સોમનાથ મંદિર નો ઇતિહાસ
ગુજરાતી ઘરા એ રમણીય ૫ર્વતો, નદીઓ અને મંદીરોની ભુમિ ગણાય છે. એમાંય સોમનાથ મંદિર નો સમાવેશ તો ભારતના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાં થાય છે. ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતનં મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલા આ ભવ્ય મંદિરનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું.
હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું. હાલ જે મંદિર છે તેનું પુનર્નિર્માણ ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1951 માં કરાવવામાં આવ્યુ હતું.
સ્થળનું લોકેશન :- પ્રભાસ પાટણ, વેરાવળ, જિ.ગીર સોમનાથ ગુજરાત)
નિર્માણ સમય :- મધ્ય કાલીન યુગમાં ૨૦૦૦ વર્ષ પહેલાં
પ્રથમ જીર્ણોદ્ધાર :- ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રક દ્વારા
હાલના મંદિરનું નિર્માણ:- ૧૯૫૧ માં પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યુ
સ્થાપત્ય પ્રકાર :- ચાલુક્ય શૈલી
સોમનાથ મંદિરનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થસ્થાન તરીકે પ્રસિઘ્ઘ રહયુ છે, અહી ત્રણ નદીઓ કપિલા, હિરણ અને પૌરાણિક સરસ્વતી નો સંગમ સ્થાન હોવાનું માનવામાં આવે છે. જોકે અત્યારે અહી સરસ્વતી નદી જોવા મળતી નથી.. દંતકથા અનુસાર સોમનાથ મહાદેવ મંદિર સોમરાજ (ચંદ્ર દેવ) દ્વારા સોનામાં બનાવવામાં આવ્યું હતું. રાવણે તેને ચાંદીમાં અને ચગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેને કાષ્ઠ (લાકડામાંથી) અને સોલંકી રાજપૂતોએ 11 મી સદીમાં પત્થરમાંથી મંદિર બનાવ્યું હતું.
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ ગણાય છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે. મંદિરની ખ્યાતિથી તથા તેની ઘનસં૫ત્તિ, સોનું વિગેરે લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો તેના ૫ર હુકલા કરી અનેક વખત લુટયુ ૫ણ ઘર, તેમ છતાં ભારતના ઘર્મપ્રેમી રાજા અને જનતાના કારણે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પણ સોમનાથ નો ઉલ્લેખ છે.
સોમનાથ મંદિરનું નવ નિર્માણ
લોખંડી પુરૂષ એવા ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીઘી. અને તેના જ કારણે હાલના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ કરવામાં આવ્યુ. તા.૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે કહ્યું હતુ કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. નવા સમોનાથ મંદિરના પ્રતિષ્ઠાનમાં મહાદેવજીને ૧૦૧ તોપોનું સન્માન અપાયું, નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી, અસંખ્ય મહાન બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. અને ફરીથી સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસની શરૂઆત થઇ. આજે સોમનાથ મંદિરનું સમગગ્ર સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ કરવામાં આવે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદ ભોગવી ચુકયા છે.
સ્થાપત્ય અને શિલ્પકલા
સોમનાથ મંદિરનું વાસ્તુશિલ્પ ધૂવાળું સોપાન શૈલીમાં બનાવાયેલું છે.
મંદિર દરિયાની કિનારે આવેલું હોવાથી, અહીંથી અરબી સમુદ્રનું વિહંગમ દૃશ્ય જોવા મળે છે.
મુખ્ય ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત છે, જ્યાં ભક્તો શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે.
ચાલુક્ય શૈલીથી બંધાાયલું આજનું “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષના ઇતિહાસમાં હાલના સોમનાથ મંદિર જેવુ નિર્માણ કયારેય થયું નથી. સમુદ્ર કિનારે મળી આવેલા સંસ્કૃત શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે, સોમનાથ મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે એટલે કે છેક એન્ટાર્કટિકા સુધી ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન આવેલ નથી.
કેવી રીતે પહોંચી શકાય?
🚆 રેલવે: નિકટતમ સ્ટેશન – વેરાવળ (૭ કિ.મી.)
✈️ એરપોર્ટ: DIU અથવા રાજકોટ
🛣️ રોડ: ગુજરાતના મોટાભાગના શહેરોથી એસ.ટી. અને ખાનગી બસ ઉપલબ્ધ છે.
0 comments:
Post a Comment