના છે, જ્યાથી બસ અથવા ખાનગી વાહનો દ્વારા આ સ્થળ સુધી પહોંચી શકાય છે.

આવું અન્ય એક મંદિર રાજસ્થાનમાં પણ આવેલ છે જે રાજસ્થાનના ચિતોડગઢમાં સ્થિત છે.

 વંદન એ ભવાનીને જેણે મહિષાસુરનો સંહાર કર્યો અને કલિકાળમાં શિવાજીમાં પોતાની શક્તિ મુકી ધર્મ અને માનવતાની ધજા ફરકતી રાખી….!

 જય ભવાની !


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Tuesday, 22 October 2024

સીતાજીના શ્રાપથી આજે પણ પીડિત છે આ ૪ લોકો

 ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ના અવતાર રામ અને સીતા, રાજા દશરથના અવસાન પછી તેમના પિંડદાન હેતુ બિહારમાં આવેલ બોધ ગયા પહોચ્યાં. એ સમયે કઈક એવી ઘટના બની કે માતા સીતા એ ચાર લોકોને એવો શ્રાપ આપ્યો કે જેનો પ્રભાવ આજ સુધી છે. તમને અમે અહી જણાવીશું કે કોણ છે એ ચાર લોકો જે આજ પણ માતા સીતા એ આપેલ શ્રાપ ભોગવે છે.

બોધ ગયા પહોચ્યાં પછી ભગવાન રામ અને લક્ષ્મણ પિંડ દાન ની સામગ્રી લેવા ગયા પરંતુ સમાન લઈને આવવામાં તેઓને ઘણો સમય લાગ્યો અને પિંડદાન નો સમય પસાર થઈ રહ્યો હતો એ સમયે ત્યારે અચાનક રાજા દશરથે દર્શન આપ્યા અને પિંડદાન કરવા માટે કહ્યું, એમને કહ્યું કે એમને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે સીતાએ કહ્યું કે એમને તેમના પુત્રોના આવવાની રાહ જોવી પડશે જેથી એ રોખા અને તેલના પિંડ બનાવીને દાન કરી શકે, પણ દશરથે રાહ જોવાની ના પાડી દીધી. અને માતા સીતાને ફલ્ગુ નદીના કિનારે રેતીના પિંડ બનાવીને દાન કરવાનું કહ્યું.

ત્યારે રામ અને લક્ષ્મણના આવ્યા પહેલા માતા સીતાએ બધી જ વિધિ પ્રમાણે પિંડદાન કરી દીધું. એ સમયે ત્યાં જે પાંચ સાક્ષી હતા મતલબ કે માતા સીતાને પિંડદાન કરતાં જોઇ રહ્યા હતા એ ક્રમશઃ વડનું વૃક્ષ, ફલ્ગુ નદી, એક ગાય, એક તુલસીનો છોડ અને એક બ્રહમાણ હતા.

જ્યારે રામ અને લક્ષ્મણ પરત ફર્યા અને પિંડદાનના વિષયમાં પુછ્યું ત્યારે માતા સીતાએ સમયનું મહત્વ બતાવતા કહ્યું કે, તેઓએ પિંડદાન કરી દીધું છે. પોતાની કહેલી આ વાત ને સાબિત કરવા માટે સીતાએ એ પાંચેયને રામને સત્ય બતાવવા કહ્યું પરંતુ વડના વૃક્ષ સિવાય નદી, ગાય, બ્રહમાણ અને તુલસી બધાએ અસત્ય કહ્યું કે સીતાએ કોઈ પિંડદાન નથી કર્યું. ત્યારે સ્વયમ રાજા દશરથની આત્મા એ પ્રગટ થઈને ભગવાન રામ અને લક્ષ્મણ સામે એ સ્વીકાર્યું કે સીતાએ વિધિપૂર્વક એમને પિંડદાન કરેલ છે ત્યારે સીતાજીએ કહેલ સત્ય સાબિત થયું.

પરંતુ આ વાત અહી પૂરી નથી થતી એ ચારેયને શ્રાપ આપ્યો. ફલ્ગુ નદીને માતા સીતાએ શ્રાપ આપ્યો કે ગયા માં ફલ્ગુ નદી ફક્ત પૃથ્વીની નીચે જ વહેશે અને ઉપર થી સદાય સુખી જ રહેશે. ગાયને શ્રાપ મળ્યો કે ગાય ની દરેક ઘરમાં પુજા તો થશે પણ તેણે હંમેશા એઠું ખાવાનું જ ખાવું પડશે. તુલસીને શ્રાપ મળ્યો કે ગયામાં કોઈપણ તુલસીનો છોડ નહીં ઊગે. બ્રહમાણ ને શ્રાપ મળ્યો કે ગયા ના બ્રહમાણ ક્યારેય જીવનમાં સંતુષ્ઠ નથી થાય અને કાયમ દરિદ્રતા માં જ જીવન જીવશે. અને અંતમાં સીતાજીએ વડના વૃક્ષને વૃક્ષને વૃક્ષને વરદાન આપ્યું કે જે કોઈ પણ ગયા માં પિંડદાન કરવા આવશે એ વડના વૃક્ષને પણ પિંડદાન કરશે. તો આ રીતે સીતા માતાનો શ્રાપ ત્યાં હાજર ચારેય સાક્ષી આજે પણ ભોગવી રહ્યા છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Thursday, 3 October 2024

આઇશ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા અને ભગુડા મોગલ ધામ વિશે જાણો

 આઇશ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા. જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માનું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતા માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈશ્રી માં મોગલ કાપડામાં આપેલ.

કામળીયા આહીર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ. ત્યારથી આઇશ્રી મોગલ માં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઇશ્રી માં મોગલ કામળીયા આહીર સમાજના ભગુડાના 60 પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ ના અનેક લોકો આસ્થા પૂર્વક માતાજીની સેવા-પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે.

ભગુડા કામળીયા આહીર પરિવારના 60 પરિવારોનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી દર ત્રણ વર્ષે માતાજીનો ભેળીયો અને લાપસી ફરજીયાત પણે કરે છે. તેમજ દર મંગળવારે ભગુડા ગામના બધાજ લોકો માતાજીના દર્શને ફરજીયાત પહોંચે છે. ભગુડા માના આંગણે મંગળવારે બે-ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન દરરોજ 10 થી 15 હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે.

એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ‘આઈ’ ના નયનો. ‘આઈ મોગલનું’ આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. “માઁ મોગલ” પારંપરિક પૂજા- અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને ‘લાપસી’ નો પ્રસાદ ચઢાવે છે. અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે, ‘માઁ મોગલ’ ને લાપસી અતિપ્રિય છે.



ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે. લોક વાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે.  ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ૨૪ કલાક શરૂ રહે છે.

આવાસ માટે પણ ૨૦ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે. અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા ૨૦ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *