શનિદેવ, શિંગણાપુર, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું તીર્થસ્થાન છે. જિલ્લાના વહીવટી મુખ્ય મથક અહમદનગરથી ઉત્તર દિશામાં શિંગણાપુર ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. અહમદનગરથી નેવાસા જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા ઘોડેગાંવથી પશ્ચિમ દિશામાં ૪-૫ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે.
શનિ ભગવાનની સ્વયંભૂ મૂર્તિ કાળા રંગની છે. ૫ ફુટ ૯ ઇંચ ઊંચી તેમજ ૧ ફુટ ૬ ઇંચ પહોળાઇ ધરાવતી આ મૂર્તિ સંગેમરમરના એક ચબૂતરા પર ખુલ્લા તાપમાં બિરાજમાન છે. એમની બાજુમાં ત્રિશૂળ રાખવામાં આવ્યું છે, દક્ષિણ દિશામાં નંદીની પ્રતિમા આવેલી છે, જ્યારે સામેની બાજુ શિવ તેમ જ હનુમાનની તસવીર રાખેલી છે.
હિંદુ ધર્મમાં કહેવાય છે કે નાગે કરડેલા અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુદ્ધાં માગી શકતો નથી. (કોબરા કા કાટા ઔર શનિ કા મારા પાની નહીં માઁગતા). શુભ દૃષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય છે, ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે. દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર તથા નાગ આ બધા શનિની અશુભ દૃષ્ટિ પડવાથી સમૂળગાં નષ્ટ થઇ જાય છે. પરંતુ એટલું જરૂર યાદ રાખવું જોઇએ કે આ ગ્રહ મૂળ આધ્યાત્મિક ગ્રહ છે.
મહર્ષિ પારાશરે કહ્યું છે કે જે વ્યક્તિના જીવનમાં શનિ જે અવસ્થામાં હશે, એના અનુરૂપ ફળ પ્રદાન કરે છે. જેવી રીતે પ્રચંડ અગ્નિ સોનાને તપાવીને કુંદન બનાવી દે છે, એવી જ રીતે શનિ પણ વિભિન્ન પરિસ્થિતિઓના તાપમાં તપાવીને મનુષ્યને ઉન્નતિ પથ પર આગળ વધવાનું સામર્થ્ય તેમ જ લક્ષ્ય પ્રાપ્તિના સાધન ઉપલબ્ધ કરાવે છે.
નવગ્રહોમાં શનિ ગ્રહને સર્વશ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે શનિ એક રાશિ પર સૌથી વધારે સમય સુધી બિરાજમાન રહે છે. શ્રી શનિ દેવતા અત્યંત જાજ્વલ્યમાન અને જાગૃત દેવતા છે.
આજે શનિ દેવના દરબારમાં પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી.
અહીંની ખાસ વાત એ છે કે સમગ્ર પરિચરમાં હોટેલ, દુકાનો કે શોપ પર કોઈ જ પ્રકારનું તાળું (સટ્ટર) લગાવવામાં આવતું નથી શ્રધ્ધા અને વિશ્વાસની એ ખાસિયત આજે અહીંયા જોવા મળી છે.
#singlapur #shanidevmaharaj #shanidevmandir #singnapur #Shanidev #maharashtra
0 comments:
Post a Comment