Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Tuesday, 16 September 2025

સંત શ્રી સવા ભગત નો ઇતિહાસ બ્રહ્મનિષ્ઠ સંત શ્રી સવારામ બાપા (saint shri sava bhagat)

દાસ સવા નો જન્મ સવંત ૧૯૧૭ માં પીપળી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે મહાસુદ પૂનમના દિવસે પ્રજાપતિ જ્ઞાતિમાં પિતા કરસનદાસ તથા માતા કાશીમાં ને ત્યાં થયો હતો.

તેમના ગુરુ ફૂલગર સ્વામી દશનામી અતિત સાધુ હતા. તેઓ ધાંગધ્રા તાલુકાના સોખડા ગામના વતની હતા.

દાસ સવો નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયેલ. અને ખુબજ ગરીબીમાં દિવસો તેમણે કાઢેલ તેમના લગ્ન યમુના બાઈ સાથે થયેલ. તેમને બે પુત્રો નાનજી તથા હરજીવન નામે થયેલ. દાસ સવા ને ભક્તિ કાળ દરમ્યાન રામદેવપીર સપના માં આવેલ તે સપના મુજબ નું રામદેવપીરનું વિશાળ મંદિર સવાભગત ની જગ્યા ગામ પીપળીમા બન્યું. જોગાનુજોગ સંત રોહીદાસ તથા રવિ સાહેબ નો જન્મ પણ મહા સુદ પૂનમે થયેલ જે યાદી થાય છે.

હવે દાસ સવાની અમૃત સમાન વાણી નું રસપાન કરતા જણાવે છે કે સલીલ વ્યક્તિ કોઈ સંત ની વાત સાંભળતા નથી. પોતે જે વાદમા માનતા હોય તેના ગાણા ગાયા કરે છે. આવી વ્યક્તિઓ ગધેડા બરાબર છે. તે શીંગડા વગરના પશુ સમાન છે. તેમાંથી કોઈ દિવસ કપટ જતું નથી અને એવા કોઈ દિવસ સંત થતા નથી.

આવા કહેવાતા લોકો તથા કથિત જ્ઞાનીઓ અભાગિયા હોય છે. આવી વ્યક્તિઓ યુગપુરુષો સંતોને સાંભળતા નથી. ભૂલથી તેના કાને સંત ના શબ્દો પડી જાય તો તેજ વાસનાની જેમ અહંકારથી તેમનું હૃદય સુકાઈ જાય છે.

દાસ સવા ની વાણી ટૂંકમાં નીચે મુજબ છે.

 સલીલ સંત ન થાય દિલનું કપટ ન જાય,

ગધેડાને ગંગામા નવરાવે રોજ નાગરવેલ ખાય,

ચંદન તુલસી એને ચડાવો ગધા ગાયનો થાય.

    એક છપામા

 પ્રેમની વાત કરતા દાસ સવો કે હેછે કે.

ગયો અંતરથી પ્રેમ ત્યાં જાતા લજવાઈ એ, ગયો

અંતરથી પ્રેમ ત્યાં ડાહ્યા નવથાઈએ, ગયો અંતરથી પ્રેમ ત્યાં ભોજન નવખાઈએ,

ગયો અંતથી પ્રેમ ત્યાં કીર્તન નવ ગાઈએ,

ગયો અંતરથી પ્રેમ તેને અમૃત નવ પાઈએ.

 દાસ સવા એ આપેલ સાખીઓ જીવનનું સુંદર સત્ય રજૂ કરે છે.

 (૧) જેને ઝાઝું કુટુંબને ઝાઝું નાણું તેને મળે નહીં હરિ ભજન નું ટાણું.

 (૨) માયા તજે મુરખા સંઘરે તેગમાર, ખાય.

ખિલાવે વાપરે તાકા બેડા પાર.

દાસ સવા એ પોતાના પૌત્ર બળદેવ ને સંબોધીને જ્ઞાનચર્ચા કરેલ તે ખરેખર  અલૌકિક છે.

