Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Weekly Popular Updates

Search This Website

Monday, 21 July 2025

સોલંકી રાજાઓના સમયે લુણાવાડાની ઉત્તર દિશાની સરહદ એટલે કલેશ્વરી વિશે જાણો

 સોલંકી રાજાઓના  સમયે લુણાવાડાની ઉત્તર દિશાની સરહદ એટલે કલેશ્વરી. પ્રાચીન કાળમાં વાગડથી  ખંભાત સુધીના મહીકાંઠાનો  ફળદ્રુપ અને સમૃદ્ધ વિસ્તાર મહિયડ તરીકે ઓળખાતો હતો. નદીના કિનારે દરિયા સુધી જવાનો ધોરીમાર્ગ પણ વિકાસ પામ્યો. તે માર્ગ ઉપર વણઝારા દ્વારા સામાનની હેરફેર દરમિયાન રાતવાસો કરવા માટે, પાણી માટે, પૂજા માટે આવા કેમ્પસનો વિકાસ થતો. આવુજ એક કેમ્પસ એટલે 10મી સદીથી 18મી  સુધી વિકસેલું કલેશ્વરી.

     એનુ પુરાતન નામ ક્લેશહરી અને બે ડુંગરોની વચ્ચેના સાંકડા રસ્તાને નાળ કહેવાય, અહીં નટરાજ શિવની મૂર્તિને દેવી સ્વરૂપે પૂજાય છે એટલે કલેશ્વરી માતા તરીકે પ્રખ્યાત થયુ. એટલે કલેશ્વરી ની નાળ. 

     અહીં સાસુ-વહુની વાવ, નૃત્યમંડપ, પ્રાચીન મંદિર, કુંડ, શિકાર મઢી,ભીમનીચોરી, અર્જુનની ચોરી, ત્રણ પ્રવેશદ્વાર વાળુ મંદિર મુખ્ય સચવાયેલા સ્મારકો છે. આ સિવાય ભગ્નાવશેષતો ચારેય તરફ વિખરાયેલા છે. વણઉકેલાયેલા શિલાલેખો,પાળીયા ઘણો બધો ઈતિહાસ પોતાનામાં સંતાડીને બેઠા છે. અહીંના સ્મારકોની સાચવણી અને વિકાસ લુણાવાડાના  રાજવીઓ દ્વારા વખતોવખત થતો  રહ્યો છે. અત્યારે પુરાતત્વ વિભાગ એની સંભાળ લે છે. 


     કુંડમાં  આજુબાજુના વિસ્તારનુ પાણી અંદર આવતા પહેલા ગળાઇને આવે તે માટે એક સાયફન જેવી વિશિષ્ટ રચના કરેલી છે. 

    શિવનુ સ્થાનક હોવા છતાં માતા તરીકે પૂજાય છે અને મેળો પાછો જન્માષ્ટમીનો ભરાય છે કદાચ શામળાજીની અસર હોય જે અહીંથી બહુ દુર નથી. 

    શિકાર માટે આવેલા રાજાઓના  મનોરંજન માટે અહીંના ભવ્ય નૃત્યમંડપમાં નૃત્યસભાઓ વાતાવરણને કેટલુ રસિક બનાવી દેતી હશે?

  કલેશ્વરી પર હજી  ઊંડાણથી સંશોધન થાય તો લુણાવાડાના ઈતિહાસમાં  ઘણા પાના ઉમેરી શકાય.
























Keyward

Kaleahwary#kaleshwarylunavada#gujarattourisum#gujarat#india#kaleshwarigujarat


0 comments:

Post a Comment

Catagerios

Our Followers