"રઢુ ના કામનાથ મહાદેવ"
આપ સહુએ શિવ ભક્તોની ઘણીય વાતો સાભળી હશે...
આજે એક એવા ભક્તની વાત કરીએ......
ખેડા-ધોળકા હાઇવે રોડ ઉપર રઢુ ગામ આવેલ છે. જે ગામની દક્ષિણે વાત્રક નદી આવેલ છે. જે પાંચ નદીનો સંગમ છે. તેની નજીક શ્રી કામનાથ મહાદેવનું પવિત્ર મંદિર આવેલ છે. આ મંદિર સં.૧૪૪૫માં બનાવેલ અને આ મહાદેવજીની જ્યોત રઢુના પટેલ જેસીંગભાઇ હીરાભાઇ લાવેલ છે. તેઓને એવો નિયમ હતો કે મહાદેવજીનાં દર્શન કર્યા વિના કોઇ વસ્તુ લેવી નહીં. તે સમયે આ ગામે મહાદેવજીનું મંદિર નહોતું. જેથી તેઓ વાત્રક ઓળંગી નદીના સામે કિનારે પુનાજ ગામે મહાદેવનાં દર્શન કરવા નિયમિત જતા હતા.મહાદેવજીનાં દર્શન કર્યા વિના કોઇ વસ્તુ લેવી નહીં.પુનાજ રઢુથી આઠ કી.મી.જેટલુ દુર હતુ. તે સમયે રઢુ ગામે મહાદેવજીનું મંદિર નહોતું. જેથી તેઓ વાત્રક ઓળંગી નદીના સામે કિનારે પુનાજ ગામે મહાદેવનાં દર્શન કરવા નિયમિત જતા. એકવાર વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું. જેથી દર્શન કરવા જઇ શકાય તેમ ન હતું. નદીના પાણી સાત આઠ દિવસ સુધી રહ્યાં ત્યાં સુધી તેઓ આઠ દિવસ ઉપવાસ પર રહ્યા. તેઓને આઠમી રાત્રે સ્વપ્ન આવ્યું અને પુનાજના મહાદેવજીએ કહ્યું કે, ‘તું મને અહીંયાથી તારે ગામે ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઇ જા.’ બીજા દિવસે સવારના બધાને વાત કરી અને ગામના માણસો સાથે ત્યાં ગયા અને ત્યાંથી દાદાનો દીવો પ્રગટાવી નીકળ્યા.
તે દિવસે શ્રાવણ વદ-૧૨, તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાની દયાથી અહીં સુધી અખંડ આવ્યો. પછી નાની દેરી બનાવી તેમાં તે દીવાની સ્થાપના સંવત ૧૪૪૫માં કરી. અને ફરીથી મોટું મંદિર બનાવી તેમાં મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા અને અખંડ જ્યોત જે જેસીંગભાઇએ કરી ત્યારથી એ જ સ્થિતિમાં છે. આજ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે.
આ ગામમાં નિયમ હતો કે જે ઘેર ભેંસ અથવા ગાયનું વિયાણ થાય તેનું પહેલું વલોણું કરી તેનું ઘી મહાદેવજીના દીવા માટે પૂરી જતા હતા. જે ઘીનો ફક્ત દીવા સિવાય ઉપયોગ થતો નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે. આજે ઘીની ૬૪૦ ગાગરો ( પ્રતિ ગાગર બે-મણ વજન ) ભરેલી છે. જે ઘીનો ફક્ત દીવા સિવાય ઉપયોગ થતો નથી. ભક્તોએ એક વાર આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા જેવી છે.
0 comments:
Post a Comment