તેઓ કહે છે કે આત્મદર્શી પુરુષ તો કરોડોમાં કોઈ વિરલા જ હોય છે. તેમના દર્શન પણ દુર્લભ હોય છે. પૂર્ણ ભાગ્ય તથા કમાણી શિવાય આવા પુરુષોના દર્શન પણ થતા નથી.

આત્મારૂપી હીરાની પરખ કરતા ભલામણ કરતાં દાસ સવો કહેછે કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટ ની બહાર પલ પલ આવે પગ તેવા પણ ગામમાં બધા ગમાર,

એક ભજનમાં પરમાત્મા સિવાય જીવનું કોઈ નથી તેવા ચાબખા મારતા કહે છે કે

અલખવિના કોઈ નથી તારો હજુ સમજાય તો સમય છે સારો,

ધન મેળવવા ધાન ન ખાધું તું રાખડયો બારોબાર,

દાટયારહેછે દામ કામના આવે ચાલ્યા ગયા છે. હજારો.

દાસ સવા એ એક જ વાણીમાં સર્વે શાસ્ત્રનો સાર કહેલ જે ટૂંકમાં નીચે મુજબ છે.

એકતારો અરસ પરસ છે જોઈલો વાણી પારે, તન તુંબડું મન માલમી કોઈ જોગ જુગતમાં

જાગેરે સોહમ શબ્દ ઞણકાર થઈ રહ્યો હદ બેહદની આગે.

શરીર છોડતાં પહેલાં બે માસ અગાઉ પૌત્ર બળદેવ ને બોલાવી કહેલ કે હવે મારે મારા વતન સતલોક માં બે માસ પછી જવાનું છે. મારું આયુષ્ય વધારે નથી આ મૃત્યુ લોકમા

હું બે માસનો મહેમાનછુ. તારા આત્માનું ધ્યાન 

એવીરીતે ધરજેકે જે બોલતો છે તે હું જ છું. તે સિવાય બીજો કોઈ દેવ નથી. સર્વ કાંઈ તેના વડેજછે. તેની સત્તા મહાન છે. તારામાં જે ચેતન

છે તે જ તારૂ સ્વરૂપ છે. તેને તું જરા પણ ભૂલ તોનહીં. તારામાં જે બોલતો છે તે તારો ભગવાન છે. જેનું સ્મરણ કરજે મન શાંત થયા પછી જ એનું ધ્યાન થશે. ધ્યાન વિના મન શાંત થતું નથી. તે યાદ રાખજે ત્યારબાદ મૃત્યુના આગલા દિવસે એક પત્ર લખી બળદેવ દાસને

આપ્યો. અને કહ્યું આ પત્ર મારા દેહનો ત્યાગ કરું પછી જ ખોલીને વાંચજો.

સંત સવાભગતે સવંત ૨૦૧૭ ના વૈશાખ વદ અગિયારસને બુધવારે સવારે સવા અગિયાર વાગ્યે ૧૦૦ વર્ષ પૂર્ણ કરી દેહત્યાગ કર્યો.

ત્યારબાદ પત્ર બધા ભક્તોને વાંચી સંભળાવ્યો જેમાં તેણે જણાવેલ કે મારી પાછળ અફસોસ ન કરશો. કીર્તન કરજો, ગુગળ નો ધૂપ ચાલુ રાખજો. સ્મશાનભૂમિમાં જ ઈ મારા દેહને

અગ્નિદાહ દેજો જેથી સર્વ તત્વો પોત પોતામાં ભળી જાય મારા દેહને દાટતા નહિ આ અંગેનો પત્ર સવારામ સાહેબ ની અમીધારા પુસ્તકમાં આપવામાં આવેલ છે.

મહાન સંત શ્રી સવા ભગત ને કોટી કોટી વંદન.

0 comments:

Post a Comment

Weekly Popular Updates

Catagerios

Our Followers