Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Weekly Popular Updates

Search This Website

Wednesday, 25 September 2024

આણંદ ના લાંભવેલ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર

અદ્ભત છે આણંદ ખાતે આવેલું આ સ્વયંભૂ હનુમાન મંદિર આવો જાણીયે આ મંદિર ને મારી કલમે...વિપુલ પ્રજાપતિ ..માહિતી સંકલન સોશિયલ્ મીડીયા...

આણંદ શહેરની ઉત્તરે અને લાંભવેલ ગામની દક્ષિણે તેમજ બાકરોલ અને વિદ્યાનગરના પૂર્વમાં આવેલું લાંભવેલ હનુમાનજીનું મંદિર ખૂબ જ જૂનું અને પુરાતન યાત્રાધામ તરીકે ઓળખાતું છે. આ મંદિર લાંભવેલ ગામથી એક કિલોમીટર અને આણંદ શહેરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાક્ષાત્કાર  અને સ્વયંભૂ છે.

   આ મંદિરની એક વખત અચૂક મુલાકાત કરવા જેવી છે. આ મંદિરમાં 16મી સદીની સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. હનુમાનજીની આજુબાજુ પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણની મૂર્તિ પણ આવેલી છે. આ મૂર્તિ હનુમાનજી જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને ખભે બેસાડીને પર્વત પર લઈ જતા હતા, તેની ઝાંખી દર્શાવે છે.

મંદિરનો ઇતિહાસ

મંદિરના ઇતિહાસ અંગે ત્યાંના પૂજારીએ જણાવ્યું હતું કે, સોળમી સદીમાં લાંભુ નામનો ભરવાડ આ વિસ્તારમાં ગાય ચરાવવા માટે આવતો હતો. તે દરમિયાન તેના ઘણામાંથી એક સુંદર મજાની ગાય રોજ આંકડાના છોડ આગળ ઉભી રહીને પોતાનું દૂધ અર્પણ કરતી હતી. ઘરે ગયા બાદ જ્યારે લાભુ દૂધ દોવા બેસતો, ત્યારે આ ગાયના આંચળમાંથી દૂધ નહોતું મળતું. આથી આશ્ચર્યચકિત થઈને લાભુએ તેની પર નજર રાખવા માંડ્યો, જેથી ગાય આંકડાને દૂધ આપવા માટે ન જઈ શકે. આથી રાત્રિના સમયે ગાય વાડામાંથી છીંડું પાડીને બહાર નીકળી હતી

ગાયનો પીછો કરતા લાભુએ જોયું કે, આંકડાના ઝાડ પાસે પહોંચીને ગાયના ચારે પગ પહોળા કરીને પોતાના દૂધની ધારા આંકડા ઉપર અર્પણ કરી રહી હતી. આ બધું જોઇને લાભુને નવાઈ લાગી અને રાત્રિના તેને એક સ્વપ્નનું આવ્યું હતું. ત્યારબાદ એ સ્વપ્ન પ્રમાણે બીજા દિવસે આંકડા પાસે જઈને ખોદકામ કરતાં તેને જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. જે મૂર્તિ આજે પણ મંદિરમાં સ્થાપિત છે અને તેના પરથી જ ગામનું નામ લાંભવેલ અને મંદિરનું નામ લાંભવેલ હનુમાનજીનું મંદિર પડ્યું હતું.

મંદિરનું બાંધકામ

મૂર્તિ મળી તે દરમિયાન મંદિરને આણંદ અથવા બાકરોલ લઈ જવા માટે લોકો વચ્ચે હુંસાતુસી થઈ ગઈ હતી. જોકે તે દરમિયાન મૂર્તિને હટાવવા જતા મૂર્તિ હલી નહીં. આથી આખરે કંટાળીને બંને પક્ષે સમાધાન કરીને, જ્યાં મૂર્તિ મળી હતી, તે જગ્યાએ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો.  ઈસવીસન 1523ને વિક્રમ સવંત 1579ના શ્રાવણ સુદ આઠમના રોજ મંદિર બાંધીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત કરવામાં આવી હતી. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છાપૂર્તિ કરવા માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે. હાલ માં નવીનતતમ  મંદિર નું બાંધકામ ચાલી રહ્યું છે.આપણે સૌ આ મંદિર ના બાંધકામ માં સહકાર આપીયે...જય બજરંગબલી...








મંદિર દ્વારા અનેક સેવાયજ્ઞ

આ મંદિર ખાતે બનાવવામાં આવેલી કમિટી દ્વારા વિવિધ પ્રકારના સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવે છે, જેમાં સાપામી ર્સંઅહ્તો, ગરીબ ભૂખ્યા લોકોને સદાવ્રત આપવામાં આવે .છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે પણ વ્યક્તિ આવે તેને લોટ અથવા અનાજ આપવામાં આવતું હતું. જોકે હવે તેની જગ્યાએ ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત સ્વાનને એક કિલો રોટલી અથવા ખીચડી અને પક્ષીઓને ચણ પણ નાખવામાં આવે છે. સાથે સાથે હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા સંચાલિત દવાખાનામાં ફક્ત પાંચ રૂપિયાની ફી લઈને સારવાર તેમજ લેબોરેટરી ટેસ્ટ જેવી  વિવિધ સેવાયજ્ઞ પણ કરવામાં આવે છે.

નવીનતમ મંદિર જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે.



0 comments:

Post a Comment

Catagerios

Our Followers