Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Weekly Popular Updates

Search This Website

Monday, 30 September 2024

નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ વિશે સંપૂર્ણ જાણકારી અને નવરાત્રી નો ઇતિહાસ

નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ

દર વરસે આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી નવ દિવસ માટે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે .

આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ . શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ .

સંગીતનાં તાલે નૃત્ય સાથે ગાતાં નર નારીઓ ભક્તિપૂર્વક નવરાત્રીનાં આ લોક પ્રિય  મહોત્સવની ઉજવણી નવ દિવસ કરે છે .

આખું વર્ષ સામાન્ય રીતે શાંત જણાતી રાત્રીઓ આ નવ દિવસ માટે લોકોના ઉત્સાહમય ગરબાના કોલાહલથી જીવતી બની જાય છે .

ગરબો અને ગુજરાત એક બીજાના પર્યાય રૂપ બની ગયાં છે .

હવે તો ગુજરાત બહાર ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ ગરબો પહોંચી ગયો છે .

જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ  ત્યાં ત્યાં જામે છે નવરાત્રીના ગરબાની રમઝટ  .

ગરબામાં નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.

નવરાત્રી, જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે. દરવર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. જેમ કહેવાય છે કે “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત” તેમ જ આમ પણ કહી શકાય કે “જ્યાં જ્યાં હોય ગુજરાતી, ત્યાં હોય ગરબા”. તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે.

પરંતુ આ નવરાત્રી શબ્દ ક્યાંથી આવ્યો? નવરાત્રી તહેવારની શરૂઆત ક્યાંથી થઇ? શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રીની નવ રાત પાછળ જોડાયેલી છે. નવરાત્રીમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રીના જ તહેવારનો એક ભાગ છે, આવો તેના વિષે જાણીયે

નવરાત્રીનો ઇતિહાસ:

નવરાત્રીનો ઇતિહાસ આમતો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે, જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું મુખ ભેંસ જેવું હતું અને સ્વભાવથી ખુબ ક્રૂર હતો. આ મહિષાસુરે ઘણા વર્ષ ખુબ તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ તેની આ તપશ્ચર્યાથી તેના પર ખુશ થયા. અને મહિષાસુરને અમરત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે “કોઈપણ પુરુષથી તું નહી મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે. જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખુબ શકતિશાળી માનવા લાગ્યો. સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન, પરેશાન કરવા લાગ્યો.

મહિષાસુરના ત્રાસથી બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીયે જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે. જેથી તેઓએ માં દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા. ત્યારબાદ માં દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહિષાસુરે માં દુર્ગાએ યુદ્ધ કર્યું અને 9 દિવસ ચાલેલા આ યુદ્ધ દરમ્યાન મહિષાસુરે અને અવનવા રૂપ ધર્યા, છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો અને નવમાં દિવસે તેનો વધ કર્યો. જેથી નવરાત્રી અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દૈવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે.

બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામે માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા-અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી અને દશમાં દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો.


માટે નવરાત્રી આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રીનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખુબ મહત્વ રહેલું છે. જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે.

નવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે: 

દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે, હિન્દૂ પંચાંગ મુજબ આ વર્ષે  નવરાત્રીની ઉજવણી 3 ઓક્ટોબરથી શરૂ થઈને 12 ઓક્ટોબરે પૂર્ણ થશે અને 13 ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે.

નવરાત્રીના નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે: 

 પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા – નવરાત્રીના પ્રથમ દિવસે (ઓક્ટોબર 03, 2024, ગુરૂવાર ) માં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે, શૈલપુત્રી એ માં પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

માં શૈલપુત્રી નો મંત્ર,

ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:

બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા – માં બ્રહ્મચારિણી માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવમાં આવે છે. બીજા દિવસે માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે.

માં બ્રહ્મચારિણી નો મંત્ર:,

ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:

ત્રીજા દિવસે માં ચંદ્રઘટાની પૂજા – માં ચંદ્રઘટા પણ માં દુર્ગાનું એક સ્વરૂપ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન હોય છે. ત્રીજા દિવસે (ઓક્ટોબર 05, 2024, શનિવાર ) માં ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવે છે.

માં ચંદ્રઘંટા નો મંત્ર:,

ॐ ऐं ह्रीं क्लीं चन्द्रघंटायै नम:

ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા – માં કુષ્માંડા ના નામનો અર્થ “કુ”, “ઉષ્મા” અને “અંડા” શબ્દોને સાથે માંડીને થાય છે જેમાં “કુ” એટલે થોડું, “ઉષ્મા” એટલે શક્તિ અને “અંડા” એટલે ઈંડુ આવો અર્થ થાય છે. માં કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે, નવરાત્રીના ચોથા દિવસે તેની ઉપાસના કરવામાં આવે છે.

માં કુષ્માંડા નો મંત્ર 

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नम:

પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા – માં સ્કંદમાતા કાર્તિકેયના માતા છે, જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજનમાં હોય છે અને તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે. નવરાત્રીના પાંચમા દીવs માં સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે.

માં સ્કંદમાતા નો મંત્ર:,

ॐ ऐं ह्रीं क्लीं स्कंदमा‍तायै नम:

છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા – માં દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે માં કાત્યાયની કે જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે, જેમની ઉપાસના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે.

માં કાત્યાયની માતા નો મંત્ર:,

ॐ क्रीं कात्यायनी क्रीं नम:

સાતમા દિવસે માં કાલરાત્રિની પૂજા – માં કાલરાત્રિ એટલે માં દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ, જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રીના સાતમા દિવસે  ઉપાસના કરવામાં આવે છે.

માં કાલરાત્રિ નો મંત્ર:,

ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:

આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા – મહાગૌરી માતા પણ માં દુર્ગાનું સ્વરૂપ છે, જેના એક હાથમાં ડમરુ અને એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું હોય છે. માં મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે, જેની ઉપાસના નવરાત્રીના આઠમા દિવસે આવે છે.

માં મહાગૌરી નો મંત્ર:,

ॐ ऐं ह्रीं क्लीं महागौर्ये नम:

નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા – માં સિધ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છાપૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિધ્ધિદાત્રી છે, જે માં દુર્ગાનું નવમું સ્વરૂપ છે અને તેની ઉપાસના નવરાત્રીના નવમાં દિવસે આવે છે.

માં સિદ્ધિદાત્રી નો મંત્ર:,

ॐ ऐं ह्रीं क्लीं सिद्धिदात्र्यै नम:

0 comments:

Post a Comment

Catagerios

Our Followers

319,853