દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી ઉંધા ઉભા છે, અત્યંત ચમત્કારીક છે અહીંની પ્રતિમા
આ મંદિર રામ-રાવણ યુદ્ધ અને અહિરાવણ સાથે જોડાયેલું છે. મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે. રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, ત્યારબાદ અહિરાવણે એક ચાલાકી કરી અને પોતાનું રૂપ બદલીને રામની સેનામાં દાખલ થઇ ગયો. ત્યારબાદ રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે અહિરાવણે પોતાની શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને બેભાન કરી દીધા અને તેમનું અપહરણ કર્યું. તે તેમને પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયો અને જયારે વાનર સેનાને આ વાતની જાણ થઈ તો ચારેબાજુ ગભરાટ ફેલાઈ ગયો.
હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણની શોધમાં પાતાળલોક પહોંચ્યા અને ત્યાં અહિરાવણને મારીને ભગવાન રામ અને લક્ષ્મણને પાછા લાવ્યા. એવું માનવામાં આવે છે કે સાંવેર તે જ સ્થાન હતું જ્યાંથી હનુમાનજી પાતાળલોકમાં ગયા હતા. તે સમયે હનુમાનજીના પગ આકાશ તરફ અને માથું ધરતી તરફ હતું. જેના કારણે તેમના ઉલટા સ્વરૂપની પૂજા મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને આ તે જ સ્થાન છે.
આ મંદિર ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર સાંવેરમાં આવેલું છે. જો તમે મંદિરના દર્શન કરવા આવો છો, તો ઈન્દોરથી અહીં પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં બજરંગબલી માથું ઊંધુ રાખીને ઉભા છે. એટલે કે તેમની પ્રતિમા ઉલટી છે. આ મધ્યપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે.
જય હનુમંત મહારાજ
0 comments:
Post a Comment